________________
૬૩(મિથ્યાષ્ટિની અજ્ઞાનયુક્ત ક્રિયા આજ્ઞામાં નથી)
જે જીવ અજ્ઞાની, મિથ્યાષ્ટિ છે, તે પરલોકને માટે જે તપ-દાન વગેરે ક્રિયા કરે છે, તે વીતરાગની આજ્ઞામાં નથી અને તે પુરુષ મોક્ષમાર્ગના કિંચિત્ પણ આરાધક નથી. આ વાત આગમ-પ્રમાણથી સિદ્ધ છે. “ભગવતી સૂત્રમાં કહ્યું છે કે - “જે પુરુષ અજ્ઞાની અને મિથ્યાષ્ટિ છે, તેની પરલોક સંબંધી ક્રિયા મોહ કર્મના ઉદયથી થાય છે.” આ પાઠ આ પ્રકારે છે -
जीवे णं भंते ! मोहणिज्जेणं कडेणं कम्मेणं उदिण्णेणं उवट्ठाएज्जा ? हंता गोयमा । उवट्ठाएज्जा । से भंते ! किं वीरियत्ताए उवट्ठाएज्जा अवीरियत्ताए उवट्ठाएज्जा ? गोयमा ! वीरियत्ताए उवट्ठाएज्जा णो अवीरियत्ताए उवट्ठाएज्जा ।
जइ वीरियत्ताए उवट्ठाएज्जा किं बाल वीरियत्ताए उवढाएज्जा, पण्डिवीरियत्ताए उवट्ठाएज्जा, बाल पंडिय वीरियताए उवट्ठाएज्जा ?
गोयमा ! बाल वीरियत्ताए उवट्ठाएज्जा, णो पण्डियवीरियत्ताए उवट्ठाएज्जा, णो बाल पण्डिय वीरियत्ताए उवट्ठाएज्जा ।"
પ્રસ્તુત પાઠમાં પ્રશ્ન કર્યો છે કે - “હે ભગવાન્ ! મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી જીવ પરલોકની તપદાન આદિ ક્રિયા સ્વીકાર કરે છે અથવા નહિ ?'
ઉત્તરમાં કહ્યું છે - “હાં, ગૌતમ ! કરે છે.” “હે ભગવન્! વીર્યના દ્વારા સ્વીકાર કરે છે અથવા અવીર્યના દ્વારા ?” “હે ગૌતમ ! વીર્યના દ્વારા સ્વીકાર કરે છે, અવીર્યના દ્વારા નહિ.” “હે ભગવન્! આ વીર્ય બાલવીર્ય છે, પંડિતવીર્ય છે અથવા બાલ-પંડિત વિર્ય છે?”
હે ગૌતમ ! આ બાલવીર્યના દ્વારા જપ-તપ વગેરે સ્વીકાર કરે છે. પંડિતવીર્ય અથવા બાળપંડિત વિર્ય દ્વારા નહિ.”
અહીં પ્રયુક્ત “બાલ' શબ્દ ટીકાકારના અનુસાર મિથ્યાષ્ટિનો વાચક છે. બાલવીર્યનો અર્થ મિથ્યાષ્ટિનું કાર્ય છે. આ બાલવીર્ય વીતરાગની આજ્ઞાથી બહાર છે, તેથી મિથ્યાષ્ટિ દ્વારા કરેલા અથવા કરાશે તે જપ-તપ વગેરે વિતરાગની આજ્ઞાની બહાર સમજવા જોઈએ.
અહીં આ વિશેષરૂપથી ધ્યાન આપવા યોગ્ય છે કે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીયની સાથે સાથે મિથ્યાત્વ મોહનો ઉપશમ, ક્ષયોપશમ એ ક્ષય થવાથી તેના દ્વારા કરવામાં આવતી પારલૌકિક ક્રિયા મોક્ષમાર્ગમાં આવે છે. પરંતુ જ્ઞાનાવરણ અને દર્શનાવરણના ક્ષયોપશમ અને મિથ્યાત્વ મોહનો ઉદય થવાથી તે જ ક્રિયા અજ્ઞાનમાં માનવામાં આવે છે. - “સ્થાનાંગ સૂત્ર'માં મિથ્યાષ્ટિની ક્રિયાને અજ્ઞાન ક્રિયા કહી છે. અજ્ઞાન વીતરાગ આજ્ઞાથી બહાર છે, તેથી મિથ્યાદૃષ્ટિની ક્રિયા પણ આજ્ઞા બહાર સિદ્ધ થાય છે. “સ્થાનાંગ'નો આ પાઠ આ પ્રકાર છે - (મિથ્યાદૃષ્ટિની અજ્ઞાનયુક્ત ક્રિયા આજ્ઞામાં નથી છે. તે છે કે જે પ૨૧)