Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદી ૭] રાજકોટ–ચાતુર્માસ
[૬૪૫ છે. આ પ્રમાણે જે અનુમાનથી એમ માનવામાં ન આવે તે મેટી ગડબડ ઊભી થઈ જાય ! અનુમાન અને પ્રત્યક્ષ એ બન્નેય એક જ રથના બે ચક્રોની સમાન છે. રથ એક ચક્રથી ચાલી શક્તિ નથી પરંતુ તેને માટે બને ચક્રોનું હોવું આવશ્યક છે. આ જ પ્રમાણે વસ્તુને નિર્ણય પણ કેવલ પ્રત્યક્ષથી જ થઈ શકતા નથી પરંતુ તેને માટે પક્ષ પ્રમાણની સહાયતા લેવી પણ આવશ્યક છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એ બન્ને પ્રકારના જ્ઞાન દ્વારા જ વસ્તુનું સ્વરૂપ જાણી શકાય છે.
જો કે, પ્રત્યક્ષ પ્રમાણની માફક પક્ષને પણ પ્રમાણ માનવું આવશ્યક છે પરંતુ આત્માને તે પ્રત્યક્ષ જોઈને પણ ભૂલી રહ્યા છે. પિતાને આત્મા પિતાને માટે તે પ્રત્યક્ષ જ છે અને આ આત્મા પ્રત્યક્ષને આધારે બીજાના આત્માને અનુમાન દ્વારા જાણી શકે છે. જેમકે એમ કહેવામાં આવે છે કે, “મેં તે ચીજ આંખથી જોઈ.” આ કથનમાં જેનાર તે કોઈ બીજે જ જણાય છે. આંખ તે કરણ અર્થાત્ સાધન છે. જેનાર તે કોઈ બીજે જ છે અને તે બીજે જ આત્મા છે. આ પ્રમાણે પિતાને આત્મા તે પ્રત્યક્ષ જ છે છતાં તેને ભૂલી જવામાં આવે છે.
આ ઉપરથી કેઈએમ કહે કે, અમે તો આત્માને આંખદ્વારા પ્રત્યક્ષ જેવા ચાહીએ છીએ એમ કહેનારાઓને હું એક વાત સંભળાવવા ચાહું છું. ઉદયપુરમાં એક વકીલે પણ મને એ જ પ્રશ્ન પૂછો હતો કે, આત્મા કયાં છે! તે મને આંખદ્વારા પ્રત્યક્ષ બતાવે. ત્યારે મેં એના પ્રશ્નનો ઉત્તર આપ્યો કે, તમે અંગ્રેજી તે ભણ્યા છો ને ? વકીલે કહ્યું કે, હા, ત્યારે મેં પૂછ્યું કે તે અંગ્રેજી ક્યાં છે તે મને પ્રત્યક્ષ બતાવે વકીલ હસી પડયા અને કહેવા લાગ્યા કે, અંગ્રેજીને કેવી રીતે બહાર કાઢી બતાવી શકાય ? મેં જવાબ આપ્યા કે, જ્યારે અંગ્રેજીને બહાર કાઢી બતાવી શકાતી નથી તે જે અંગ્રેજી ભણતરને સ્વામી છે તેને કેમ બતાવી શકાય ?
વકીલને જેમ અંગ્રેજી ભણતર વિષે કહ્યું તે જ પ્રમાણે પિતપોતાની શિક્ષા અને પિતપિતાના વિચાર પ્રમાણે એવો નિશ્ચય કરે કે, આત્મા છે અને તેનું અસ્તિત્વ છે. જે આત્માનું અસ્તિત્વ માનવામાં ન આવે તે આગળ જતાં કદાચ પશ્ચાત્તાપ કરે પડશે અને તે વખતે રાજા શ્રેણિકની માફક પિતાને અપરાધ સ્વીકારવું પડશે. રાજા કહે છે કે, હે મુનિ! આપે મને આત્માનું ભાન કરાવ્યું છે અને સનાથ-અનાથને ભેદ સમજાવ્યો છે એટલા માટે જગતના નાથ તે તમે જ છે.
અનાથી મુનિને ઉપદેશ સાંભળ્યા બાદ રાજાને હૃદયપલટે કેવી રીતે થયે તેને કઈ ઇતિહાસ નથી; પણ તેને ઇતિહાસ તે આપણે પોતે જ છીએ. જ્યારે આપણે આ ઉપદેશ ઉપરથી સંસારની ચીજોને માટે એમ સમજવા લાગીશું કે, એ ચીજે આપણને અનાથ બનાવે છે, તે વખતે આપણને માલુમ પડશે કે, રાજા શ્રેણિકનું હૃદય મુનિને ઉપદેશ સાંભળી કેવી રીતે પલટાઈ ગયું હશે ? તમે પણ મુનિના ઉપદેશને હદયમાં ઉતારે ત્યારે જ તમને રાજાના હૃદયપલટાની વાત સમજમાં આવી શકશે, અન્યથા નહિ. એટલા માટે મુનિના ઉપદેશ ઉપર વિચાર કરી પિતાના હૃદયમાં તે ઉપદેશ ઉતારવા જોઈએ.
રાજા શ્રેણિક વીર હતા, એટલા જ માટે મુનિને ઉપદેશ સાંભળી તેને જે વિચારે આવ્યા તે વિચારેને તે ચિનગારી રૂપે બહાર પ્રગટ કરે છે, તે વિચારોને દબાવી રાખો.