Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૩૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
આ પ્રશ્નના ઉત્તર એ છે કે, પ્રત્યેક કાર્યાં એ પ્રકારે થાય છે.—એક પુરુષપ્રયત્નથી અને બીજાં મહાપુરુષોની સહાયતાથી. આ બન્નેના સહકારથી જ કાર્યની સિદ્ધિ થાય છે. જો કે, મહાપુરુષોની સહાયતાની આવશ્યકતા રહે છે પણ પ્રધાનરૂપે તા પોતાના પુરુષાની જ આવશ્યકતા રહે છે. પેાતાના પુરુષાર્થ હોય તેા જ મહાન પુરુષોની સહાયતા પણ મળ શકે છે અને કામમાં પણ સફળતા ત્યારે જ મળી શકે છે. કહેવત પણ છે કેઃહિમ્મતે મર્દો મદદે ખુદા ’
અરિહન્તને નમસ્કાર કરવા છતાં પણ આચાય આદિને નમસ્કાર કરવાનું કારણ એ છે કે, ઇષ્ટ કાર્યની સિદ્ધિમાં તેમની મદદની પણ જરૂર રહે છે. પ્રત્યેક કાય પાતાના પુરુષા દ્વારા જ સિદ્ધ થાય છે તેાપણુ તેમાં મહાપુરુષોની સહાયતાની જરૂર રહે જ છે. જેમકે, કાંઈ પણ લખવાનું કામ પેાતાના હાથથી જ થાય છે પણુ સૂર્ય કે દીપકની સહાયતા વિના લખી શકાતું નથી, કારણ કે લખવામાં પ્રકાશની પણુ સહાયતા લેવી પડે છે. માણસ પેાતાના પગે જ ચાલે છે પણ જો પ્રકાશની સહાયતા ન હોય તે ખાડામાં પડી જવાય. આ પ્રમાણે પ્રત્યેક કાર્યની સિદ્ધિ માટે પુરુષાર્થની સાથે મહાપુરુષોની સહાયતાની પણુ આવશ્યક્તા રહે છે.
આ જ વાત પરમાત્માની પ્રાર્થના વિષે સમજવાની છે. જો હૃદયમાં પરમાત્માનું ધ્યાન હેાય તા દુર્વાસના પેદા થઈ જ ન શકે. જ્યારે હૃદયમાં કાઈ પ્રકારની દુર્વાસના ન રહે ત્યારે એમ સમજવું કે, હૃદયમાં શ્વિર છે પણ હૃદયમાં દુર્વાસના હાય અર્થાત્ જાણી જોઈ તે હ્રદયમાં દુર્વાસના રાખે અને ઉપરથી પરમાત્માનું નામ લે, તા એ કેવળ એને ઢાંગ છે એમ સમજવું જોઈ એ.
કહેવાના આશય એ છે કે, સિદ્ધ તા સિદ્ધ જ છે અને આચાર્યાદિ સાધક છે. આપણને બન્નેયની સહાયતાની આવશ્યક્તા રહે છે એટલા માટે બન્નેને નમસ્કાર કરવામાં આવ્યાં છે.
કહે કે, “હું એ
હું સિદ્ધુ અને
વીશમા અધ્યયનની જે પહેલી ગાથા કહેવામાં આવી છે તેમાં એક સિદ્ધાન્ત-તત્ત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એ ગાથામાં કહેવામાં આવ્યું છે કે, “હું સિદ્ધ અને સંયતિને નમસ્કાર કરી તત્ત્વની શિક્ષા આપીશ. ’’ આ કથનમાં એ ક્રિયા છે. જ્યારે એક સાથે એ ક્રિયા આવે છે ત્યારે પહેલી ક્રિયાને ‘ વા પ્રત્યયાન્તિક ' ક્રિયા કહે છે. આ ક્રિયાને પ્રયાગ અપૂર્ણ કામને માટે કરવામાં આવે છે. જ્યારે કાઈ એમ કામ કરીને તે કામ કરીશ'' આ વાક્યમાં જેમ એ ક્રિયા છે તેમ સંયતિને નમસ્કાર કરી, તત્ત્વની શિક્ષા આપીશ ” આ વાક્યમાં પણ એ ક્રિયા છે. આ અન્ને ક્રિયાના સંબંધ જોડી એક મેટા પરમાની સૂચના આપવામાં આવી છે. જેમ સૂર્યને અંધકાર પ્રતિ દ્વેષ નથી, તેમ તે અંધકારનો નાશ કરવા માટે જ ઉદય પામ્યા નથી તેમ છતાં સૂર્યના ઉદયથી અંધકારના નાશ થઈ જ જાય છે તે જ પ્રમાણે જ્ઞાનીને અજ્ઞાની કે અજ્ઞાન પ્રતિ દ્વેષ હોતા નથી પણ સત્ય તત્ત્વનું પ્રતિપાદન કરવા જતાં અજ્ઞાનનું ખંડન થઈ જ જાય છે. અર્થાત્ જ્ઞાનીજનાના જ્ઞાનપ્રકાશથી અજ્ઞાન અંધકારના નાશ થઈ જ જાય છે.
આ ગાથામાં જે એ ક્રિયા કહેવામાં આવી છે તેના વિષે પણ એવું જ બન્યું છે.
66