________________
પરંતુ ઉપર્યુક્ત કથન આગમ સંમત નથી. અહીં ધર્મના બે ભેદ કર્યા છે - (૧) સંવર અને (૨) નિર્જરા. પરંતુ આ ભેદ મનગઢંત અને કલ્પિત છે. આની પાછળ કોઈ આગમિક આધાર નથી, આગમોમાં ક્યાંય પણ આવા ભેદ દૃષ્ટિગોચર થતા નથી. ‘સ્થાનાંગ સૂત્ર'માં જ્યાં બે પ્રકારનાં ધર્મની ચર્ચા છે ત્યાં શ્રુતધર્મ અને ચારિત્ર ધર્મ જ આ જ બે ભેદ કર્યા છે. તેથી ધર્મના બે ભેદ સંવર અને નિર્જરા કરવા અપ્રામાણિક છે. લાગે છે અહીં મિથ્યાર્દષ્ટિની અપ્રશસ્ત નિર્જરાને વીતરાગ આજ્ઞામાં સિદ્ધ કરવાના અભિપ્રાયથી પોતાની મિથ્યા કલ્પના દ્વારા ધર્મના બે ભેદ સંવર અને નિર્જરા કરીને આગમોનો પ્રતિ દ્રોહ કર્યો છે. આવા ખોટા ભેદ કરવાની પાછળ એમનો આશય એ રહ્યો હશે કે અકામ નિર્જરાને પણ ધર્મમાં સ્થાન મળી જાય. મિથ્યાર્દષ્ટિની અકામ નિર્જરા હોય છે અને નિર્જરાને ધર્મનો ભેદ બતાવી દેવાથી મિથ્યાર્દષ્ટિ પણ આરાધક શ્રેણીમાં આવશે. પરંતુ આ માન્યતા આગમ સંમત નથી. સંવર અને સકામ નિર્જરા શ્રુત અને ચારિત્ર ધર્મની અંતર્ગત છે, તેથી આ ધર્મ છે, પરંતુ અકામ નિર્જરા ધર્મ નથી. કારણ કે શ્રુત ચારિત્ર ધર્મથી બહાર છે. તેથી અકામ નિર્જરાનું કારણ મિથ્યાર્દષ્ટિ મોક્ષમાર્ગની આરાધક થઈ શકે નહિ. સંવર રહિત નિર્જરાને આગમમાં ક્યાં પણ વીતરાગની આજ્ઞામાં કહ્યું નથી. અકામ નિર્જરા કરનારને આગમમાં ક્યાંય મોક્ષમાર્ગના આરાધક માન્યા નથી. જો સંવર રહિત નિર્જરાને ધર્મનું અંગ માનીને મિથ્યાર્દષ્ટિને મુક્તિમાર્ગના આરાધક માનવામાં આવે તો સંસારમાં કોઈપણ જીવ મોક્ષમાર્ગનો અનારાધક રહેશે નહિ. કારણ કે સંવર રહિત નિર્જરા તો બધા પ્રાણીઓમાં હોય છે. જ્યારે સંસારમાં કોઈ અનારાધક રહેશે નહિ તો અનિષ્ટાપતિ અનિવાર્ય થશે, તેથી ધર્મના બે ભેદ સંવર અને નિર્જરા આગમિક આધાર રહિત હોવાથી કલ્પિત છે. અકામ નિર્જરા ધર્મ નથી :
સંવર રહિત અકામ નિર્જરા ધર્મ નથી, તો પણ મિથ્યાત્વીની નિર્જરાને ધર્મનું અંગ બતાવવા માટે ધર્મના બે ભેદ-સંવર અને નિર્જરા કરીને આગમ વિરોધી પ્રરૂપણા કરવામાં આવી છે. પરંતુ ‘ઉવવાઈ સૂત્ર'માં કહ્યું છે કે - જે મિથ્યાત્વી - અજ્ઞાની પુરુષ અકામ નિર્જરાની ક્રિયા કરીને દસ હજાર વર્ષની આયુના દેવતા બને છે, જે હાડ-બંધનાદિકનું દુઃખ સહીને બાર હજાર વર્ષની આયુના દેવતા હોય છે, જે મિથ્યાર્દષ્ટિ સ્ત્રી અકામ બ્રહ્મચર્યનું પાલન કરીને ચોસઠ હજાર વર્ષના આયુના દેવતા હોય છે, જે મિથ્યાત્વી અન્ન-જળનો નિયમ રાખી ચોર્યાસી હજાર વર્ષની આયુના દેવતા હોય છે, જે કંદ-મૂળ વગેરે ખાઈને એક પલ્યોપમ અને એક લાખ વર્ષની આયુના દેવ હોય છે અને ગોશાલક મતાનુયાયી બાવીસ સાગરની આયુના દેવતા હોય છે આ બધા મોક્ષમાર્ગના આરાધક નથી.
આ ‘ઉવવાઈ સૂત્ર'ના કથનથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે અજ્ઞાન અને મિથ્યાત્વપૂર્વક કરવામાં આવતી ક્રિયા વીતરાગ આજ્ઞાની બહાર છે. આ ક્રિયાઓ કરનાર મિથ્યાર્દષ્ટિ વ્યક્તિ મોક્ષમાર્ગની આરાધક નથી. જે સમ્યગ્દષ્ટિ છે, તે વીતરાગ આજ્ઞાની આરાધક છે.
ભ્રમ પેદા કરવા માટે કેટલીક વ્યક્તિ દશવૈકાલિક સૂત્ર'ના પ્રથમ અધ્યયનની પહેલી ગાથાનો મનઃ કલ્પિત અર્થ કરે છે. આ ગાથામાં વર્ણિત અહિંસા અને તપને તેમણે મિથ્યાર્દષ્ટિમાં પણ હોવાનું બતાવ્યું છે, જે સર્વથા આગમ વિરુદ્ધ છે - મિથ્યાર્દષ્ટિની અજ્ઞાનયુક્ત ક્રિયા આજ્ઞામાં નથી
-
૫૨૩