Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૨૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ આ ધનવાન બન્યા છો એ ગરીબોને વિચાર ન કરે અને તેમને દુઃખમાં જોઈ તમારું હૃદય પીગળે નહિ તે એ દિશામાં એમ કેમ કહી શકાય કે તમે આ કથા સાંભળવાને પાત્ર બન્યા છો ?
' દક્ષિણ પ્રાંત વિષે સાંભળ્યું છે કે, ત્યાં દુષ્કાળને કારણે નવ આનામાં સાત ગાય : વેચવામાં આવી છે. સાત ગાયોની શું નવ આના કીમત છે! પણ ખરીદનાર મફત લેવા ' ચાહતે નહિ હોય એટલે તેણે આ નામની કીંમત આપી હશે. સાથે એવું પણ સાંભળ્યું છે કે, પાંચ હજાર પશુઓને કસાઈઓ લઈ ગયા છે, કે જેઓ તેમની કલ કરશે. તમે લેકે ગાયોની આવી દુર્દશા જોઈ જે સારાં. ખાનપાનમાં, ઓઢવા-પહેરવામાં તથા નાટક-સિનેમા - જોવામાં જ રહે તે એમ કહેવાય કે તમે તમારા ધનને સદુપયોગ કરો છો ? અને શું તમે સનાથ-અનાથને ભેદ સમજવાના પાત્ર બન્યા છો ?
- રાજા શ્રેણિકનું પ્રાથમિક કાર્ય કેવું હતું તે જુઓ. તે મુનિને કહેતો હતો કે, હું કોઈને દુઃખી જોઈ શકતા નથી. બીજાઓને દુ:ખી જોઈને હું સુખોપભોગ કરું એ મારાથી - બની શકતું નથી. રાજા શ્રેણિક આ પ્રકારને વિચાર કરતો હતો, અને જેમનામાં આ પ્રકારને - વિચાર છે તે જ માણસ આ સનાથ-અનાથના ઉપદેશને પાત્ર બની શકે છે.
મુનિએ. જ્યારે તેને એમ કહ્યું કે, હું અનાથ હતો એટલે મેં દીક્ષા લીધી. ત્યારે તેણે હસીને કહ્યું કે, એમ છે તે હું તમારે નાથ બનું છું. પણ જ્યારે મુનિએ તેને માટે એમ કહ્યું કે, તું પિતે પણ અનાથ છે તે પછી બીજાને નાથ કેમ બની શકે? આ સાંભળી તેને ઘણું આશ્ચર્ય થયું. તે વર હતો, એટલા માટે તે મુનિનું કથન સાંભળી ચૂપ બેસી ન રહ્યો પણ તેણે નિર્ણય કરાવવા ચાહું અને મુનિને કહ્યું કે, હું રાજા છું, મારી પાસે આટલી બધી સંપત્તિ છે અને હું આજ્ઞાને ઈશ્વર છું તે પછી હું અનાથ કેવી રીતે છું? શું તમારું આ કથન નથી?
રાજાએ આ વાત કઈ બીજાને કહી હતી તે સંભવ છે કે તે નારાજ થઈ જાત પણ આ મુનિ તે ક્ષમાના ભંડારસમાં હતા, એટલા માટે રાજાના કથનના જવાબમાં તેમણે એમ કહ્યું કે, “હે! રાજન્ ! આમ કહેવામાં તારે દોષ નથી પરંતુ તારા અજ્ઞાનને જ દોષ છે. તું સનાથ અને અનાથનું સ્વરૂપ જાણતા નથી, એટલા જ માટે તું આ પ્રમાણે કહે છે.”
આ પ્રમાણે કહી મુનિએ રાજાને સનાથ-અનાથનું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજાવ્યું. ત્યારે રાજા હાથ જોડી મુનિની ક્ષમા માંગવા લાગ્યો અને કહેવા લાગ્યો કે, મેં આપને અનુચિત વાત કહી આપને અપરાધ કર્યો છે. આપ મારો એ ઘેર અપરાધને ક્ષમા કરે. સુદર્શન-ચરિત્ર-૬૯
સુદર્શન મુનિને વિચલિત કરવાને જેણે પ્રયત્ન કર્યો હતો તે. હરિણી વેચ્યા પણ સુધરી ગઈ અને પંડિતાને કહેવા લાગી કે, હું મુનિથી હારી ગઈ. જો હું મુનિદ્વારા પરાજિત થઈ ન હતા અને મારો વિચાર બદલ્યો ન હત, તે ન જાણે મારી કેવી ગતિ થાત ! એ તે બહુ સારું થયું કે, તે મને મુનિને વિચલિત કરવાનું કહ્યું અને મેં મુનિને વિચલિત કરવાનો પ્રયત્ન કર્યો. મેં મુનિને વિચલિત કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે મુનિ પારસમણિની સમાન હોવાથી લોઢા જેવી મને પણ તેમણે સેનાની માફક પવિત્ર બનાવી દીધી. હવે તે હું એ મુનિની શિષ્યા બની ગઈ છું. એટલા માટે જે માર્ગ તેમનો છે તે જ માર્ગ મારો પણ છે.