Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૬૮૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
એવું સાંભળવામાં આવ્યું છે કે, હિંદના નવા ચૅયસરોય લૈર્ડ લિનલિથગોએ પણ કલકત્તાના કલખાનામાંથી આઠ ગાયો અને ભેંશોને છોડાવીને દિલ્હીની પાંજરાપોળમાં મોકલી આપેલ છે. આ વાત ૨૪મી નવેમ્બર ૧૯૩૬ના ટાઈમ્સ ઓફ ઈન્ડીયા Times of Indiaમાં છપાએલ છે. વૈયસયે તે છેને છોડાવ્યા એ કાંઈ મોટી વાત નથી, પણ ભારતનું જે પશુધન આજે કપાઈ-લૂંટાઈ રહ્યું હતું તેને બચાવવા સરકારી સત્તાનું પણ ધ્યાન ગયું છે એ મોટી વાત છે. જ્યાં આ પ્રમાણે પશુધન દરરોજ લૂંટાતું હોય, જ્યાં આ પ્રકારની અનીતિ ચાલતી હોય ત્યાં કલ્યાણની આશા શી રીતે રાખી શકાય ?
જે રાજસત્તા પશુધનને કાપવામાં-લૂંટવામાં સહાયતા દેતી હતી, તે રાજસત્તા પશુધનને જ્યારે બચાવવાના પક્ષમાં આવી છે ત્યારે જે તમારા તરફથી કાંઈક વિશેષ પ્રયત્ન કરવામાં આવે તે શું પશુઓને આ રીતે થતે નાશ બંધ થઈ ન શકે?
મુંબઈને વાંદરા અને કુરલાને કસાઈખાનામાં થતાં પશુવધથી મારા હૃદયમાં જે આઘાત પહોંચ્યા હતા અને આ બાબત મુંબઈ-ઘાટકોપરમાં મેં વ્યાખ્યાનમાં જનતાની સંમક્ષ કસાઈખાનામાં કલ્લ થતાં જીવેની અરેરાટીનું જે ચિત્ર રજુ કરી છવદયા માટે પ્રયત્ન કર્યો હતો, તેના પરિણામે શ્રોતાઓ ઉપર તેની સારી અસર પડી હતી અને ઘાટકોપર છવદયા સંસ્થા સ્થાપી તેઓએ જેને યથાશક્તિ બચાવવાને સક્રિય પ્રયાસ પણ કર્યો હતો. તેઓ મુંબઈનં કતલખાનામાં કપાતાં બધાં છોને તે કેમ બચાવી શકે ? પણ હા, તેઓએ શક્તિ પ્રમાણે છોને બચાવવા પ્રયત્ન કર્યો હતો અને હજી કરી રહ્યા છે. - જ્યારે હૃદયમાં સદ્દભાવના જાગે છે ત્યારે નાનું સરખું કામ પણ મોટું રૂપ ધારણ કરી લે છે. આવા સમયમાં કે જ્યારે જીવને બચાવવામાં વૈયસરોયની સહાયતા મળી શકે તેમ છે ત્યારે જે વિશેષ સક્રિય પ્રયત્ન કરવામાં આવે તે ઘણું જીવોની રક્ષા થઈ શકે એમ છે. એટલા માટે આ દિશામાં પ્રયત્ન કરવાની જરૂર છે. જે લેકેમાં આ પ્રકારને પ્રયત્ન કરવાની શકિત છે તેઓએ આ વિષે પ્રયત્ન કરવો જોઈએ અને જેઓમાં આવી શક્તિ નથી તેઓએ પરમાત્મા પાસે એવી પ્રાર્થના કરવી જોઈએ કે:- .
ધર્મ જિનેશ્વર મુઝ પિવડે બસે, પ્યારા પ્રાણ સમાન;
કબડું ન બિસરું હો ચિતારું નહીં, સદા અખંડિત ધ્યાન હે ! પ્રભુ ! જો તમારું તેજ મારા હૃદયમાં આવી જાય તે હું અનંત શક્તિશાળી બની જાઉં અને મારી બધી સાંસારિક ભાવના પણ શાન્ત થઈ જાય.
જો કે ચમાસી પ્રતિક્રમણ કરતાં મેં બધા ને ખમાવ્યા છે પણ મારે ખાસ સંબંધ તમારી સાથે છે. ઉપદેશનું કામ ઘણું બારીક છે અને ઈચ્છા ન હોવા છતાં પણ એવી કોઈ વાત કહી દેવામાં આવી હોય કે જેથી આ ચાતુર્માસ દરમ્યાન તમારું કોઈનું મન કચવાયું છે કે દુઃખ થયું હોય, તે હું બધાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા બધાને ફરી ખમાવું છું અને બધાનું કલ્યાણ થાઓ એ જ ચાહું છું.
સમાપ્ત
وننننننننونية