Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
-
-
-
-
-'
-
-
-
થાય...
રાજકેટ-ચાતુર્માસ
[પા
ભગવાન સુદર્શને વિચાર્યું કે, હજી મારું આયુષ્ય બાકી છે એટલા માટે જગતનું કલ્યાણ કરવું. આ પ્રમાણે વિચાર કરી સુદર્શન ભગવાન ગ્રામ-નગર, પુર–પાટણમાં વિચરવા લાગ્યા અને જનતાને ધર્મને ઉપદેશ આપી તેમનું કલ્યાણ કરવા લાગ્યા. મહાપુરુષોને એ તે સ્વભાવ જ હોય છે કે, તેઓ પોતાના શરીરને ઉપગ બીજાઓના કલ્યાણમાં જ કરે છે. આ જ પ્રમાણે ભગવાન સુદર્શન પણ જનપદમાં વિચરતાં જનતાને ધર્મને ઉપદેશ દેવા લાગ્યા. તેમના ધર્મોપદેશને પ્રભાવ જનતા ઉપર કે પડતો હશે અને તેમના ઉપદેશથી જનતાનું કેવું કલ્યાણ થતું હશે એ કાણું કહી શકે ?
આપણે પણ આત્માનું કલ્યાણ કરવા માટે પિતાની શક્તિ ભગવાન સુદર્શનને અનન્ય ભાવે સમપી દેવી જોઈએ અર્થાત આ સંસાર ઉપર જે મોહ છે તે પરમાત્માને સોંપી દે જોઈએ; એમ કરવાથી અપૂર્વ શાતિ પ્રાપ્ત થશે અને આત્માનું કલ્યાણ પણ થશે. કેવલી થયા બાદ ક્ષે જવામાં–મુક્ત થવામાં કઈ પ્રકારને સંદેહ રહેતું નથી છતાં પણ કેવલી ભગવાન વિહાર કરે છે. તેઓ જે વિહાર કરે છે તે પૂરેપકાર કરવા માટે જ કરે છે. પરેપકાર કરવા માટે જ સાધુઓ કઈ પ્રકારના બંધનમાં રહેતા નથી પણ જનપદમાં વિચરે છે. આ જ પ્રમાણે તમે પણ તમારી શકિતને પરોપકારમાં ઉપયોગ કરે.
ભગવાન સુદર્શન તેરમા ગુણસ્થાનનું ઉલ્લંઘન કરી ચૌદમાં ગુણસ્થાને પહોંચી મેસે ગયા અને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. આ જ માગે અનંત છ મેક્ષે વાયા છે. મેસે જવાને આ જ માર્ગ છે. તમે પણ આ માર્ગને અપનાવો તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસો વદી ૬ બુધવાર
પ્રાર્થના અરહનાથ અવિનાશી, શિવભુખ લીધે; વિમલ વિજ્ઞાન-વિજ્ઞાસી, સાહબ સી. 4 ચેતન ભજ અરહનાથને, તે પ્રભુ ત્રિભુવનરાય; તાલ “સુદન” “વી” માતા, તેહને નષ્ટ કહાયે. ૧
-વિનયચંદ્રજી કુંભટ વીશી
I અરહનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થનાને માર્ગ ઘણે જ વિકટ છે છતાં એ માર્ગે આત્મા એટલે એટલે આગળ વધે છે તેટલો ટલે આત્માને અધિક આનંદ મળે છે.
આત્માનું સ્વરૂપ જાણવું એ પરમાત્માની પ્રાર્થનાનું સાયું રહસ્ય છે. આત્મા, અજ્ઞાનને કારણે પિતાનું સ્વરૂપ ભૂલી ગયો છે અને એમ માનવા લાગ્યો છે કે, હું બહાર જે કાંઈ જઈ રહ્યો છું તે જ હું છું; પણ આત્મા એટલું વિચારતો નથી કે, તે બહાર જે કાંઈ દસ્પરૂપે જોઈ રહ્યો છે તે તે તુચ્છ છે. તેનું સ્વરૂપ આ દશ્ય પદાર્થોથી તદ્દન જુદું જ છે. આત્મસ્વરૂપ સમજવા માટે જ્ઞાનીજના આત્માને સંબંધીને કહે છે કે –