Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક જવાને છે, એમ માનશે ત્યારે તમે પરમાત્માને પણ ઓળખી શકશો અને આ આત્માનું કલ્યાણ પણ જલદી સાધી શકશો.
કહેવાનો આશય એ છે કે, આ આત્મા પંચભૂત નથી, પણ તેથી જુદો છે એમ માનશે ત્યારે તમે તમારા આત્માને પણ ઓળખી શકશે. આજે સાંભળ્યું છે કે અહીંના કઈ પ્રસિદ્ધ ડૉકટર મૃત્યુ પામ્યા છે. તે ડૉકટર હતા એટલે તેઓએ પોતાના શરીરની બરાબર સંભાળ રાખી હશે. છતાં જે પંચભૂતથી આત્મા ભિન્ન નથી તે તેમનું મૃત્યુ થવાનું શું કારણ? કારણ કે તેમણે પંચભૂતની તે બરાબર સંભાળ રાખી જ હશે. છતાં તેમનું મૃત્યુ કેમ થયું ? એટલા માટે કેવળ પંચભૂત જ છે, આત્મા છે જ નહિ એમ માની ન બે પરંતુ એમ માને કે, “હું ચૈતન્ય આત્મા આ પંચભૂતને દૃષ્ટા છું અને પંચભૂત આદિ જડપદાર્થો મારાં દશ્યો છે.” -
આત્માને દષ્ટા અને જડપદાર્થોને દ માનવાથી પરમાત્મા કલ્પવૃક્ષની સમાન કેવી રીતે છે એ જાણવામાં આવી શકશે. દષ્ટા અને દશ્યને ભેદ સમજવાથી તમે એ સમજી શકશે કે, જડ કલ્પવૃક્ષથી તે જડ વસ્તુ જ મળે છે, જે જડ વસ્તુ આત્માની સાથે જતી નથી. જે જડ કલ્પવૃક્ષથી આત્માનું કલ્યાણ થઈ શકે અથવા મોક્ષે જઈ શકાય એવી ચીજ આપતું હેત તે જુગલા લેકે મેક્ષે ચાલ્યા જાત; પણ કલ્પવૃક્ષમાં એવી શક્તિ નથી. આથી વિપરીત કલ્પવૃક્ષારક મનવાંછિત વસ્તુ મળે છે એ જમાનામાં તે લોકો વધારે આળસુ બની જાય છે. આ જ કારણે ભગવાને કલ્પવૃક્ષની વ્યવસ્થા તેડી નાંખી. એટલા માટે તમે જડ વસ્તુ આપનાર કલ્પવૃક્ષની ઈચ્છા ન રાખતાં પરમાત્મારૂપી કલ્પવૃક્ષની ઈચ્છા રાખો. આ પ્રમાણે આત્માનું કલ્યાણ કરનાર પરમાત્મારૂપી કલ્પવૃક્ષની ઈચ્છા રાખશો તો તમને કદાપિ દુઃખ નહિ થાય. જે પૂર્ણ રીતિએ પરમાત્મારૂપી કલ્પવૃક્ષની આરાધના કરી ન શકો તે શક્તિ અનુસાર તે આરાધના અવશ્ય કરે. શ્રી. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે, ભગવાનની અર્થાત ભગવાનના તીર્થની (જ્ઞાન, દર્શન અને ચારિત્રની) જઘન્ય આરાધના કરનાર પંદર ભથી વધારે ભવ કરતું નથી. અને તે જે પંદર ભ કરે છે તે પણ દેવલોક કે મનુષ્યના જ ભ કરે છે. દેવકમાં પણ તે નિષ્પષ્ટ નિને દેવ થતું નથી પરંતુ પદવીધારી દેવ થાય છે અને ત્યાંથી જ્યારે તે મનુષ્ય ભવમાં જન્મ લે છે, ત્યારે તે એવી જ જગ્યાએ જન્મ લે છે જ્યાં દશ બેલની સગવડતા હોય છે; તથા મનુષ્ય ભવમાં પણ જડ પદાર્થોમાં લિપ્ત થતું નથી પણ જે પ્રમાણે સાકરનો રસ લઈ માખી ઉડી જાય છે તે જ પ્રમાણે તે સંસારનાં પદાર્થો ઉપરથી મમત્વ ઉતારી આત્માના કલ્યાણમાં સંલગ્ન બની જાય છે. આ પ્રમાણે જે આત્માનું કલ્યાણ કરનાર છે એ ભગવાનરૂપી કલ્પવૃક્ષની સેવા કરવી જોઈએ. જડની સેવા જડ વસ્તુની પ્રાપ્તિ માટે જ કરવામાં આવે છે. જડવસ્તુની પ્રાપ્તિ માટે જ પરમાત્માની સેવા
खित्तं वत्थु हिरण्णं च, पसवो दासपोरूसं । चत्तारि कामखन्धाणि, तत्थ से उववज्जई ॥ १७ ॥ मित्तवं नायवं होइ, उच्चगोए य वण्णवं ।
अप्पायके મહાપદ્મ, અમિષા નોવેઢે છે ૧૮ ૩૦ , ૫૦ ૧૭-૧૮ * ૧ ક્ષેત્ર, ૨ વસ્તુ, ૩ સુવર્ણ–ચાંદી, ૪ પશુ-દાસ, ૫ મિત્ર, ૬ જ્ઞાતિવાન , ૭ ઉચ્ચગેત્ર, ૮ સુંદર શરીર, ૯ રોગ રહિતતા, ૧૦ ચશબલની પ્રાપ્તિ.