Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૬૫૪] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક ગયો. તેને ગાડીવાળો તેને કહેવા લાગ્યો કે, સાહેબ, આપે મને એને બહાર કાઢવાનું કેમ ન કહ્યું? ન્યાયાધીશે જવાબ આપ્યો કે, જો હું તને એ કામ ઍપત તે એ કામ ભાડુતી થઈ જાત. મેં આ કામ કાંઈ બીજાનું કર્યું નથી પણ પોતાનું જ કામ કર્યું છે. આ સૂવર દુઃખી થત હતા એ કારણે મારા હૃદયમાં પણ દુઃખ થયું. એનું દુઃખ દૂર કરી મેં મારું જ દુઃખ દૂર કર્યું છે. એને હવે આનંદિત થતા જોઈ મને પણ આનંદ થાય છે.
લેકે પિતાને ફેટો ઉતરાવે છે ત્યારે ભાડાનાં દાગીનાં પણ પહેરે છે. પણ આ પ્રમાણે ફેટે ઉતરાવવો એ સાચો ફોટો નથી. સાચો ફેટે તે તે છે કે, જે બીજાને સુખી બનાવી તેની છાપ હમેશાને માટે હદયમાં પડાવી રાખે.
અમેરિકાને ન્યાયાધીશ તે અનુકંપા માટે આમ કરે અને ભારતના શ્રાવકે જે પિતાનાં ઘરના લોકોની પણ દયા ન કરે તે એ કેટલું બધું અનુચિત કહેવાય ? એટલા માટે તમે કાંઈ નહિ તે તમારા ઘરવાળાઓ પ્રત્યે તે દયાભાવ અવશ્ય રાખો.
આ પ્રમાણે કર્યાવરણને નષ્ટ કરવા માટે અહિંસાદિ જે ઉપાયો બતાવવામાં આવ્યાં છે તે ઉપાયોથી પારલૌકિક લાભ પણ છે અને ઈહલૌકિક તાત્કાલિક લાભ પણ છે એટલા માટે તમે લેકે અહિંસાદિ ગુણોને જીવનમાં અપનાવો તે તેમાં કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૩ કારતક સુદી ૧૦ મંગળવાર
પ્રાર્થના શ્રી “દઢરથે” નૃપતિ પિતા, “નન્દા” થારી માય; રામ રામ પ્રભુ મેં ભણી, શીતલ નામ સુહાય.
જય જય જિન ત્રિભુવન ધણી. છે ૧
–વિનયચંદ્રજી કુંભ, ચોવીશી થી શીતલનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્મા પ્રત્યે જેમને અવિચળ શ્રદ્ધા છે તેઓ પરમાત્માને કેવા રૂપમાં જુએ છે એને માટે આ પ્રાર્થનામાં કહ્યું છે કે –
સેવ્યા સુરતરુ જેહ, વાંછિત સુખ દાતાર. ભક્તજને કહે છે કે, “હે ! પ્રભો ! તું કલ્પવૃક્ષની સમાન છે.” આ કથનને વિષે સાચા ભકતને કોઈ પ્રકારનો સંદેહ કે તર્કવિતર્ક થતો નથી. બલિક તેઓ તે ત્યાં સુધી કહે છે કે, “હે ! પ્રભો ! તારા માટે કલ્પવૃક્ષની ઉપમા પણ યોગ્ય નથી.” સાચા ભકતો તો પરમાત્મા વિષે આમ કહે છે પરંતુ જેઓ સાચા ભક્ત નથી અને જેમના મનમાં પરમાત્મા વિષે શંકા છે તેઓ એમ કહે છે કે, “જે પરમાત્મા કલ્પવૃક્ષની સમાન છે તે પછી અમારે કોઈ પ્રકારનાં કષ્ટો સહેવાની જ જરૂર નથી; પછી તે પરમાત્માનું નામમાત્ર લેવાથી બધું કામ પતી જાય. પણ જે વાસ્તવમાં પરમાત્મા કલ્પવૃક્ષની સમાન જ હોય તે અમે પરમાત્માનું