Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૬૩૬],
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
આત્માને જોઉં છું ત્યારે મને મારા આત્મામાં ઘણી જ અપૂર્ણતા જોવામાં આવે છે. મારા આત્માની માફક શું તમારામાં અપૂર્ણતા નહિ હોય? તમે પણ જ્ઞાનીઓના જ્ઞાન–અરીસામાં તમારા આત્માને ઉભો રાખી જુઓ કે, આત્મામાં કેવાં કેવા પાપ ભરેલાં છે? જ્ઞાનીઓના જ્ઞાનથી જ આત્મામાં રહેલાં પાપો જોવામાં આવશે. બાકી ઉપરથી કે પિતાની બુદ્ધિથી પાપને જેવાં બહુ જ મુશ્કેલ છે. જે સૂમરીતિએ આત્માનાં પાપે જોવામાં આવે તો આત્માનું કલ્યાણ થવામાં વાર ન લાગે; પણ લોક પિતાનાં પાપને જોતાં નથી પણ પાપને દબાવી પિતાને ધમ બનાવવા ચાહે છે, અને તે માટે છળકપટ પણ કરે છે. આ જ ભૂલ થાય છે. તમે જો આત્માનું સાચું કલ્યાણ કરવા ચાહે છે તે એ છેટે ઢોંગ ન કરો પણ પાપના બારીક માર્ગને શોધી કાઢે. હું શું પાપ કરું છું ! એમ માની ન લે. જ્ઞાનીઓએ પાપના બારીક માર્ગને શોધવાનો અને સમજાવવાનો ઘણે પ્રયત્ન કર્યો છે. - આત્માની એ ભૂલ થાય છે કે, તે પિતાની પૂજા તે કરાવવા ચાહે છે પણ પોતે બીજાની પૂજા કરવા ચાહત નથી. બીજાને પોતે જે ઉપદેશ આપે છે એ ઉપદેશ પ્રમાણે પિત કરવા ચાહત નથી. આવાં કાર્યો જ ધર્મનાં કામને પણ વગોવે છે. આત્મા જ્યારે ધર્મ કરવા બેસે છે ત્યારે પણ કામલોલુપી મન આ બાજુ-તે બાજુ દોડવા માંડે છે અને એ રીતે તે ધર્મના કાર્યને પણ ગુમાવી દે છે અને ઊલટો પાપ બાંધે છે. જે આ વાતને સમજી લેવામાં આવે અને મનને અહીંતહીં ભટકવા દેવામાં ન આવે તે આત્મા ઘણું પાપોમાંથી બચી જાય. એટલા માટે પિતાના આત્મામાં પાપને પ્રવાહ કેવી રીતે આવે છે તેની તપાસ વારંવાર કરવી જોઈએ.
તમે જાદુગરને વાંદરાને નચાવતે જે હશે. જાદુગરને વાંદરે રોટલાના ટૂકડાના લેભથી અને લાકડીના ભયથી જ નાચે છે. તમે લેકે વાંદરાને નાચ જોઈ હસે છે પણ તમારા આત્માને પૂછો કે, કામ, ક્રોધ, લોભ, મહાદિને કારણે તે કેવો નાચી રહ્યો છે? આ વાત વિષે વિચાર કરશે તે તમારામાં શું ખામી છે તેનો ખ્યાલ આવશે અને એ સમજી શકશે કે તમારું કલ્યાણ તમારા જ હાથમાં રહેલું હોવા છતાં તમે સંસારમાં શા માટે ભ્રમણું કરી રહ્યા છે ?
આત્મા જ્યારે સંકટમાં પડે છે ત્યારે જ તે પરમાત્માને શરણે જાય છે. પરમાત્માના શરણે જવામાં સંકટ પણ એક કારણ છે. આ દૃષ્ટિએ પાપના પરિણામે આવતું દુ:ખ જ પરમાત્માના શરણે લઈ જનારું છે. પાપનું દુઃખ જ આત્માને પરમાત્માની સન્મુખ કરે છે. તમારામાં પાપ છે એ વાત સમજીને જ તમે અહીં આવ્યા છો; પરંતુ જે તમને ધર્મ અને પરમાત્માના નામ ઉપર અટલ વિશ્વાસ છે તે ભલે ગમે તેટલું પાપ કર્યું હોય તે પણ ગભરાવું ન જોઈએ પણ એવી દૃઢતા રાખવી જોઈએ કે, જે પ્રમાણે હોશિયાર વૈદ્યના શરણે જવાથી રોગ ચાલ્યા જ જાય છે તે જ પ્રમાણે પરમાત્મા અને ધર્મના શરણે જવાથી પાપ નષ્ટ થઈ જ જાય છે. આ પ્રાર્થનામાં કહ્યું જ છે કે –
પાપ પરાલ કે પૂંજ બન્યો અતિ, માનું મેર આકારે;
તે તુમ નામ હુતાશન સેતી, સહજ હિ પ્રક્વલત સારે. જ્ઞાનીજને કહે છે કે, મનની સહાયતા લીધા વિના મોટામાં મોટું પાપ કે મેટામાં મોટે ધર્મ પણ થઈ શકતું નથી. પાપ કે ધર્મ બન્નેની બાજુ મનની સહાયતા હોય છે.