________________
तत्थणं जे से तच्चे पुरिस जाए से णं पुरिसे सीलवं सुयवं उवरए विन्नाय धम्मे । एस णं गोयमा ! मए पुरिसे सव्वाराहाए पण्णत्ते !
तत्थणं जे से चउत्थे पुरिस जाए से णं असीलवं असुयवं अणुवरए अविन्नाय धम्मे । एस णं गोयमा ! मए पुरिसे सव्व विराहए पण्णत्ते !"
“હે ભગવન્ ! કોઈ અન્ય યૂથિક શ્રુતને, કોઈ શીલને અને કોઈ શ્રુત અથવા શીલ આ બંનેમાંથી કોઈ એકને જ કલ્યાણકારી કહે છે, યાવત્ પ્રરૂપણા કરે છે. ભગવન્ ! આ કેવું ?’'
“હે ગૌતમ ! જે અન્ય યૂથિક ઉક્ત પ્રકારથી કહે છે અને પ્રરૂપણા કરે છે, તે મિથ્યા છે. હે ગૌતમ ! હું આ પ્રકાર કહું અને પ્રરૂપણા કરું છું. મેં ચાર પ્રકારના પુરુષ કહ્યા છે - (૧) કોઈ શીલસંપન્ન થાય છે, પરંતુ શ્રુતસંપન્ન થતા નથી.
(૨) કોઈ શ્રુતસંપન્ન થાય છે, પરંતુ શીલસંપન્ન થતા નથી.
(૩) કોઈ શીલસંપન્ન પણ હોય છે અને શ્રુતસંપન્ન પણ.
(૪) કોઈ ન શીલસંપન્ન હોય અને ન શ્રુતસંપન્ન.
હે ગૌતમ ! આમાંથી જે પ્રથમ પુરુષ બતાવે છે તે શીલવાન છે, પરંતુ શ્રુતવાન નથી. પાપથી વિરત થયા છે, પરંતુ વિશેષ જ્ઞાનવાન નથી, વિશેષ રૂપથી ધર્મને જાણતા નથી. મેં તે પુરુષને દેશારાધક કહ્યા છે.
હે ગૌતમ ! જે બીજો પુરુષ બતાવ્યો છે, તે શીલ સંપન્ન નથી, પરંતુ શ્રુત સંપન્ન છે. તે પાપથી વિરત થયા નથી, પરંતુ ધર્મને જાણે છે જ્ઞાનવાન છે. મેં તે પુરુષને દેશ વિરાધક કહ્યો છે.
હે ગૌતમ ! આમાંથી જે ત્રીજો પુરુષ બતાવ્યો છે, જે શીલવાન પણ છે અને શ્રુતવાન પણ છે. પાપથી વિરત પણ થયા છે અને ધર્મના સ્વરૂપને જાણે પણ છે. મેં એ પુરુષને સર્વ આરાધક કહ્યા છે.
હે ગૌતમ ! આમાંથી જે ચોથો પુરુષ બતાવાયો છે, તે ન શીલવાન છે અને ન શ્રુતવાન છે, તે ન તો પાપથી વિરત થયા છે અને ન ધર્મના સ્વરૂપને જાણે છે. મેં તે પુરુષને સર્વ વિરાધક કહ્યા છે. ભગવતીના આ પાઠમાં સંવર રહિત નિર્જરાની ક્રિયાને મોક્ષમાર્ગની દેશ આરાધનામાં કહ્યું નથી. અને ન એ ક્રિયાને લઈને આરાધક વિરાધકની આ ચતુર્ભુગી કહેવાઈ છે. આ ચૌભંગી શ્રુત અને શીલને લઈને કહી છે. શ્રુત અર્થાત્ જ્ઞાન-દર્શન અને શીલ અર્થાત્ ચારિત્ર. તેથી જેમાં શ્રુત અને શીલ એક પણ નથી, તે પુરુષ મોક્ષમાર્ગના દેશ આરાધક કેવી રીતે થઈ શકે છે ? તેથી મિથ્યાદષ્ટિ - અજ્ઞાની મોક્ષમાર્ગના દેશ આરાધક નથી.
સંવર રહિત નિર્જરાને મોક્ષમાર્ગમાં માનીને તેના હોવાથી જો મિથ્યાર્દષ્ટિને આ ચૌભંગીના પવિત્ર ભંગમાં અર્થાત્ દેશ આરાધક માનવામાં આવે તો આરાધક-વિરાધકની આ ચૌભંગી બની શકતા નથી. કારણ કે જે વ્યક્તિ મોક્ષમાર્ગની કિચિંત પણ આરાધના કરતા નથી તે ચતુર્થભંગના સ્વામી સર્વ વિરાધક કહેવાય છે. સંવર રહિત નિર્જરા તો એમાં પછી હોય છે, તેથી નિર્જરાનું કારણ તે પણ દેશારાધક જ રહે છે, સર્વ વિરાધક નથી. સંવર રહિત નિર્જરા તો ચોવીસ જ દંડકના જીવોમાં હોય છે, તેથી આ નિર્જરાની ઉપેક્ષા બધા જીવ આરાધક જ રહે છે,
૫૨૬
જિણધમ્મો