Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૬૧૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો
હું પિતાને જ નાશ કરી રહ્યો છું. આ જ પ્રમાણે પ્રત્યેક વિષયનાં પદાર્થો વિષે ઉદાહરણ આપવામાં આવ્યાં છે અને એ ઉર્દાહરણકારો બતાવવામાં આવ્યું છે કે વિષયના પદાર્થોમાં પડી જવાથી અને દશ્યની આગળ દષ્ટાને ભૂલી જવાથી આત્માને કેટલી બધી હાનિ થાય છે !
મતલબ કે, આ પ્રમાણે આત્મા દશ્યમાં પડી જાય છે અને હું “દૃષ્ટા” છું એ ભૂલી જાય છે. આ ભૂલને કારણે તે પોતે પણ દશ્ય બની જાય છે અને એ જ કારણે મહા અનર્થ પેદા થાય છે. દુનિયામાં જેટલા ઝગડાઓ છે એ બધાં આ ભૂલને લીધે જ પેદા થવા પામ્યાં છે. લેકો કહે છે કે અમારું ધન ચોરાઈ ગયું અને એમ કહી તેઓ રુદન કરે છે. તેઓ એટલું જાણતા નથી કે જે ધન પોતાનું જ હોત તે તે ચોરાઈ કેમ જઈ શકે? અને જે ચોરાઈ ગયું તે પિતાનું કેમ હોઈ શકે? આ વાત ન જાણવાને કારણે જ તેઓ રુવે છે અને કહે છે કે, અમારું ધન ચોરાઈ ગયું. આત્મા જયારે પિતાને જ ભૂલી જાય છે અને હું દૃષ્ટા છું એવું તેને ભાન રહેતું નથી ત્યારે તે દૃશ્ય ઉપર આસક્ત બની જાય છે, અને એ આસક્તિને કારણે તે દુઃખ પામે છે.
હવે અત્રે એ પ્રશ્ન થાય છે કે, જ્યારે આત્મા પિતાનું ભાન ભૂલી ગયો છે અને પોતે દષ્ટા હોવા છતાં દશ્યમાં આસક્ત બની ગયું છે તે હવે તેને શું કરવું ? આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજને કહે છે કે, પરમાત્માને ભજો તે દશ્યમાંથી નીકળી પાછા. દષ્ટારૂપ બની જશે. પિતાના આત્માનો સાક્ષાત્કાર થવે એને જ આત્મબોધ કે આત્મસાક્ષાત્કાર કહેવામાં આવે છે. પરમાત્માની પ્રાર્થના કરવાથી હું રૂપ, રસ આદિ દશ્યરૂપ નથી એનું ભાન થાય છે અને એ ભાન થવાથી જ આત્મા પોતાનું ગુમાવેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરી લે છે. અર્થાત તે પાછો દશ્યમાંથી નીકળી દષ્ટ બની જાય છે.
પરમાત્માને મળવાનો આ જ સરલ માર્ગ છે. પછી તે જે આ માર્ગને અપનાવે છે તે જ આત્મસાક્ષાત્કાર કરી શકે છે અને આત્મલાભ મેળવી શકે છે.
પ્રત્યેક આત્માને બોધ કે સાક્ષાત્કાર થવાથી આત્મા સંસારનાં પદાર્થો પોતાનાં નથી એમ માને છે. આ ભાવના પેદા થવાથી આત્માને કેટલું લાભ થાય છે અને એ ભાવના કેટલી ઉચ્ચ છે એને માટે ગજસુકુમાર વગેરે મુનિનું ચરિત્ર જુઓ. - ગજસુકુમાર મુનિને આ જ ઉચ્ચ ભાવનાએ મેક્ષ અપાવ્યું હતું. મસ્તક ઉપર ધગધગતાં અંગારાં મૂકવામાં આવ્યાં છતાં તેઓ એમ જ વિચારતા હતા કે, મારા મસ્તક ઉપર જે અંગારાં મૂકવામાં આવ્યાં છે તે મારાં નથી અને હું તેને નથી. કારણ કે, જે મારું છે તે મને બાળી શકે નહિ. પાંચસો મુનિઓને ઘાણીમાં પીલાવવામાં આવ્યા હતા ત્યારે તે મુનિઓ એમ વિચારતા હતા કે, રક્ત, માંસ આદિ જે દશ્ય છે તે ઘાણીમાં પીલાય છે, અમે તો દષ્ટા છીએ એટલે અમે પીલાઈ શકીએ નહિ. આ ઉચ્ચ ભાવનાને કારણે એ મહાપુરુષોએ તત્કાલ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને આત્મકલ્યાણ સાધી લીધું.
શાસ્ત્રમાં આવાં બીજાં અનેક ઉદાહરણો છે. પછી તે જેવી તેમની ભાવના અને શકિત હશે તે તેવું કરશે, પરંતુ શ્રદ્ધા તે એ જ હોવી જોઈએ કે, “જે પદાર્થો જોવામાં આવે છે તે દશ્ય છે અને હું એ બધાને દુષ્ટ .” આ પ્રકારની શ્રદ્ધા હોવાથી ભેદવિજ્ઞાન જાગ્રત થશે અને પરિણામે કલ્યાણ થશે,