Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદી ૧૦ ]
રાજકેટ–ચાતુર્માસ
[૬૫૯
રહેતી નથી. કોઈ કુતરે બહારના દેખાવથી ભલે સિંહ જેવો લાગે પણ તેના ભસવા ઉપરથી તે સિંહ છે કે કુતરે તેની ખબર પડયા વગર રહેતી જ નથી. આ જ પ્રમાણે સાધુઓ પણ બાહ્ય વેશથી ભલે ગમે તે બની જાય પણ તેની બેલચાલથી તે સનાથ છે કે અનાથ તેની ખબર પડ્યા વગર રહેતી નથી.
ગાંધીજીના એક લેખમાં મેં વાંચ્યું હતું કે, શબ્દની પાછળ જે આત્માની શક્તિ રહેલી હેય તે તે શબ્દ અવશ્ય અસર કરે જ છે. પણ જો શબ્દની પાછળ આત્માની કે ત્યાગની શક્તિ ન હોય તે શબ્દની અસર કાંઈ પડતી નથી.
આ પ્રમાણે શ્વાન અને સિંહની વચ્ચે એક તે શબ્દનું અંતર રહેલું છે. બીજું અંતર એ છે કે, કુતરાને જ્યારે કઈ લાકડી કે પત્થરથી મારે છે તે તે લાકડીને કે પત્થરને પકડવા દોડે છે, પણ મારનારને પકડતું નથી. પરંતુ સિંહ લાકડી કે પત્થરને પકડવા દેડ નથી પણ પત્થર કે લાકડી મારનારને પકડવા દેડે છે. સાંભળવામાં આવે છે કે, એટલા જ કારણે સિંહ ઉપર પ્રહાર કરનાર માણસ પ્રહાર કરીને તે સ્થાનથી દૂર ભાગી જાય છે, નહિ તે સિંહ તે સ્થાને પહોંચી જાય છે. કુતરે એ વાત જાણતા નથી પણ સિંહ જાણે છે કે, લાકડી કે પત્થરને શે દોષ! દેષ તો મારનારને જ છે. અપરાધી તે લાકડી મારનાર જ છે.
મનુષ્યમાં પણ શ્વાનપ્રકૃતિ અને સિંહપ્રકૃતિના માણસો હોય છે. કોણ શ્વાનપ્રકૃતિવાળા છે અને કોણ સિંહપ્રકૃતિવાળો છે એની ઓળખાણ એ છે કે, જે સિંહપ્રકૃતિવાળો માણસ હોય છે તે ગાળો કે મારને ન જોતાં, ગાળે કે મારે ઉત્પન્ન ક્યાંથી થર્યા તે જુએ છે. જે દુઃખ થઈ રહ્યું છે, તે દુઃખ પેદા ક્યાંથી થયું ? જેમકે ગજસુકુમાર મુનિના મસ્તક ઉપર ધગધગતા અંગારાં મૂકવામાં આવ્યાં ત્યારે મુનિ સિંહની સમાન બન્યા કે શ્વાનની જેવા? તેઓ સારી રીતે જાણતા હતા કે, આ સેમલની એટલી શક્તિ નથી કે તે માથા ઉપર અંગારાં મૂકી શકે ! અંગારાં મૂકનાર તે મારો આત્મા જ છે. એ તે કેવળ નિમિત્ત છે. ઉપાદાન તે મારો આત્મા જ છે. જો હું ઉપાદાનને ન જોઉં અને નિમિત્તને જોઉં તો તે હું શ્વાનવૃત્તિવાળ કહેવાઉં. આ પ્રમાણે વિચાર કરી તેમણે અંગારાંને દોષ ન આપો, સોમલને પણ દેષ ન આપ્યો, પણ પિતાના આત્માને જ દોષ આપે. આ જ સિંહને સ્વભાવ છે. આ જ સિંહવૃત્તિ છે. આ જ પ્રમાણે જે પિતાના આત્માને જ જુએ છે, પરપદાર્થોને જેતે નથી તે મનુષ્ય તો સિંહની સમાન છે. અને જે પિતાના આત્માને ન જોતાં પરપદાર્થોને જુએ છે અને બીજાઓને અપરાધી માને છે તે શ્વાનવૃત્તિવાળો છે. જે ગજસુકુમાર મુનિ ચાહત તે સોમલને નસાડી શક્તા હતા અથવા પોતે જ નાસી શકતા હતા પણ જે તેઓ એમ કરત તે આજે શાસ્ત્રકારો તેમની મહિમા ગાત નહિ.
આ તે સાધુઓની વાત થઈ પણ શ્રાવકેને માટે પણ આવાં ઉદાહરણ મળી આવે છે. જ્યારે દેવ પિશાચ બની કામદેવ શ્રાવકને મારવા લાગે ત્યારે કામદેવે એમ ન વિચાર્યું કે, “હે ! પ્રભો ! હું તારે શ્રાવક છું છતાં આ પિશાચ મને કેવું કષ્ટ આપી રહ્યો છે!” પણ તેમણે એમ વિચાર્યું કે, “આ પિશાચ મને મારે ધર્મ છોડવાનું કહે છે પણ હું સિંહને સ્વભાવ છોડી શ્વાનને સ્વભાવ કેમ ધારણ કરી શકું? આ દેવે ધર્મને ત્યાગ કર્યો છે એટલે તે મને મારવા માટે તૈયાર થયો છે પણ મારે ધર્મ મને એવી શીખામણ આપે છે કે,