Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વઢી ૮]
રાજકોટ–ચાતુર્માસ
[ ૬૦૧
હારી ગઈ છુ'. જો મુનિ આવ્યા ન હેાત તે હું દુર્રણાથી હારી ન જાત. મેં અત્યાર સુધી તા દુર્ગુણાની સેવા કરી છે પણ હવેથી હું સદ્ગુણેાની સેવા કરીશ. આ બધા પ્રતાપ તે મુનિના જ છે.
હરિણી આ પ્રમાણે પડિતાને કહે છે હવે આગળ શું થાય છે તે વિષે યથાવસરે વિચાર કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસા વદી ૮ શુક્રવાર
પ્રાર્થના
શ્રી મુનિસુવ્રત સાહબા, દીનદયાલ દેવાં તણા દેવ કે; તરણતારણ પ્રભૂ મા ભક્ષ્મી, ઉજ્જવલ ચિત્ત સમરું નિત્યમેવ કે. ॥ શ્રી ॥ ૧ ॥ વિનયચંદ્રજી કુંભટ ચાવીશી
શ્રી મુનિસુવ્રત ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ આત્માને અનેક ભાવાની પ્રાર્થનાની આવશ્યકતા છે. હજી આત્મા છદ્મસ્થ હેાવાને કારણે તેનું કામ એક જ ભાવનાની પ્રાર્થનાથી ચાલી શકતું નથી. છદ્મસ્થની ભાવના બદ્લાયા જ કરે છે એટલા જ માટે ભક્તે વિવિધ ભાવનાથી પરમાત્માની પ્રાર્થના કરે છે.
ભગવાન મુનિસુવ્રતનું નામ તેા તમે લેાકા જાણે જ છે. ‘લાગસ’ ના પાઠમાં ભગવાન મુનિસુવ્રતનું નામ આવે જ છે. શાસ્ત્રમાં ભગવાન મુનિસુવ્રતનું ચરિત્ર ઓછું મળે છે; પણ તીર્થંકર મહાપુરુષને માટે જેટલી સત્કલ્પના કરવામાં આવે તે બધી સત્કલ્પનાએ ભગવાન અહ્ન્તને લાગુ પડે છે. ભક્તજને ભગવાન મુનિસુવ્રતની પ્રાર્થના કરતાં કહે છે કેઃ—
હું અપરાધી અનાદિ કે, જનમ જનમ ગુના ક્યિા ભરપૂર કે; લૂટિયા પ્રાણ છકાયના,સેવિયાં પાય અઢારહ ક્રૂર કે. શ્રી મુનિ પૂર્વ અશુભ કર કર્ત્તવ્યતા, તેહને પ્રભુ તૂમ ન વિચાર કે; અધમ ઉધારણ બિરુદ છે, સરન આયા અખ કીજીએ સાર કે. શ્રી મુનિ॰
ભક્તજનેએ આ પ્રમાણે મુનિસુવ્રત ભગવાનની સમક્ષ આત્મનિંદા કરી છે અને પેાતાનાં પાપાની આલાચના કરી છે. આ પ્રમાણે આલેાચના કરી તે સંસારનાં આધાતા સહેવાં માટે દૃઢ થઈ રહ્યા છે. જેમકે કેાઈ માણસ વ્યાયામશાળામાં જઈ કસરત કરી શરીરને દૃઢ બનાવે છે, મુદગલ ફેરવી હાથને મજબૂત બનાવે છે અને ખીજાનાં આધાતા સહન કરી પેાતાના શરીરને આધાતા સહેવાતે ચેાગ્ય બનાવે છે. તે માણસ વ્યાયામશાળામાં તે આધાતા સહન કરવાની ‘ પ્રેકટીસ ' પાડે છે, પણ વ્યાયામશાળામાંથી બહાર નીકળી જો તે ખીજાઓનાં આધાતા સહી ન શકે તે તેને માટે એમ જ કહી શકાય કે, તેણે અરાબર રીતે વ્યાયામ કરી
૩૧