Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 718
________________ વદી ૧] રાજકોટ–ચાતુર્માસન [ ૬૭૭ આ પ્રાર્થનામાં ભક્તોએ પરમાત્મા પાસે માગણી કરી છે કે, “હે! પ્રભુ! તું મારા હૃદયમાં આવી વસી જા. મેં એ માટે અનેક સાધને કર્યા પણ તેથી મારા સાધ્યની પૂર્તિ થઈ નહિ. મારું સાધ્ય ચિત્તની શુદ્ધિ કરવી એ છે. આ મારું સાધ્ય અનેક સાધને કરવા છતાં પણ સિદ્ધ થયું નહિ. ત્યારે મને એવો વિચાર આવ્યો કે સાધ્યની સિદ્ધિ માટે મારે બીજા સાધનને આશ્રય લેવા જોઈએ. કારણ કે મેં અત્યારસુધી જે જે સાધનોનો ઉપયોગ કર્યો તેથી મારા સાધ્યની સિદ્ધિ થઈ નહિ. માટે તે સાધને અપૂર્ણ છે, સાધ્યની સિદ્ધિ માટે સમર્થ નથી. મારા અંતરમાં રહેલાં કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે દુર્ગુણેને દૂર કરવા માટે મેં અનેક સાધનો આશ્રય લીધે, તો પણ મારા અંતરમાં રહેલા કામ-ક્રોધાદિ દુર્ગુણેને નાશ ન થયો. જ્યારે કે એક વૈદ્યની. દવાથી રોગ મટતો નથી ત્યારે બીજા વૈદ્યની પાસે જઈ દવા લેવામાં આવે છે; તેવી રીતે જ્યારે આ સાધનોથી મારા સાધ્યની સિદ્ધિ થઈ નહિ, ત્યારે હે! પ્રભુ હું હવે તારે શરણે આવ્યો છું. મને એવી પ્રતીતિ થઈ છે કે તારે શરણે આવ્યા વિના મારા કામ-ક્રોધાદિ વગેરેને રેગ મટશે નહિ. જ્યારે હે ! પ્રભુ ! તું હૃદયમાં વસી જશે, ત્યારે જ એ રેગ દૂર થશે. એટલા જ માટે હું તારે શરણે આવ્યો છું અને તારી પ્રાર્થના કરું છું.” આ સંસારમાં અનેક ચીજો પ્રકાશ આપનારી છે પણ શું સૂર્યના પ્રકાશ વિના સંસારનું કામ ચાલી શકશે ? ભલે આખા રાજકોટમાં સર્ચલાઈટની વ્યવસ્થા કરવામાં આવે તે પણ સૂર્યના પ્રકાશ વિના કામ ચાલી નહિ શકે ! અહીં ઈલેકટ્રીક બાવર હાઉસ” છે. તો પણ સૂર્યની તે આવશ્યક્તા રહે જ છે. આ જ પ્રમાણે ભક્ત કહે છે કે, હે ! પ્રભુ!. ભલે બીજાં અનેક સાધન હોય તે પણ જ્યાં સુધી તું હૃદયમાં આવી વસો નથી ત્યાં સુધી, એ બધાં સાધને સફળ થતાં નથી. માટે જો તું હૃદયમાં આવી વસી જા' તે સાધ્યની. સિદ્ધિ અવશ્ય થવાની જ છે. ભક્તોની માફક તમે પણ જે પરમાત્માને તમારા હૃદયમાં વસાવવા ચાહતા હો તો હૃદયપૂર્વક પરમાત્માની પ્રાર્થના કરે કે ધર્મ જિનેશ્વર મુઝ પિવડે બસે, પ્યારા પ્રાણ સમાન; : કબહું ન બિસહો ચિતારું નહીં, સદા અખંડિત ધ્યાન. બસ! આ જ એક આશા રાખે તે એકને બરાબર સાધવાથી બધું સિદ્ધ થશે” એ કહેવત ચરિતાર્થ થશે. જે “પ્રભુ હૃદયમાં આવી વસી જાય” તે બધું કામ સિદ્ધ થઈ જાય પછી બીજા સાધનોની જરૂર રહે નહિ. બીજાના પ્રકાશની આવશ્યક્તા જ્યારે સૂર્યને પ્રકાશન હોય ત્યારે જ રહે છે. આ જ પ્રમાણે જ્યાં સુધી પરમાત્મા હૃદયમાં આવી વસ્યા નથી ત્યાં સુધી બીજા સાધનની જરૂર રહે છે. માટે પરમાત્માને હૃદયમાં વસાવો. પરમાત્માને હૃદયમાં કેમ વસાવી શકાય ? એવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો એનો ઉત્તર એ છે કે, ચિત્તને બીજી વસ્તુઓમાંથી હટાવીને, પરમાત્માને પ્રાણ સમાન પ્રિય ગણી, તેમાં જ ચિત્ત પરોવવામાં આવે અને તે માટે પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે તે પરમાત્માને હૃદયમાં વસાવવા મુશ્કેલ નથી. ' કોઈ માણસ પોતાના પ્રાણને જાપ કરતા નથી તે પણ તે પોતાના પ્રાણને ભૂલ નથી. આ જ પ્રમાણે પરમાત્માને પ્રાણસમાન પ્રિય માની તેમને ન ભૂલો તે તમો પરમાત્માને

Loading...

Page Navigation
1 ... 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736