Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી ૯ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૬૦૯
હું તેમને માટે જ એવો છૂંગાર સજીશ કે એ શ્રૃંગારમાં શેતાન–સોના-ચાંદીને સ્થાન નહિ હોય. હવે હું સાચા પ્રેમનું આભૂષણ, લજજાનાં કપડાં, શીલનું અંજન અને બધા છ આત્મા સમાન લાગે એવી મેંદી ધારણ કરીશ. જે માર્ગ એ જગતારક મુનિ ગયા છે એ માર્ગની ધૂળને મારા શરીરને માટે ચંદન સમાન ગણી ચોપડીશ. એ મહાત્માના સ્મરણમાં જે આંસુઓ મારી આંખમાંથી ટપકશે તે જ આંસુઓ મારે મુક્તાહાર બનશે. હવે હું મુનિનું ચિત્તરંજન કરવા માટે શ્રૃંગાર સજીશ, બીજા કેઈને માટે નહિ.
પંડિતાએ કહ્યું કે, “એવું જીવન તે સાધ્વીઓનું હોય છે. વેસ્યાનું જીવન એવું હેઈ શકે નહિ.” હરિણીએ ઉત્તર આપ્યો કે, “લેકે મને હવે વેશ્યા કહે કે ન કહે પણ હવે હું વેશ્યા નથી.” હવે હરિણી પંડિતાને પણ પિતાના રંગથી કેવી રીતે રંગી લે છે એને વિચાર હવે પછી યથાસમયે કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત ૧૯૨ આસે વદી ૯ શનિવાર
પ્રાર્થના વિજયસેન” નૃપ “વિઝા રાણ, નમિનાથ જિન જાયે, ચોસઠ ઇન્દ્ર કિયે મિલ ઉત્સવ, સુર-નર આનંદ પાયે; સુજ્ઞાની છવા ભજ લો રેજિન ઇંકવીસવાં. ૧ ,
–વિનયચંદ્ર કુંભટ ચોવીશી
નમિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થના કરવા માટે જ્ઞાનીજને સંબોધન કરી વારંવાર કહે છે. આ સંબધન કોના માટે છે? કોઈ વ્યક્તિવિશેષને માટે આ સંબોધન નથી પણ અભેદ સંબોધન છે. એટલા માટે જે પોતાને માટે માને એને જે માટે એ સાધન છે. જ્ઞાનીજને વારંવાર સંબોધન કરી કહે છે કે, “હે ! સુજ્ઞાનીઓ ! પરમાત્માનું ભજન કરે.
પરમાત્માની પ્રાર્થના કરવા માટે આ પ્રમાણે વારંવાર શા માટે કહેવામાં આવે છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, આજે સંસારમાં અનેક પ્રકારની ઉપાધિઓ વધી રહી છે. એ ઉપાધિઓને જોઈ જ્ઞાનીઓએ એક એવો માર્ગ શોધી કાઢયો છે કે જે દ્વારા આત્મા સંસારની ઉપાધિમાંથી નીકળી કલ્યાણ સાધી શકે છે. આજે સંસારમાં પઠન-પાઠન આદિની ઊલટી ક્રિયા વધી રહી છે અને એ ક્રિયાને કારણે બુદ્ધિવાદ એવો ફેલાવા પામ્યો છે કે, બુદ્ધિના પ્રપંચમાં પડી જઈ આત્મા અનેક સારાં તને પણ ભૂલી રહ્યો છે. વળી તે બીજાને ભૂલ્યા છે એટલું જ નહિ પણ પિતાને પણ ભૂલી રહ્યો છે ! આજના લેકે જડવિજ્ઞાનમાં પડી જઈ ત્યાંસુધી કહેવા લાગ્યા છે કે, આત્મા જ નથી. આ પ્રમાણે આજના જડવિજ્ઞાને અનેક ઉપાધિઓને જન્મ આપે છે. આ કારણે જ્ઞાનીજને એમ કહે છે કે, સંસારમાં તે એવાં તોફાને ચાલ્યા જ કરે છે. તમે તે નિશ્ચલ થઈ પરમાત્માનું ભજન કરે. આ ઉપાધિના
3