Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૫૮૮].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસ
કહેવાનું એ છે કે, તે મુક્તિનું સ્થાન ૪૫ લાખ એજનનું જ છે અને અનન્ત છે એ મેક્ષસ્થાને ગયા છે, જાય છે અને જશે છતાં તે સ્થાન નાનું પડતું નથી. તે સ્થાન નાનું કેમ પડતું નથી તે એને માટે એમ સમજો કે, કોઈ એક મકાનમાં એક દીપકને પ્રકાશ છે પણ જે તે જ મકાનમાં દશ, પચાસ કે હજાર દીપકનો પ્રકાશ કરવામાં આવે છે, શું એ અધિક દીપકના પ્રકાશને જગ્યાની સંકડાશ પડશે ખરી ? વધારે દીપકના પ્રકાશને સંકડાશ પડી શકે નહિ એટલું જ નહિ પણ સૂર્યના પ્રકાશને પણ એ મકાનમાં જરાપણ સંકડાશ પડી શકે નહિ. આ જ વાત મુક્તિના સ્થાન વિષે પણ સમજે. ૪૫ લાખ જેનનું સ્થાન હોવા છતાં ગમે તેટલા સિદ્ધો થાય તો પણ તેમને સ્થાનની સંકડાશ પડી શકે નહિ અને એ જ કારણે એ સ્થાનને વિપુલ કહેવામાં આવ્યું છે.
અનાથી મુનિએ રાજા શ્રેણિકને એમ કહ્યું છે કે, હે! રાજન ! કુશલેને માર્ગ, છોડી તું મહાનગ્રન્થના માર્ગે ચાલ. પણ અત્રે પ્રશ્ન એ થાય છે કે, રાજ સાધુ ને તે તેમ તે સાધુ થતું ન હતા છતાં તેને આમ કેમ કહેવામાં આવ્યું ? તેને આ પ્રકારને ઉપદેશ આપવાથી શું લાભ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, જો આ ઉપદેશ કેવળ સાધુઓને માટે જ ઉપયોગી અને ગૃહસ્થને માટે ઉપયોગી ન હોત તો અનાથી મુનિ રાજાને આ , ઉપદેશ કદાપિ સંભળાવત નહિ. આ ઉપદેશ સાધુઓ અને ગૃહસ્થ બધાને માટે સમાન ઉપયોગી છે. જે મોક્ષે જવાની ઈચ્છા રાખે છે તે મેક્ષનું ભલે થોડું જ સાધન કરી શકે પણ તેનું સાધન ઠીક હોવું જોઈએ, ઊલટું હોવું ન જોઈએ. જેમકે બરાબર રીતે પકડવામાં આવેલા શસ્ત્રધારા તે રક્ષા થઈ શકે છે પણ જે તે જ શસ્ત્રને ઊલટું પકડવામાં આવે તે તે જે શસ્ત્ર સ્વઘાતક બની જાય છે. આ જ પ્રમાણે મેક્ષને માટે ભલે થડે પરાક્રમ, કરવામાં આવે પણ તે પરાક્રમ ઊલટે હવે ન જોઈએ પણ ભગવાનની આજ્ઞાનુસાર હોવો જોઈએ. એમ કરવાથી આજે તમે જે સ્થિતિએ છો તેથી આગળ વધી શકશે પણ પાછી પડશો નહિ. એટલા માટે તમારે પણ વિચારવું જોઈએ કે, અમે કુશલેના માર્ગે ન ચાલીએ પણ તે માર્ગને ત્યાગ કરીએ તો અમારે ગૃહસ્થાશ્રમ સુધરી જશે, બગડશે નહિ.
કેટલાક લેકે એમ કહે છે કે, જે અમે કુશીનો માર્ગ છોડી દઈએ તે અમારે ભૂખ્યા જ મરવું પડે. અમે ગૃહસ્થ છીએ અને આજનો જમાનો એવો છે કે જે પિલીસી” કરે છે તે જ પોતાનું પેટ ભરી શકે છે. સીધા ઝાડને બધા તોડી નાંખે છે પણ વાંકા ઝાડને કઈ કાપતું નથી. એટલા માટે આ જમાનામાં તે કુશીલોને માર્ગ કેમ છોડી શકાય? કહેવત પણ છે કે –“ોટી ખાની શક્કર સે, દુનિયા ઠગની મકર સે.” આ જમાને જ કપટને છે એટલા માટે કપટ વિના અમારું ભરણપોષણ કેમ થઈ શકે?
આ પ્રશ્નના ઉત્તરમાં શાસ્ત્ર કહે છે કે, તમે લેકો જો વિવેક રાખશે તે તમને આવો વિચાર જ નહિ આવે. જો તમે અદ્રશ્ય શક્તિ ઉપર વિશ્વાસ રાખો અને ધર્મના બળને માને તે પછી આ પ્રકારનો પ્રશ્ન જ ઉભો નહિ થાય. સંસારનું કામ સરળતાથી જ ચાલી શકે છે; ઉદાહરણ તરીકે પાંચ અને પાંચ દશ થાય છે. આ વાત સરલ છે પરંતુ કોઈ એમ કહે કે, આજના જમાનામાં સરલ વાતથી કામ ચાલી શકતું નથી એટલા માટે પાંચ અને પાંચ દશ ન બતાવતાં અગ્યાર બતાવવામાં આવે તે શું તે ઠીક કહેવાય ? શું આ પ્રકારની વાતથી કામ ચાલી શકે છે ? નિશાળમાં શું આવી શિક્ષા આપવામાં આવે