Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૬૫૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
સ્થિતિ એવી છે કે માતાપિતાને ઉપકાર માનવાને બદલે તેમની અવજ્ઞા કરવામાં આવે છે. માબાપો હજારો રૂપિયાના ખર્ચ કરી અને પોતે ગરીબ બનીને પણ પુત્રાને ભણાવે-ગણાવે છે પણ પુત્રા આટલે મેાટા ખર્ચ કરીને શું ભણ્યા ? આવી શિક્ષા વાસ્તવમાં શિક્ષા નથી પણ કુશિક્ષા છે. સાચી શિક્ષા કાને કહેવી એને માટે કહ્યું છે કેઃ— ૮ ના વિદ્યા યા વિમુયે ।’
સાચી. શિક્ષા તે છે કે, જે બંધનેને તાડે; પણ આજે તે વિદ્યાને નામે ઊલટું બંધનેામાં પડવામાં આવે છે.
અત્રે કહેવાનું એ છે કે, તે વકીલ પિતા, પુત્રનું રુદન સાંભળી પોતાનું મહત્ત્વનું કામ છેડીને પણ બાળકની પાસે ગયા અને તેને શાન્ત કર્યા. પિતાનું આ કા બાળકને માટે ઉપકારક છે કે નહિ ?
"
આ જ પ્રમાણે કાઈ મહાત્મા, ધ્યાનનું મહત્ત્વનું કામ છેાડી કાઈના મનનેા સંશય દૂર કરે અને ધર્મખાધ આપે એ તેમના ઉપકાર છે કે નહિ ? રાજા શ્રેણિકતા મુનિએ ધ્યાન–મૌન તાડી તેને ઉપદેશ આપ્યા એટલા માટે તે મુનિના ઉપકાર માને છે અને કહે છે કે, “ મારા અપરાધ માફ કરીશ. મેં પહેલા અપરાધ તે એ કર્યું કે, મેં આપનું ધ્યાન તેાડયું. અને બીજો અપરાધ એ કર્યો કે આપને ભાગ–ઉપભાગ માટે આમંત્રણ આપ્યું. મેં આપને એમ કહ્યું કે, આપ આ ભરજુવાનીમાં કષ્ટા શા માટે સહન કરી છે ! તમે મારી સાથે મારા રાજ્યમાં ચાલા અને સુખેથી ભાગોના ઉપભોગ કરો. મારા એ અપરાધ હતા કે હું તમને સૈંયમ ધારણ કરવામાં દુઃખી સમજી રહ્યો હતા. મારા એ અપરાધ તમે માફ કરે.”
રાજાએ મુનિને ભાગે પભોગ માટે આમત્રણ આપી શે! અપરાધ કર્યાં ? તે તે મુનિને માટે દરેક પ્રકારની સગવડતા આપતા હતા તે પછી તેણે અપરાધ કર્યાં એમ કેમ કહી શકાય ? આ પ્રશ્નના ઉત્તરમાં એ જ જણાવવાનું છે કે, જો તમે આ વાતને બરાબર સમજી લેા તે પછી દેવ-ગુરુ સંબંધી ઘણી વાર્તાને નીવેડા એની મેળે જ આવી જાય ! રાજાએ મુનિને ભાગાપભાગને માટે આમત્રણ કર્યું, એને જો તમે રાજાનેા અપરાધ માને છે તો પછી તમે તમારા વિષે પણ એમ જીએ કે, તમે ક્યાંય અમને સાધુઓને આ જ પ્રકારની સંસારની ધાંધલમાં તેા પાડતા નથી ને ? તમે કે તમારા પૂર્વજોએ સાધુઓને એવા ધાંધલમાં પાડી દીધા છે કે જેથી સાધુને હાસ થઈ ગયા છે. જેમકે સાધુએને એમ કહેવામાં આવે છે કે, ગમે તે થાય પણુ અમને તા ધનપ્રાપ્તિ થાય એવા ઉપાય બતાવા અથવા પીચર બતાવેા. તમે તેા દયાળુ છે એટલા માટે અમને તેજી-મંદીના આંક બતાવા.' ઘણી જગ્યાએ આ પ્રકારની તેજી–મંદી બતાવનારા વેશધારીઓને પણ સગવડતા આપવામાં આવે છે પણ આ બધી સગવડતાએ સાધુતાની સીમા બહારની છે. એટલા માટે જો તમે રાજાના કામને અપરાધરૂપ માને છે તે તમે પણ સાધુતાથી વિપરીત જે કામ હોય તે ન કરે.
"
રાજા શ્રેણિક કહે છે કે, “ હે! મુનિ ! હું આપ જેવા સનાથને પણ અનાથ બનાવવા ચાહતા હતા. હું ભાગના કીડા આપને પણ ભાગમાં જ પાડવા ચાહતા હતા. મેં અજ્ઞાનતાને કારણે આપને અપરાધ કર્યા છે માટે મારા અપરાધ મા કરો,
રાજાએ જે અપરાધ કર્યા હતા તે અજ્ઞાનને કારણે કર્યાં હતા પણ તમે જાણી જોઈ ને તેા અપરાધ કરતા નથી ને ? તમે જાણીજોઈને એવા અપરાધ ન કરો અને જો કાઈ સાધુ