Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદી ૮]. રાજકોટ–ચાતુર્માસ
[ ૬૪૭ પ્રાર્થનાદ્વારા આત્મા ઉપરથી કર્યાવરણને દૂર કરવાં એ સાધન છે અને ઈશ્વરત્વ પ્રગટાવવું એ સાધ્ય છે. આ સાધ્યની પ્રાપ્તિ માટે જ પરમાત્માની પ્રાર્થના રૂપી સાધનને ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, એક દિવસ પરમાત્મા પણ આપણા આત્માની માફક જ કર્માવરણથી લિપ્ત હતા. આ કર્માવરણને નષ્ટ કરીને જ પરમાત્મા થયા છે. પરમાત્મા આપણું સામે આદર્શરૂપે છે. જે આપણે પરમાત્માના આદર્શને દૃષ્ટિ સમક્ષ રાખી તેમણે બતાવેલા માર્ગે ચાલીશું તે આપણે આત્મા પણ કવરણોને દૂર કરી નાંખશે. પરમાત્માને જોઈ આપણે એ વાત સમજી શકીએ છીએ કે, કર્યાવરણને દૂર કરવાં એ સંભવ છે, અસંભવ નથી. આ કાર્ય સાધ્ય છે, અસાધ્ય નથી. કર્મોની સ્થિતિ જોવાથી માલુમ પડે છે કે, કમ બદલતાં રહે છે. જો કર્મની સ્થિતિ બદલતી નથી એ વાતને આપણને વિશ્વાસ હોય તે નિરાશ થવું પણ ઠીક છે પણ કર્મોને ક્ષયોપશમ થવાથી આત્મા પરિવર્તનને પામે છે એ પ્રત્યક્ષ જોવામાં આવે છે. આ પ્રમાણે કર્મો એક સરખાં રહેતાં નથી એટલા માટે નિરાશ થવાનું કાંઈ કારણ નથી. ઉદાહરણ તરીકે એક જંગલી માણસને પણ શિક્ષાદિનાં સાધનો દ્વારા શિક્ષિત અને સંસ્કારી બનાવી શકાય છે. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, સાધન દ્વારા કે પ્રાકૃતિક રીતિથી જ્ઞાનાવરણીયાદિ કર્મોને ક્ષયો પશય થાય છે. આ પ્રમાણે કર્મોની સ્થિતિ હમેશાં એક સરખી રહેતી નથી અને એ કારણે કર્મોને દૂર કરવાં એ અસાધ્ય નહિ પણ સાધ્ય છે. જે તાવ હંમેશાં એક સરખે રહે છે–વધતે ઘટતું નથી તે તાવ અસાધ્ય માનવામાં આવે છે પરંતુ જે તાવ વધતે ઘટતો રહે છે તે અસાધ્ય નહિ પણ સાધ્ય માનવામાં આવે છે. આ જ પ્રમાણે જે કર્મોની સ્થિતિ અને તેને રસ એક સરખો રહેતો હોત તે તે તે કર્મોને દૂર કરવાં પણ અસાધ્ય માનવામાં આવત; પરંતુ તે વધ-ઘટતે રહેતા હોવાથી કર્મોને દૂર કરવાં સાધ્ય છે; પણ એને માટે પૂાં સાધનની આવશ્યક્તા રહે છે. સાધને હોય તે જ સિદ્ધિ થઈ શકે છે નહિ તે નહિ. એટલા માટે કર્માવરણોથી ન ગભરાતાં એમ વિચારવું જોઈએ કે – રમણસિદ્ધિદાત્ત વતિ પૂરાં જતિ અર્થાત—અનેક જન્મ-જન્માંતરે બાદ પણ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે માટે પુરુષાર્થ કરતાં રહેવું જોઈએ.
એક જ્ઞાનીને એવો સંદેહ થયો કે મારી ક્યારે મુક્તિ થશે સંદેહના નિવારણ માટે તેણે બીજા જ્ઞાનીને આ વિષે પૂછયું કે તેણે જવાબ આપે કે, કોડ જન્મ બાદ તમારી મુક્તિ થશે. આ સાંભળી પહેલે જ્ઞાની બહુ પ્રસન્ન થયા. ત્યારે કેઈએ તેને કહ્યું કે, તમારી મુક્તિ આટલા લાંબા વર્ષો બાદ થશે છતાં તમને પ્રસન્નતા કેમ થાય છે? આ પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે, અનંતભવની આગળ કરેડ ભવ શું ગણતરીમાં છે? મારી મુક્તિ કરોડ ભવમાં થઈ જશે એ જાણવાથી જ મને પ્રસન્નતા થાય છે. આ સાંભળી બીજા જ્ઞાનીએ કહ્યું કે, હવે તમારી મુક્તિ કરેડ ભવની પહેલાં જ થઈ જશે કારણ કે દઢ વિશ્વાસ હોવાને લીધે તારી એ સ્થિતિ પણ ન રહી.
મતલબ કે, કર્મની સ્થિતિ નાશવાન છે એવો દઢ વિશ્વાસ રાખીને આગળ વધતા જાઓ તો આત્મા ઉપરનાં કર્યાવરણ બહુ જલ્દી નષ્ટ થઈ જશે. શાસ્ત્ર કહે છે કે, કર્મો નાશવાન છે એ વાતને વિશ્વાસ રાખી જે કર્મોને દૂર કરવાનો પ્રયત્ન કરે છે તેનાં ગાઢાં