Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદી ૧]
.. રાજકોટ–ચાતુર્માસ
[૬૨૭
આઠ મણ ચોખા અને એક રૂપિયાનું ત્રીશ શેર ઘી મળતું હતું. તે જમાને કે સારે હશે ! તે જમાનામાં આજની માફક વીજળી, રેડિયે, સાઈકલ, મોટર વગેરે ન હતાં છતાં તે જમાનાના લોકો કેવાં સુખી હશે અને તેમનામાં કેવી શક્તિ હશે એ કેણ કહી શકે?
આજે લેકે કહે છે કે, જમાને સુધરી રહ્યો છે પણ જમાનો સુધરી રહ્યો છે કે બગડી રહ્યો છે અને નિર્ણય કેણ કરે ? . કહેવાનો આશય એ છે કે, અન્ન વિના જીવન નભી શકતું નથી. ભગવાન સંભવનાથ જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે અન્નને સંભવ થવાને કારણે જ તેમનું નામ સંભવનાથ પડયું. જેટલા તીર્થંકર થયા છે તે બધા દયાળુથી પણ વધારે દયાળુ થયા છે. બધાએ દીક્ષા લીધા પહેલાં એક વર્ષ સુધી હમેશાં ૧૦૮ લાખ સોનામહોરનું દાન આપ્યું છે અને એ પ્રમાણે પૃથ્વીને સ્વર્ણમયી બનાવ્યા બાદ દીક્ષા લીધી છે. જાણે ભગવાને આ કાર્ય એટલા જ માટે કર્યું ન હોય કે ભવિષ્યની જનતા દયા-દાનમાં પાપ માનવા ન લાગે. આમ હોવા છતાં જો કોઈ માણસ દયા-દાનમાં પાપ માને તે એ તેના મેહને જ પ્રતાપ છે એમ સમજવું જોઈએ. " ભગવાને દીક્ષા લીધા પહેલાં તો સોનામહોરનું દાન આપ્યું અને દીક્ષા લીધા બાદ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી જનતાને કેવલજ્ઞાનના પ્રકાશનું દાન આપ્યું. તેઓએ જનતાને સદ્દબોધ આપ્યો છે કે, “હે ! સંસારના જીવો ! સામાન્ય દુષ્કાળ પડવાને કારણે જ તમારી સ્થિતિ કેવી બની જાય છે તેને વિચાર કરો કે તમારે આવાં કષ્ટ કેટલીવાર ભેગવવાં પડ્યાં છે! તમારે ભવિષ્યમાં આવાં કષ્ટ સહન કરવાં ન પડે એ વાત તમારા હાથમાં જ છે.”
આ ઉપદેશ ભગવાન સંભવનાથે આવે છે અને આ જ ઉપદેશ બધા તીર્થકરે આવે છે. ઉપદેશ તે તે જ હોય છે પણ પાત્રને ભેદ અવશ્ય હોય છે. એક જ કુવાનું પાણી કાંદાના ક્યારામાં જઈ કાંદાના રસરૂપે પરિણમે છે અને શેરડીના ક્યારામાં જઈ શેરડીના રસરૂપે પરિણમે છે. આ જ પ્રમાણે તે પાણી ગુલાબના ક્યારામાં જઈ ગુલાબરૂપે પરિણમે છે. પાણી તે તે જ છે પણ ઉપાદાનના ભેદને કારણે તેમાં પણ ભેદ પડી જાય છે. કુંભારને ત્યાં એક જ ખાડાની માટી આવે છે પણ તે જ માટીનાં જુદા જુદા પ્રકારનાં વાસણો બને છે. ઉપાદાન માટી તે એક જ પ્રકારની છે પરંતુ નિમિત્ત અને કર્તાના ભેદને કારણે તેનાં વાસણમાં પણ ભેદ પડી જાય છે. આ પ્રમાણે કોઈવાર તો ઉપાદાનના ભેદથી પણ ભેદ પડી જાય છે અને કોઈવાર કર્તા કે નિમિત્તના ભેદથી ભેદ પડી જાય છે. એટલા માટે કેવલ ઉપાદાનને જ ન જોતાં નિમિત્તને પણ સાથે જોવાની જરૂર રહે છે. જેનદર્શનનું આ જ રહસ્ય છે. કેવલ એક જ વાતને પકડી બેસવું અને બીજી વાતને ભૂલી જવું એ જૈનદર્શનના રહસ્યને ન જાણવાનું અજ્ઞાનપણું બતાવે છે. અનાથી મુનિને અધિકાર–૭૦
મતલબ કે, ઉપદેશ તે એ જ હોય છે પરંતુ પાત્રાનુસાર ઉપદેશ લાભ કરનારો હેય છે. અનાથી મુનિની સામે શ્રેણિક રાજા ઉપદેશને પાત્ર હતા; એટલા માટે મુનિને ઉપદેશ સાંભળી તેને જીવનપલટો થઈ ગયો. રાજા શ્રેણિક પહેલાં તો એમ કહેતા હતા કે, આ આવા સ્વરૂપવાન, સ્વસ્થ અને ભરયુવાનીમાં હોવા છતાં મુનિ કેમ થયા? ભેગોને ઉપભોગ કેમ