Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૩૯૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા કુતર પિતાનું પ્રતિબિંબ જોઈ ભસતે હેય અને તે વખતે તમે ત્યાં હો તે તમે શું કરશે! એ કુતરાને તમે કાઢી મૂકશે, કે વધારે ભસવા દેશે! જો તમે તેને કાઢી ન મૂકતાં ભસવા દે છે એ તમારી ભૂલ ગણાશે ને!
આ જ પ્રમાણે અમુક માણસ સુખ આપે છે અને અમુક માણસ દુઃખ આપે છે એમ કહેવું છે તે કુતરાના ભસવા જેવું છે. કામદેવ સારી રીતે જાણતું હતું કે આત્મા જ સુખ દુઃખને કર્તા છે. અને તેથી જ તે પિતાના સત્ય તત્વ ઉપર દઢ રહી શક્યો હતો,
મતલબ કે, સત્યને સમજીને અસત્યને છોડવું એ કર્તવ્ય છે; પરંતુ કોઈ ભય બતાવી સત્યથી પતિત કરવા ચાહે તે, એવા સમયમાં વીર લેશે પ્રાણ આપવાને સ્વીકાર કરી લે છે, ૫રંતુ સત્યને ત્યાગ કરતા નથી.
અનાથી મુનિ કહે છે કે, “હે: રાજન ! હું એ નિશ્ચય ઉપર આવ્યો છું કે આત્મા જ કર્તા છે અને એટલા માટે આત્મા જ સુપ્રતિષ્ઠિત કે દુષ્પતિષ્ઠિત બની શકે છે અને આ જ પ્રમાણે આત્મા પિતે જ પિતાને મિત્ર કે શત્રુ બની શકે છે.”
અનાથી મુનિ જે કાંઈ કહે છે તે જ વાત થેડા ઘણા ફેરફાર સાથે ગીતા પણ કહે છે, ગીતામાં પણ કહ્યું છે કે –
उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् । ___ आत्मैव यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥ કૃષ્ણ કહે છે , “હે અર્જુન આત્માને ઉદ્ધાર તું પોતે જ કર. કારણ કે આત્માને ઉદ્ધાર પિતાના આત્માદ્વારા જ થઈ શકે છે. માટે આત્માને ઉદ્ધાર કરે, તેને નીચે પાડે નહિ, આત્માને મિત્ર કે શત્રુ આ આત્મા પિતે જ છે. બીજું કોઈ નથી.”
જૈન શાસ્ત્રમાં જે વાત કહી છે તે જ વાત પ્રકારાન્તરે ગીતામાં પણ કહેવામાં આવી છે. એટલા માટે આગમ ઉપર વિશ્વાસ રાખી આત્માની ઉન્નતિ કરે. એ જ પુરુષાર્થ છે. આત્મોદ્ધાર કરવાને પુરુષાર્થ કરવાથી સુદર્શનની માફક આત્માનું કલ્યાણ થયા વિના રહેશે નહિ. સુદર્શન ચરિત્ર-૪ર
જ દિ ચાર ચત સુતિ તત! જતિ | જે પિતાના કલ્યાણનું કામ કરે છે, તેનું અકલ્યાણ કોઈ કરી શકતું નથી એટલા માટે બીજાએ શું કરે છે તે તરફ ધ્યાન ને આપતાં પિતાના કામ તરફ જુએ.
આ વાત સુદર્શનની સમજમાં કેવી રીતે આવી હશે એ તે એ જાણે પણ એ વાતને તમે પણ સમજે. સુદર્શનની માફક તમે પણ આત્મકલ્યાણ સાધશો તે તમારું પણ કલ્યાણ થશે.
પ્રજાના પ્રતિનિધિઓએ સુદર્શનને બહુ પૂછયું પણ સુદર્શન કઈ બોલ્યા નહિ. પ્રતિનિધિ લેશે અસમંજસમાં પડી ગયા અને સુદર્શનને પક્ષ છોડી રાજાના પક્ષમાં ચાલ્યા ગયા. પ્રતિનિધિઓને પણ પિતાના પક્ષમાં આવ્યા જાણી રાજાએ સુદર્શનને શૂળીએ ચઢાવવાને નિશ્ચય કર્યો.
લેકો વિચારવા લાગ્યા કે, હવે શું કરવું? એકે કહ્યું કે, ચાલ જઈને સુદર્શનની સ્ત્રી મને રમાને આ વાત કહીએ. કદાચ તેને સમજાવવાથી સુદર્શન સમજી જાય. કેટલાંક કામો