Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૩]
રાજકોટ-ચાતુર્માસ
[૪૬૯
શકાય નહિ. આમ છતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરેને આશ્રય લઈ જે કઈ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંધન કરે છે તે તે બચત પ્રદરતત પ્રદ” એ કથનાનુસાર તે પતિત થઈ જાય છે.
શહેરની રચનાથી કોઈ પ્રકારને લાભ થયો નથી પણ ઊલટી હાનિ થઈ છે. આજે યુરોપના લેકે પણ એમ માનવા લાગ્યા છે કે, ઘણા લોકો એક જગ્યાએ એકત્રિત થઈને રહે એમાં ઘણી હાનિ રહેલી છે. જે શરીરમાં લોહી યથાસ્થાને ન રહેતાં એક જગ્યાએ એકત્રિત થઈ જાય તે શરીરમાં વ્યાધિ પેદા થઈ જાય છે. આ જ પ્રમાણે ગ્રામો તૂટી જઈ નગર વસવા લાગ્યાં છે અને તેથી હાનિ પેદા થવા પામી છે. અત્રે વિચારવા જેવી એક વાત છે કે, શહેરના લેકે ગ્રામ ઉપર આવે છે કે ગામના લોકો શહેર ઉપર જીવે છે ? દૂધ, ઘી, અન્ન વગેરે ક્યાંથી આવે છે ! જે ગામ ન હોય તે શું શહેરમાં દૂધ, ઘી વગેરે ચીજે જોઈતા પ્રમાણમાં મળી શકે ખરી ? શહેરમાં રમકડાંઓ તે ભલે મળી જાય પણ જીવનની આવશ્યક વસ્તુઓ તે ગ્રામમાંથી જ મળી શકે છે. શહેરમાં તે ઘી-દૂધનીનકલી ચીજ મળી જાય. જેમકે ચરબીનું ઘી ક્યાં મળે છે ? નગરમાં કે ગ્રામમાં ? નગરનાં લેકે તે પ્રાયઃ એવી ચીજો પેદા કરે છે કે જે ચીજો જીવનમાં વધારે સંકટ પેદા કરે છે, પણ જીવનને ટકાવવાની ચીજે તે ગ્રામમાં જ પેદા થાય છે. અન્ન, વસ્ત્ર વગેરે જીવનને માટે આવશ્યક પદાર્થો તે ગ્રામમાં જ પેદા થાય છે. અને એટલા માટે નગરના લેકેએ ગામને ઉપકાર માનવો જોઈએ.
જે લેકે સાધુ થઈને અને સનાથતાના માર્ગે ચડીને પણ “આ તે શહેર છે પ્રમાણે કહી દ્રવ્ય, ક્ષેત્ર, કાળા વગેરેને આશ્રય લઈ પાછા અનાથતાની તરફ જાય છે તેમને માટે મહાત્મા લેકે ઠપકો આપતાં કહે છે કે –
चिरंपि से मुण्डरुई भवित्ता, अथिरव्वए तवनियमेहि भट्टे। चिरंपि अप्पाण किलेसरत्ता, न पारए होइ हु संपराए ॥४१॥
અનાથી મુનિ કહે છે કે, “હે ! રાજન ! જે માથું મુંડાવે છે અને કષ્ટ સહન કરે છે, પણ સમિતિનું પાલન કરતું નથી અને તેમાં અસ્થિર થઈ તપનિયમનું પાલન કરતા, નથી, તે કષ્ટને સહન કરવા છતાં પણ પારને પામતા નથી. અર્થાત સનાથ બની શકતા નથી.”
અત્રે એક પ્રશ્ન થાય છે કે, જ્યારે તે વ્રત તથા તપ-નિયમમાં અસ્થિર રહે છે તે પછી તે માથું શા માટે મુંડાવે છે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, તે વ્યક્તિ વ્રત-નિયમાદિનું પાલન ન કરીને પણ જગતના લેકેને પિતાની આગળ નમાવવા માટે અને પિતાની મહિમા વધારવા માટે માથું મુંડાવે છે. એ તેની એક પ્રકારની ચાલબાજી છે. આજે એવું જોવામાં આવે છે કે, ચાલબાજી કરનાર દુકાનદાર પિતાની દુકાનને ભપકે વધારે રાખે છે. પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજ કહ્યા કરતા હતા કે, લોકોને ઠગનાર લેકે “રેટી ખાના શક્કરશે, દુનિયા ઠગના મકરસે” એ કહેવત અનુસાર ભપકાથી જનસમાજને ઠગે છે. આ જ પ્રમાણે કેટલાક લેકે પિતાને મહિમા વધારવા માટે માથું મુંડાવે છે અને કોને ઠગે છે. આવા લેકે તપ-નિયમોની પણ અવહેલના કરે છે અને કહે છે કે, ઉપવાસ કરે એ ભૂખે મરવા