Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદી ૧૦] રાજકેટ–ચાતુર્માસ
[ ૬૫૫ નામ બહુ લઈએ છીએ છતાં અમને ભોજન કેમ મળતું નથી ! અમે પરમાત્માનું નામ ગમે તેટલીવાર લઈએ પણ અમને ભજન તે પુરુષાર્થ કરવાથી જ મળે છે. આવી અવસ્થામાં પરમાત્મા કલ્પવૃક્ષની સમાન છે એમ કેમ કહી શકાય ?”
આ પ્રશ્નના જવાબમાં જણાવવાનું કે, જેમને પરમાત્મા ઉપર વિશ્વાસ નથી, જેમને દિવસરાત જડપદાર્થોનું જ ધ્યાન રહે છે અને જેઓ જડપદાર્થોની પ્રાપ્તિ માટે જ પરમાત્માનું સ્મરણ કરે છે તેઓ પરમાત્મા પાસેથી આવી કામના-વાસના રાખે એ સ્વાભાવિક છે; પણ જ્ઞાનીજનો કહે છે કે, સર્વપ્રથમ આત્માને દષ્ટ બનાવો અને પછી પરમાત્માને જુઓ તે એ દશામાં તમને પરમાત્મા કલ્પવૃક્ષની સમાન લાગશે. એ માટે સર્વપ્રથમ પરમાત્માને જાણવાની યોગ્યતા પ્રાપ્ત કરે. યોગ્યતા પ્રાપ્ત કર્યા વિના પરમાત્મા કલ્પવૃક્ષ સમાન છે કે નહિ એ કહી શકાય નહિ. યોગ્યતા મેળવ્યા વિના પરમાત્માને જેવા પ્રયત્ન કરવો, નકામો છે. જેમને આંખો નથી તે સૂર્યને જોવાનો પ્રયત્ન કરે તે તેને પ્રયત્ન નકામો જાય છે. તથા જેમની આંખે મોતીયો હોય તેમણે પણ મોતી ઉતરાવીને સૂર્યને જેવા પ્રયત્ન કરવો પડે છે. આંખમાંથી મોતીયો કઢાવે નહિ અને તે પહેલાં જ એમ કહે કે, સૂર્ય ક્યાં છે તે એનું એમ કહેવું નકામું છે. પહેલાં સૂર્યને જોવાની ચોગ્યતા પ્રાપ્ત કરવી પડે છે અને યોગ્યતા પ્રાપ્ત કર્યા છતાં સૂર્ય જેવામાં ન આવે તે કાંઈપણ કહેવું એ વ્યાજબી છે પણ યોગ્યતા પ્રાપ્ત કર્યા પહેલાં જ એ વિષે કાંઈ કહેવું ઠીક નથી. આ જ પ્રમાણે જ્ઞાનીજને કહે છે કે, પરમાત્માને જાણવાની યોગ્યતા પ્રાપ્ત કર્યા બાદ પરમાત્માને જાણવાનો પ્રયત્ન કરે. એને માટે સર્વપ્રથમ બુદ્ધિને અન્તર્મુખી બનાવો અને બુદ્ધિને અન્તર્મુખી બનાવી પરમાત્માને જુઓ. સર્વપ્રથમ આત્માને ઓળખે. જ્યારે તમે આત્માને ઓળખી લેશે અને એ પ્રમાણે યોગ્ય બની જશે ત્યારે પરમાત્માને ઓળખવામાં અને પરમાત્માને કલ્પવૃક્ષ સમાન માનવામાં વાર નહિ લાગે. પણ જ્યારે આત્માને જ ઓળખવાનો પ્રયત્ન કરશે નહિ તો પછી પરમાત્માને ઓળખી કેમ શકશો?
હવે આત્માને કેમ એળખ એ અત્રે પ્રશ્ન ઊભું થાય છે ? આને માટે આત્માએ આત્મદષ્ટિ કેવી રીતે ગુમાવી એ જુએ. જે માર્ગે આત્મદષ્ટિ ગુમાવી છે તેથી ઊલટા માર્ગે જવાથી આત્મદષ્ટિ પ્રાપ્ત કરી શકાય છે. અત્મદષ્ટિ પ્રાપ્ત કરવા માટે સર્વપ્રથમ એ જાઓ કે, હું કરું છું અને શું કરું છું ? કેટલાક લેકે એમ સમજે છે કે, હું પંચભૂત જ છું અને - પંચભૂતના નાશમાં જ મારો નાશ છે. આવું સમજનારા લેકે માતાના ગર્ભસ્થાન સિવાય પિતાની ઉત્પત્તિનું બીજું સ્થાન માનતા નથી. પણ પંચભૂત તે જડ છે, જડ પંચભૂતથી આત્માની ઓળખાણ તે થાય છે પરંતુ આત્મા પિતે જડરૂપ નથી. આત્મા દષ્ટા છે અને જડ પદાર્થો દશ્ય છે. દૃષ્ટા થઈને પિતાને દશ્યરૂપે માનો એ મેટી ભૂલ છે. જે પ્રમાણે ગાડી અને ગાડીવાળો બન્ને જુદાં જુદાં છે. છતાં જે ગાડીવાળો પિતાને ગાડી જ માની લે તે એ જેમ તેની ભૂલ ગણાશે તે જ પ્રમાણે આત્મા અને પંચભૂત બને જુદાં જુદાં છે છતાં આત્માને પંચભૂત માની લેવામાં આવે તે એ પણ ભૂલ ગણાશે. જો કે ગાડી હોવાને કારણે જ ગાડીવાળો કહેવાય છે છતાં ગાડીવાનમાં ગાડીને લઈ જવાની, તેડવા-ફેડવાની શક્તિ છે. આ જ પ્રમાણે આત્મામાં પણ પંચભૂતને તેડવા-ફેડવાની શક્તિ છે. એટલા માટે આત્મા પંચભૂત નથી પણ તે પંચભૂતથી અળગો છે. આ પ્રમાણે આત્માને જ્યારે પંચભૂતથી અળગો, અજરામર અને અવિનાશી માની, આ આત્મા પરલેકમાંથી આવ્યો છે અને પરલોકમાં