Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૨૪૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક ભગવાને બતાવેલ આ માર્ગને ભૂલી જઈ, જે ઈન્દ્રિયોના વિષયમાં પડી જાય છે તે અનાથી મુનિના કથનાનુસાર અનાથ છે. એટલા માટે અમારે સાધુઓએ એ વાતનો વિચાર કરે જોઈએ કે જ્યારે અમે તાંબા-પિત્તળ કે સેના–ચાંદી આદિના પાત્રોનો ત્યાગ કર્યો છે તે પછી અમે કોઇના પાત્રો ઉપર મમત્વભાવ શા માટે રાખીએ ? જ્યારે અમે રંગીન વસ્ત્રોને ત્યાગ કર્યો છે તે પછી સફેદ વસ્ત્રો ઉપર મમત્વ શા માટે રાખીએ અને રેશમી વગેરે વસ્ત્રો શા માટે પહેરીએ? આ પ્રમાણે સાધુઓએ તે સાદાઈ જ રાખવી જોઈએ. જે સાધુઓ સુખશીલ બની જાય છે તેઓ સાધુ બનવા છતાં અનાથ જ છે. એટલા માટે સાધુઓએ એ વાતની સાવધાની રાખવી જોઈએ કે, અમે સનાથ થઈને પાછા અનાથ શા માટે બનીએ?
અનાથી મુનિને માટે રાજા શ્રેણિક કહે છે કે, “હે ! મુનિ ! આપ બધા પ્રાણીઓના નાથે છે.” અનાથી મુનિ બધા પ્રાણીઓના નાથ કેવી રીતે છે એનો વિચાર હવે પછી યથાવસરે કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૩ કારતક સુદી ૭ શનિવાર
છે. પ્રાર્થના જય જય જગત શિરોમણિ, હું સેવક ને તું ધણી; અબ તૌસું ગાડી બણ, પ્રભુ આશા પૂરે હમ ત. મુજ હેર કરે, ચંદ્રપ્રભુ, જગજીવન અંતરજામી; ભવ દુઃખ હરે, સુનિએ અરજ હમારી ત્રિભુવન સ્વામી.૧
–વિનયચંદ્રજી કુંભ, ચોવીશી
| ચન્દ્રપ્રભુ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. ભક્ત લકે ભગવાનને કેવા રૂપમાં જુએ છે એ આ પ્રાર્થનામાં બતાવવામાં આવ્યું છે. એક દૃષ્ટિએ તે પરમાત્માનું કાંઈ રૂપ જ નથી અને બીજી દષ્ટિએ એ ક પદાર્થ છે કે જેની દ્વારા પરમાત્માનું રૂપ જાણું ન શકાય ! ભક્તોને પ્રત્યેક પદાર્થમાં પરમાત્માનું રૂપ જેવામાં આવે છે અને એટલા જ માટે તેઓ કહે છે કે –
જય જય જગત શિરોમણિ, હું સેવક ને તું ધણી.” ભક્ત કહે છે કે, હે! પ્રભા ! હું તને જગતશિરોમણિના રૂપમાં જોઈ એમ ચાહું છું કે, હું સેવક રહું અને તું સ્વામી રહે.
ભક્તિ કે પરમાત્માને જગતશિરોમણિના રૂપમાં જુએ છે એટલા માટે પરમાત્મા જે જગતના શિરોમણિ છે એ જગત શું છે તે જાણવું આવશ્યક છે. જગતનું સ્વરૂપ કેવું છે અને પરમાત્માને જગતની સાથે કે સંબંધ છે એ બતાવવા માટે હું તમને એક પરિચિત વાતનું ઉદાહરણ આપું છું. પરિચિત વાતના ઉદાહરણદ્વારા અપરિચિત વાત પણ જલ્દી સમજમાં આવી જાય છે. એટલા માટે પરિચિત વાતનું ઉદાહરણ આપી તમને સમજાવું છું -