Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 708
________________ સુદી ૧૧] રાજકો [૬૬૭ કહેવાનો આશય એ છે કે, પ્રદક્ષિણા કરી કરવામાં આવેલું લગ્ન હિન્દુ બાળાને માટે જીવનપર્યત સ્વીકાર્ય હોય છે. તે બાળા જીવનપર્યત વિવાહનાં નિયમોનું પાલન કરે છે, વિવાહનાં તત્ત્વને સમજીને તે લગ્ન કરે છે એ કારણે તે સ્વમમાં પણ બીજા પતિનો વિચાર સરખો પણ કરતી નથી. તમારી દૃષ્ટિએ સાચું લગ્ન હિન્દુ બાળાનું છે કે અમેરિકાનાં લોકોનું લગ્ન સાચું છે કે જ્યાં ૧૦૦ માંથી ૯૫ ટકા લગ્નને વિચ્છેદ થાય છે. ભારતની લગ્નપ્રથાનું મહત્વ શું છે એ સમજવાથી ભારતદેશ અને અમેરિકા દેશમાં કેટલું અંતર છે એને પત્તો લાગી જશે. લગ્નની આ પદ્ધતિને ધર્મકાર્યમાં પણ દાખલ કરવામાં આવી છે. જે પ્રમાણે કન્યા વરને પસંદ કરે છે તે જ પ્રમાણે ગુરુને પણ પસંદ કરવામાં આવે છે. અને જે પ્રમાણે અગ્નિની પ્રદક્ષિણા કરી પતિને વરવામાં આવે છે તે જ પ્રમાણે ગુની પ્રદક્ષિણા કરી તેમનાં ગુણોને વરવામાં આવે છે. તે ગુરુ જાણે અગ્નિસ્વરૂપ છે. વેદમાં મહાપુરુષોને અને ઈશ્વર સુદ્ધાંને અગ્નિની પ્રદક્ષિણ કરવી એ તેમનાં ગુણેને વરવા સમાન છે. શ્રી દશવૈકાલિક સૂત્રના ૯ મા અધ્યયનમાં આચાર્યને પણ અગ્નિસ્વરૂપ વર્ણવવામાં આવેલ છે. રાજાએ મુનિની પ્રદક્ષિણા કરી, તે વખતે તેના મેરેમમાં હર્ષ હતા એ કારણે તેનાં રેમ ઊભાં થઈ ગયાં. રોમાંચ થે એ પણ ભક્તિનું ચિન્હ છે. પ્રિયતમ કે ઈષ્ટનું નામ સાંભળી હર્ષ કે રોમાંચ ન થવો એમાં ભક્તિની અપૂર્ણતા છે. શાસ્ત્રકારોએ રાજાની ભક્તિ બતાવવા માટે જ એમ કહ્યું છે કે, રાજાને એટલે બધે હર્ષ થયો કે તેની રેમો પણ ઊભાં થઈ ગયાં. રાજાએ મુનિની પ્રદક્ષિણા કરી અને માથું નમાવી પતિને નમસ્કાર કર્યા. વીર ક્ષત્રિયનું મસ્તક એમ તે કેાઈની આગળ નમતું નથી પણું જ્યારે ભક્તિનો આવેગ આવે છે ત્યારે મસ્તક સ્વભાવતઃ નમી જાય છે. તે વખતે મસ્તક નમાવવામાં તેમને જરાપણ સંકોચ થતું નથી. રાજેન્દ્ર શ્રેણિક મુનિની ભક્તિને વશ થએલે હતો એટલા માટે તે મુનિના ચરણમાં પિતાનું માથું નમાવી નમસ્કાર કરે છે. તમે પણ મુનિઓને વંદન કરે છે કે નહિ! જો તમારું હૃદય એમ માનતું હોય કે આ મુનિ વંદનીય છે. તે પછી તેમને વંદન-નમસ્કાર કરવામાં કોઈ પ્રકારને સંકોચ રાખવો ન જોઈએ. રાજા શ્રેણિક વિધિસહિત મુનિની પ્રાર્થના કરી ઘેર આવ્યો. તે આવ્યા હતા ત્યારે કેવી રીતે આવ્યો હતો અને ઘેર ગયો ત્યારે કેવી રીતે ગમે તે જુઓ. કોઈ માણસ ભોજનશાળામાં ભૂખ્યો આવે છે ત્યારે કેવો આવે છે પણ જ્યારે ભજન કરી જાય છે ત્યારે કેવી રીતે જાય છે ! તે વખતે તેના મુખ ઉપર કેવું તેજ હોય છે ! આ જ પ્રમાણે રાજાને ચહેરે પણ ચમકતા હતા. તે પ્રસન્નવદન થયો હતો. તમે પણ બહારથી વ્યાખ્યાન સાંભળવા આ છો પણ વ્યાખ્યાન સાંભળી તમારે ચહેરે પ્રસન્ન જણાય તો સમજવું કે, તમારામાં ભકિત છે. વ્યાખ્યાન સાંભળીને પણ જે મુખ તેજસ્વી ન બને એમાં મારી અપૂર્ણતા છે કે તમારી અપૂર્ણતા છે એ કહેવું મુશ્કેલ છે પણ કોઈની અપૂર્ણતા અવશ્ય છે, એ વાત નક્કી છે. જો પીરસનાર અને જમનાર બન્ને બરાબર ઠીક હોય તે ભજન કરી મુખ ઉપર તેજ ન આવે એનું કોઈ કારણ નથી; પણ પીરસનાર બરાબર ન હોય કે જમનાર ઊંઘતો હોય તે એ દશામાં બીજો કોઈ શું કરી શકે ? એ દિશામાં તૃપ્તિ કેમ થઈ શકે ! એટલા માટે

Loading...

Page Navigation
1 ... 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736