Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી ૬] રાજકેટ-ચાતુર્માસ
[ ૫૯૯ તમારે સેવક પણ જોઈએ અને સંતાન પણ જોઈએ. પણ કેવાં જોઈએ ? જવાબમાં બધા એમ જ કહેશે કે સારાં સંતાન અને સારા સેવક જોઈએ. પરંતુ તમે પોતે કેવા છે! તેને વિચાર કરે. જ્યારે તમે પોતે જ સારા નહિ હો તે પછી સંતાનો સારાં ક્યાંથી થાય? ‘મૂળ જે સારું હશે તે ફળ મીઠાં આવશે. એ લેંકેતિ અનુસાર માતાપિતા સારાં હોય તે સંતાને પણ સારાં થઈ શકે. પોતે સારાં ન હોય તો સંતાનો સારાં ક્યાંથી થઈ શકે ?
સુભગ સેવક જ તેમને ત્યાં સુદર્શન નામનો પુત્ર થયો. પુત્ર કોને કહેવો ! એની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે, પુનાતરતિ પુત્રઃ અર્થાત-જે પોતાની રહેણીકરણીથી માતાપિતાને તથા વંશકુળને પવિત્ર બનાવે તે જ પુત્ર છે. નીતિમાં પણ કહ્યું છે કે –
परिवर्तिनि संसारे मृत: को वा न जायते।।
स जातो येन जातेन याति वंशः समुन्नतिम् ॥ અર્થાત–આ પરિવર્તનશીલ સંસારમાં બધા જન્મે છે અને મરે છે પણ તેમનું જન્મવું જ સાર્થક છે કે જે પિતાના કુલવંશને પવિત્ર બનાવે છે.
સુદર્શને પોતાના કુલને કેવું પવિત્ર બનાવ્યું હતું તે જુઓ. કેટલાક લોકે વૃદ્ધ થવા છતાં પણ સંસારવ્યવહારમાં જ ફસાઈ જઈ આખરે મરી જાય છે; પણ જિનદાસે સુદર્શનને યોગ્ય સમજી તેના ઉપર સંસાર વ્યવહારને ભાર શેંપી દીધું અને પોતે તથા અર્હદાસીએ આત્માનું કલ્યાણ સાધ્યું. જિનદાસ તથા અર્હદાસીનું આ કાર્ય પણ અનુકરણીય છે. જે લેકે અન્ત સમય સુધી સંસાર વ્યવહારમાં જ ફસાએલા રહે છે તેઓ પિતાનું તે અહિત કરે જ છે પણ સંતાનનું પણ અહિત કરે છે. તેઓ સંતાનની સામે એવો ખરાબ આદર્શ મૂકી જાય છે કે જેથી સંતાનનું પણ અહિત થાય છે.
સુદર્શને કપિલની સાથે મિત્રતા બાંધી હતી. મિત્રતા કેવી હોવી જોઈએ એ પણ સુદર્શનના ચરિત્ર ઉપરથી જુઓ. સાચા મિત્ર વચ્ચે છૂપી વાત પણ છુપાવવામાં આવતી નથી અને તેની સાથે ખાનપાનાદિમાં પણ કોઈ પ્રકારને ભેદ રાખવામાં આવતું નથી. આ જ પ્રમાણે સંકટના સમયે મિત્રની સહાયતા કરવા માટે મિત્રોએ હમેશાં તૈયાર રહેવું જોઈએ એ પણ બોધપાઠ આ ચરિત્રકથામાંથી મળે છે. નીતિમાં જે છ પ્રકારની મિત્રતા બતાવવામાં આવી છે તેમાંની ઉત્તમ મિત્રતા તે સુદર્શનની મિત્રતા જેવી જ હોય છે.
સુદર્શનની મિત્રતા જોવાની સાથે ત્રિયાચરિત્રથી કેટલા સાવધાન રહેવું જોઈએ અને કદાચ ત્રિયાચરિત્રના ફંદામાં ફસાઈ જવાય છે તેમાંથી કેવી રીતે બચવું જોઈએ એ પણ જુઓ. સુદર્શન કપિલાના ફંદામાં ફસાઈ ગયો હતો ત્યારે તેણે કપિલાને સ્પષ્ટ કહી દીધું હતું કે, હું મારી સ્ત્રીના સિવાય બીજા કોઈને માટે પુરુષ નથી. આ પ્રમાણે ત્રિયાચરિત્રના પંજામાં સપડાયા છતાં તે નિષ્કલંક બહાર નીકળી ગયો હતો. તેનું આ કાર્ય પણ અનુકરણીય છે.
અભયા રાણી હતી છતાં કપિલાના કુસંગમાંથી તે કેવી બની ગઈ હતી ! કપિલાએ તેને મશ્કરીમાં જ ખરાબ કામમાં કેવી રીતે ફસાવી દીધી હતી ? અભયા ભલે ગમે તેવી હોય પણ જે તે કપિલાના કુસંગમાં પડી ન હોત તે તે સુદર્શનને ફસાવવા માટે તૈયાર ન થાત અને આગળની ઘટના પણ ઘટત નહિ. આ વાતને દૃષ્ટિ સમક્ષ રાખી કુસંગતિથી હમેશાં બચવું જોઈએ. સાપ અને વીંછીના સંગથી એટલી હાનિ થતી નથી જેટલી હાનિ કુસંગથી થાય છે. અભયાની જે દુર્ગતિ થઈ તે કુસંગના કારણે જ થઈ હતી.