Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૬૧૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
જ્યારે પકડી લાવવામાં આવે છે ત્યારે તે ઘેાડાએ બહુ તાફાન કરે છે પરંતુ જ્યારે તે ધાડાઓને બે ત્રણ દિવસ ભૂખ્યા રાખવામાં આવે છે ત્યારે તે વશમાં આવી જાય છે. આ જ પ્રમાણે ઇન્દ્રિયારૂપી ઘેાડાઓને વશમાં કરવા માટે ઉપવાસની આવશ્યક્તા રહે છે. વિધવા સ્ત્રી અને સાધુ બ્રહ્મચારી આદિ લેાકેા ઉપવાસની સહાયતાથી જ પોતાના નિયમેાનું પાલન કરે છે પણ એટલુ ધ્યાન રાખવુ જોઈએ કે, ઉપવાસે। બાહ્ય વિષયાને જ મટાડે છે. વાસનાને મટાડતા નથી; એટલા માટે ઉપવાસની સાથે જ વિષયેાની વાસનાને મટાડવાને પણ પ્રયત્ન કરવા જોઈ એ.
જો કે અનશન તપ સારું' છે છતાં બળજબરીથી કાઈની પાસે અનશન તપ કરાવી ન શકાય. તમે ઉપવાસ કરે। અને તમારી સાથે જ તમારા નેકરા તથા પશુઓને પણ ઉપવાસ કરાવા તેમને પણ ખાવા ન આપે–તા તમને ભત્તપાનવિચ્છેદના અતિચાર લાગશે, ૩૫-સમીપે વસતિ કૃતિ ઉપવાસઃ અર્થાત્ જ્ઞાન, દર્શન અને ચારિત્રની સમીપ વસવું એ જ ઉપવાસ છે. કાઇને બળજબરીથી ભૂખ્યા રાખવા એ ઉપવાસ નથી. જૈનકુળમાં તે ઉપવાસા એવા પ્રચલિત છે કે, સંવત્સરીને દિવસે નાના બાળકૈંા પણ ઉપવાસ કરે છે.
અનશનની બાદ ઊણેાદરી તપ છે. ઉપવાસને વિષે તા કાઈ પ્રકારના મતભેદ પણ હાઈ શકે પણ ઊણાદરી તપને વિષે તા કાઈ પ્રકારના મતભેદ હેાઈ જ ન શકે. અલ્પાહારની બધા લાકા પ્રશંસા કરે છે અને બધા તેમાં લાભ માને છે. વધારે ખાવાની ઇચ્છા હૈાવા છતાં ઓછું ખાવું પણ વધારે ન ખાવું એ ઊણાદરી તપ છે.
આ પ્રમાણે છ પ્રકારનાં તપ તા ખાદ્ય શુદ્ધિને માટે છે, પણ આન્તરિક શુદ્ધિને માટે આન્તરિક તપ કરવું જોઈ એ.
ક્રોધ, માન, માયા, લાભ આદિને જીતવાનું કામ આભ્યંતર તપદ્વારા જ થઈ શકે છે. અનાથી મુનિ આ પ્રકારનાં તપના ધણી હતા. એટલા માટે તેમને તપોધની કહ્યા છે. સુદર્શન ચરિત્ર—૬૮
તપ-ત્યાગના પ્રભાવ હરિણી વેશ્યા ઉપર પણ પડયા. તે વેશ્યા પણ સુદન મુનિના તપ– ત્યાગના પ્રભાવથી સુધરી ગઈ. તે પોતે તે સુધરી પણ પોતાની સાથે પડિતાને પણ સુધારી દીધી. એક સુધરે છે તેા બીજાને પણ સુધારે છે અને એક બગડે તે બીજાને પણ બગાડે છે. હરિણી પડિતાને કહ્યું કે, મે' દભ અને મેહને જીતી લીધા છે. પડિતાએ કહ્યું કે, જ્યારે એમ છે । પછી તમે શ્રૃંગાર કેવા સજશે અને વેશ્યાવૃત્તિ કેવી રીતે ચલાવશે ? હરિણી વેશ્યાએ ઉત્તર આપ્યા કે, હવે હું એવા શ્રૃંગાર સજી ન શકું કે જે કામી કુતરાઓને પસંદ પડે. કુતરા તા મૃત શરીરને ચૂથે છે, જીવતું શરીર તેમને ગમતું નથી. અત્યાર સુધી આ શરીર મરેલું હતું એટલા જ માટે કામી કુતરાઓ એને ચૂંથતા હતા પણ હવે હું જીવિત છું અને જાગ્રત છું એટલે એ કામી કુતરાએ આ શરીરથી દૂર જ ભાગશે. આ કારણે હું એવા શ્રૃંગાર સજીશ નહિ કે જે કામી કુતરાઓને પસંદ પડે પણ એવા શ્રૃંગાર સજીશ કે જે શ્રૃંગારની દેવા પણ સેવા કરે. હવે હું કામીજતેનું ચિત્તરંજન નહિ કરું પણ મુનિનું ચિત્તરંજન કરીશ.
હરિણી વેશ્યાએ પડિતાને આ પ્રમાણે કહ્યું. હવે આગળ શું થાય છે તે વિષે યથાવસરે
વિચાર કરવામાં આવશે.
~> as