Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદી ૮ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૬૫૧
માતા કે એક બાળક છે. તેના પિતા ડાકટર, વકીલ કે મેટા ન્યાયાધીશ છે. પિતા કોઇ મહાન કામમાં મશગૂલ હતા તે વખતે બાળક રાવા લાગ્યો. બાળકનું રુદન પિતાથી જોઈ શકાયું નહિ એટલે તે પેાતાનું મહત્ત્વનું કામ છેડી દઈ બાળકની પાસે આભ્યા અને તેને શાન્ત કર્યાં. હવે આ બાળક ઉપર પિતાને ઉપકાર છે કે નહિ ? જે બાળક કૃતજ્ઞ હશે તે તે પિતાને મહાન ઉપકાર માનશે. બાળપેથીમાં માતાપિતાના કેા ઉપકાર હાય છે એ બતાવવા માટે લખ્યું છે કેઃ—
ઘડી એક
ખરદાસ;
તે
નરના નર
દાસ.
ટગમગ પગ ઢગતાં નહીં, ખાય ન શકતા ખાદ; ચાલી ન શકતા આપથી, લેશ હતી નહિ લાજ. તે અવસર આણી દયા, માળકને મા-મપ; પાળે પાષે પ્રેમથી, તે ઉપકાર અમાપ. કાઇ કરે એવે સમે, આખી મર થઈ રહે, માતાપિતાને આટલા મહાન ઉપકાર છે. શું એ ઉપકારને ભૂલી જઈ શકાય ? પરંતુ આજે માતાપિતાને ઉપકાર કેવી રીતે માનવામાં આવે છે અને કેવી રીતે માનવામાં આવતા નથી એ વાત કહેવામાં આવે તે તે વાત ઘણી જ લાંખી છે. આજની કેટલીક શિક્ષા માતાપિતાના ઉપકાર ભુલાવે છે અને જે શિક્ષા માતાપિતાના ઉપકારને ભુલાવતી હાય તેને શિક્ષા જ કેમ કહી શકાય ? માતાપિતા, બાળકા માટે આજની શિક્ષા પાછળ થતા મેાટા ખર્ચ ઉપાડે છે. સાંભળવામાં આવે છે કે, મુંબઈમાં વિદ્યાર્થીનું સાધારણ ખર્ચ માસિક પચાસ રૂપિયા થાય છે. માતાપિતા આટલા મોટા ખર્ચ ઉપાડી પોતાના પુત્રાને ભણાવે છે; પણ આજના સુધરેલા પુત્રા અનગ્ન પોશાકમાં કાલેજમાંથી નીકળી માતાપિતાને વૃદ્ધ, બુદ્ધિહીન અને જૂના જમાનાના માનવા લાગે છે. શું આ પણ કાંઈ શિક્ષા છે ? જૈનશાસ્ત્ર માતાપિતાને કેટલું મહત્ત્વ ખતાવે છે. એને માટે કહ્યું છે કેઃ—વયુહનલાલા | અર્થાત્—માતાપિતા દેવગુરુ સમાન છે. આ પ્રમાણે શાસ્ત્ર તેા માતાપિતાનું આટલું મહત્ત્વ બતાવે છે, ત્યારે આજના છોકરાએ માતાપિતાને આમ કહે છે. હવે આજના રાએ લાયકાત શીખીને આવ્યા છે કે નાલાયકી શીખીને આવ્યા છે એ વાત તે સાધુઓની સંગતિ કરવામાં આવે તા જાણવામાં આવે.
ક
એ
વિલાયત વિષે સાંભળ્યું છે કે, ત્યાં જો પેાતાના પિતા ઘેર આવે તે તેને હાટલમાં ઉતારવામાં આવે છે. પોતાના પિતાને ઘરમાં ઉતરવાની જગ્યા પણ આપવામાં આવતી નથી. ખાવા-પીવાનો પણ હોટલમાં જ પ્રબંધ કરી દેવામાં આવે છે અને તેનું બીલ ચુકવી આપવામાં આવે છે. ખીલ પણ પુત્ર ચુકવી આપે તે તેની મહેરબાની. પિતા પુત્ર ઉપર કાંઈ ખાણ કરતા નથી. ભારતદેશની સ્થિતિ હજી આવી નથી. ભારતદેશ આ ક્ષેત્ર છે. અહીં માતાપિતાને ઘણી જ ઊંચી દૃષ્ટિએ જોવામાં આવે છે; પણ આજે પાશ્ચાત્ય સભ્યતાની અસર ભારતદેશ ઉપર પણ પડવા લાગી છે.
ભારતની પૂર્વ પતિ કેવી હતી કે રાજા શ્રેણિક, ધ્યાનભંગ કરવામાં અને પ્રશ્ન પૂછવામાં પણ પેાતાના અપરાધ માની મુનિ પાસે તેની ક્ષમા માંગી રહ્યો છે, જ્યારે આજની