Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદી ૭]
રાજકેટ–ચાતુર્માસ
તમને કઈ એમ પૂછે કે, તમે ક્યાં રહે છે? તે તમે જવાબમાં એમ જ કહેશે કે, અમે રાજકોટમાં રહીએ છીએ. તમારું નિવાસસ્થાન ક્યાં છે તે એ પ્રશ્નના જવાબમાં એમ જ કહેવામાં આવશે કે, મારું નિવાસસ્થાન રાજકોટ છે. પ્રસંગવશાત રાજકોટ મારું છે” એમ કહેવામાં આવે છે. રાજકોટના જે લેકો રહેવાશી છે તે બધા રાજકોટને પિતાનું જ માને છે, પણ જ્યારે રાજકોટ કોનું છે એ વિષે વિચાર કરવામાં આવે છે તે રાજકોટ તે રાજાનું છે–રાજકોટના માલીક તે રાજા છે–એમ કહેવામાં આવે છે. આ પ્રમાણે તમારી દષ્ટિએ પણ રાજકોટ રાજાનું છે. તમે રાજકોટના રાજાના રાજ્યમાં રહે છે એમ તમે પોતે પણ માને છો, પરંતુ રાજકોટનરેશને એમ પૂછવામાં આવે કે, તમે કોના રાજ્યમાં રહે છે ? ત્યારે તેઓ એમ કહેશે કે, અમે ગવર્નમેન્ટના રાજ્યમાં રહીએ છીએ. જ્યારે ગવર્નમેન્ટને પૂછવામાં આવે કે, રાજ્ય તમારું છે તે તેઓ કહેશે કે, અમે તે નકર છીએ, રાજ્ય તે બાદશાહનું છે. આથી આગળ બાદશાહને પૂછવામાં આવે તો તે બીજું જ કાંઈ કહેશે અને એ પ્રમાણે પરંપરા વધતી જ જશે. એટલા માટે આ વાતને વધારે ન વિસ્તારમાં એટલું જ કહું છું કે, આ વ્યવહારની વાતની માફક જગતને વિષે કોઈ એવો પ્રશ્ન કરે કે, આ જગત કોનું છે ? તે કોઈ એમ કહે છે કે, ધર્માસ્તિકાય કે પંચાસ્તિકાયનું આ જગત છે, કોઈ એમ કહે છે કે, જગત તે જડરૂપ છે એટલા માટે જડ પદાર્થોનું જગત છે, કોઈ ચિંતન્યનું કહે છે, કોઈ જડ-ચૈતન્ય બન્નેનું કહે છે અને કોઈ પંચભૂતનું આ જગત છે એમ કહે છે. આ બધી વાત યથાસ્થાને બરાબર છે પણ ભક્તજનો આ વાતથી આગળ વધીને કહે છે કે, આ આખું જગત પ્રભુમય છે. પ્રભુ આ જગતના શિરોમર્ણિ છે. આ જગતે જે પ્રભુને મસ્તકના મણિની સમાન મસ્તક ઉપર ધારણ કરી રાખેલ છે તે જ અમારા પ્રભુ છે. જ્યારે મસ્તકને વિચાર કરવામાં આવે છે ત્યારે ધડનો પણ વિચાર કરવો આવશ્યક છે. એટલા માટે જ્યારે અમે પ્રભુને જગતશિરોમણિ માનીએ છીએ તે જગત કે જે પરમાત્માનું ધડ છે તેને પણ માનવું આવશ્યક છે. એટલા માટે જગત જેમનું ધડ છે અને જે આ જગતના શિરેમણિ છે તે પ્રભુ અમારા સ્વામી છે અને અમે તેમના સેવક છીએ.
ભક્તોને કદાચ કોઈ એમ કહે કે, શું તમે એવા પ્રભુને જોયા છે? તો આ પ્રશ્નના ઉત્તરમાં તે ભક્તો એમ કહે છે કે, અમે પ્રભુને જોયા નથી. જે પ્રભુને જોયા હતા તે જે પ્રમાણે પાણી મળવાથી સાકરની પુતળી જળમય બની જાય છે તેમ અમે પણ પ્રભુમય બની ગયા હતા. અમે પ્રભુને જોયા નથી પણ પ્રભુને જાણવા લાગ્યા છીએ. જે લોકોએ પરમાત્માને જગતશિરોમણિ માન્યા છે તેમની સહાયતાથી અમે પણ પરમાત્માને ઓળખવા લાગ્યા છીએ અને એમ માનવા લાગ્યા છીએ કે, જગતશિરોમણિ પરમાત્મા અમારા સ્વામી છે અને અમે તેમના સેવક છીએ.
પરમાત્મા જગતના શિરોમણિ છે અને આપણે તેમના સેવક છીએ એ માનવા છતાં ભૂલ કયાં થાય છે તે જુઓ. આપણે જગતશિરોમણિ પરમાત્માના સેવક છીએ એટલા માટે સેવકનું કર્તવ્ય શું છે તે આપણે જોવાની જરૂર છે. શું સેવક સ્વામીનું ઘર લૂટે ખરો ? નહિ. સાચે સેવક તો તે છે કે, જે સ્વામીને નિમકહરામ નહિ પણ નિમકહલાલવફાદાર હોય. આપણે પણ જે સ્વેચ્છાએ અને સાચા દિલથી પરમાત્માના ભક્ત થયા છીએ
૩૬