Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૬૫૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
રીતે આપે છે એ જાણવા માટે તમે એમ સમજો કે, પરમાત્માને પતિતપાવન કહેવામાં આવે છે, પતિતનાશક કહેવામાં આવતા નથી. શું પરમાત્મા પતિને નષ્ટ કરી ન શકે? તે નષ્ટ તે કરી શકે છે પણ એ તો રાજા પણ કરે છે. જે ઈશ્વર પણ એવું જ કરે તે પછી તેની મહત્તા શી ? ઈશ્વર એમ કરે તે તે ઈશ્વર રહી ન શકે. તે ઈશ્વર ત્યારે જ છે કે જ્યારે તે મોટું કામ કરે છે. પતિતાને નષ્ટ કરવા એ કોઈ મોટું કામ નથી; પરંતુ પતિતાને પાવન કરવા એ જ મોટું કામ છે. આ મોટું કામ કરવાને કારણે જ ઈશ્વર પતિતપાવન કહેવાય છે. જે સામાન્ય કામો બીજા લોકે કરે છે તે સામાન્ય કામ ઈશ્વર કરે તે એમાં તેનું શું ઈશ્વરત્વ છે? અપરાધને બદલે દંડ દ્વારા આપ એ જઘન્ય ઉપાય છે. આ જઘન્ય ઉપાયનો ઉપયોગ કરનાર તે સંસારમાં ઘણા છે, પરંતુ અપરાધને બદલે ઉત્કૃષ્ટ ઉપાય દ્વારા આપવો અર્થાત મા દ્વારા આપવો એમાં જ ખરી ખૂબી છે.
આ પ્રમાણે કર્મોને નષ્ટ કરવા માટે શાસ્ત્રકારોએ જે ઉપાયો બતાવ્યાં છે એ ઉપાયદ્વારા ક્ષમાની માફક તાત્કાલિક લાભ પણ થાય છે. ક્ષમા, અહિંસા આદિ જે ગુણ કર્મા વરણને દૂર કરવા માટે શાસ્ત્રકારોએ બતાવ્યાં છે એ ગુણોથી જગતને પણ ઘણી શાન્તિ મળે છે. જે સંસારમાંથી આ ગુણો એક ક્ષણભરને માટે દૂર કરવામાં આવે તે આ સંસાર તપાવેલા લેઢાની માફક સંતપ્ત બની જાય. અહિંસા-ક્ષમા આદિ ગુણોને કારણે જ સંસારમાં સુખ અને શક્તિ છે. અનાથી મુનિને અધિકાર–૭૪
ધર્મને ઉપદેશ સાંભળી રાજા શ્રેણિકને હૃદયપલટ કેવો થઈ ગયે તે જુઓ. તેણે મુનિની પાસે પોતાનાં અપરાધની ક્ષમા માગી. મુનિ તે કોઈને અપરાધી માનતા જ ન હતા. જે તેઓ રાજાને અપરાધી માનતા હતા તે તેને ઉપદેશ જ શા માટે સંભળાવત ? પરંતુ જે બીજાના અપરાધને માનતા નથી તેમના ભક્તો તેમની ક્ષમાથી પોતાના ઉપર વધારે ભાર સમજે છે અને એમ વિચારે છે કે અમે આ ઋગથી ક્યારે મુક્ત થઈ શકીએ?
અપરાધની ક્ષમા માંગતે રાજા શ્રેણિક પિતાને શું અપરાધ છે તે બતાવતાં કહે છે કે, “હે ! મુનિવર ! આપ સમાધિમાં બેસી ધ્યાન કરી રહ્યા હતા ત્યારે મેં આપે દીક્ષા કેમ ધારણ કરી! એ તુચ્છ પ્રશ્ન કર્યો. મને આપનું ધ્યાન તેડવાને અને આ પ્રશ્ન પૂછવાને શ અધિકાર હતો ? પણ મને અધિકાર ન હોવા છતાં મેં આપનું ધ્યાન તોડ્યું. મારે એ અપરાધ છે. આપ મારા એ અપરાધને માફ કરે.”
શું પ્રશ્ન પૂછે એ પણ અપરાધ છે કે, રાજા શ્રેણિક તેને માટે ક્ષમા માંગે છે? રાજા શ્રેણિક પ્રશ્ન પૂછવાને અને ધ્યાનભંગ કરવાને પણ પોતે અપરાધ કર્યો છે, એમ માની પિતાની સીમાતીત નમ્રતાનો પરિચય આપી રહ્યો છે. તે કહે છે કે, મારે પ્રશ્ન તુચ્છ હતું અને આપનું ધ્યાન મોટું હતું. મેં તુચ્છ કામને માટે મોટા કામની હાનિ કરી છે એ મારે અપરાધ છે. રાજા આ પ્રમાણે કહી પિતા ઉપર મુનિના ઉપકારને વધારે ભાર છે એમ બતાવે છે. આ ઉપકારનું પૂર્ણ રહસ્ય તો કોઈ જ્ઞાની જ બતાવી શકે છતાં હું સ્વબુદ્ધિ અનુસાર તેને સમજાવવાનો પ્રયત્ન કરું છું.