Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદી ૩] રાજકોટ-ચાતુર્માસ
| [ ૬૨૯ રાજા શ્રેણિકની માફક તમે લેકે પણ આ ધર્મકથા સાંભળી હવે સારાં ખાન-પાનમાં જ મનુષ્યજન્મને સફળ ન માનો પરંતુ તેને સુલાભ લે. તમે તમારા જીવનને બીજાઓનું કલ્યાણ કરવામાં લગાવી દે. તે વખતે તમે જ માનતા થશો કે, અમારું મનુષ્ય જીવન હવે સુંદર અને સફળ છે. આ પ્રમાણે તમે મનુષ્ય જીવનની કીંમત સમજે અને કૃતજ્ઞ બને તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૩ કારતક સુદી ૩ મંગળવાર
પ્રાર્થના શ્રી અભિનંદન દુઃખનિકન્દન, વંદન પૂજન જગજી; આશા પૂરે ચિંતા ચૂરે, આપ સુખ આગઈ. છે
–વિનયચંદ્રજી કુંભટ ચોવીશી
શ્રા અભિનંદન ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. - પ્રાર્થનામાં બતાવેલ ભાવ તે સ્પષ્ટ છે છતાં તે વિષે થોડું કહેવાનું હોવાથી કહું છું.
આ પ્રાર્થનામાં આશા પૂરી કરવાની પ્રાર્થના કરવામાં આવી છે. પરંતુ ભગવાનની પાસે કઈ આશા પૂરી કરાવવાની છે એ વાતનો સર્વપ્રથમ નિર્ણય કરે જઈએ. “ આશા પૂરી કરે” એ વાત સાધારણ રીતે સરળ અને સ્પષ્ટ જણાય છે, પરંતુ સાંસારિક લકેની સાંસારિક કામના વધી ગઈ હોવાને કારણે કઈ આશાની પૂર્તિ કરાવવી એ વાતને નિર્ણય કરવો મુશ્કેલ થઈ રહ્યો છે, પણ મારો આત્મા એમ કહી રહ્યો છે કે, પરમાત્માની પાસે સરળ અને મધુર આશા પૂરી કરાવવી જોઈએ.
મધુર આશા કોને કહેવી એ પણ એક પ્રશ્ન છે. સંસારમાં જે લેકે મોટા ગણાય છે તે લોકો મોટી વસ્તુઓને જ મધુર માને છે; પણ જ્ઞાનીજને કહે છે કે, તે લોકો જે વસ્તુને મધુર માને છે, વાસ્તવમાં તે વસ્તુ મધુર નથી. ઉદાહરણ તરીકે, કોઈ કહેવા માટે માણસ સે સો રૂપિયાને એક એક કેળી ખાય અને તેને મધુર માને, પણ જ્ઞાનીજને કહે છે કે, તે મધુર નહિ પણ વિષ છે. મધુર તે તે છે કે જેકારા બધાનું પિષણ થઈ શકે. જેઠાસ” જીવન નભી શકે તે મધુર છે; બાકી તે બધે વિકાર છે. કોઈ તરસ્યા માણસને મેંઠું શરબત પણ પીવડાવવામાં આવે છે પણ વિવેકીજને કહે છે કે, તે મધુર નથી. મધુર તે પાણી જ છે. આ જ પ્રમાણે જે ભૂખ મટાડે છે તે અન્ન મધુર છે. જે લજજાની રક્ષા કરે છે તે વસ્ત્ર મધુર છે. વચ્ચે લજજાની રક્ષા માટે જ પહેરવામાં આવે છે. એટલા માટે જે લજ્જાની રક્ષા કરે તે જ વસ્ત્ર મધુર છે. બાકી ફેશનેબલ અને ઝીણું વસ્ત્રો કે જે લજાની રક્ષા કરી શકતાં નથી તે વસ્ત્રો મધુર નથી, પણ વિષ છે.
કહેવાતા મોટા માણસો સાદી વસ્તુને મધુર ન માનતાં મોંઘી ચીજને મધુર માને છે અને એ જ કારણે તેઓએ સંસારને વધારે મુશ્કેલીમાં મૂકી દીધું છે. પરંતુ વિવેકીજને કહે