Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
પ૯૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આ
ગઈ. આ ઉપરથી તમે તમારા વિષે જુઓ કે, તમે શું કરે છે ? સાધુ-સાધ્વી કે, શ્રાવકશ્રાવિકા કેઈએ પણ પિતાનું પાપ. દબાવી કે છુપાવી રાખવું ન જોઈએ. કારણ કે, દબાએલુંછુપાવેલું પાપ ભયંકર હાનિ કરનારું હોય છે. તમે અભયાન જેવું ભયંકર પાપ કર્યું નહિ હેય પરંતુ સાધારણ પાપ તે કર્યું જ હશે. એ સાધારણ પાપને પણ દબાવી ન રાખે કિન્તુ પ્રગટ કરી દે.
માને કે કઈ માણસને ભાલું લાગ્યું અને તેની અણી શરીરમાં ખૂચી ગઈ પરંતુ તે માણસે ઓપરેશન કરાવી તે અણુ કઢાવી લીધી. જ્યારે બીજા માણસને જે કાંટે જ પગમાં લાગ્યો હતો પરંતુ તેણે તે કાંટાને બહાર કઢાવ્ય નહિ પણ દબાવી રાખ્યો હવે આ બેમાંથી હાનિ અને કષ્ટ કેને વધારે થશે? આ વાતને ઊંડો વિચાર કરી ભલે સાધારણ જ પાપ હોય તે પાપને પણ દબાવીને રાખે. કારણ કે, દબાવી રાખેલું સાધારણ પાપ ભયંકર પાપથી પણ વધારે હાનિ કરનારું નીવડે છે.
ગામ, નગર પુર પાટન વિચરત, ફિયા ધમ ઉદ્ધાર;
ભવ્ય જીવ તાર મુનિજી, પહુંચે મેક્ષ મંઝાર રે. ધન ૧૩ ભગવાન સુદર્શને જે અંતિમ દેશના આપી હતી તેને દેવોએ હર્ષ પૂર્વક સાંભળી. આ દેશના સાંભળવાથી સૌથી વધારે લાભ તે અભયાને થયો. તે જેવી પાપિ હતી તેવી જ ધર્મિણી બની ગઈ. શાસ્ત્રમાં એવાં અનેક ઉદાહરણો મળે છે કે જેમાં દુરાત્માઓ પણ ઉપદેસ સાંભળ્યા બાદ સુઆત્મા બની ગયા હોય. પ્રભવ ચોર જબુકુમારને ત્યાં ચોરી કરવા માટે, ગયો હતો. પણ સુધર્યા બાદ તે જ મહાત્મા બની ગયો. ચિલાયતી ચેરે પિતાને શેઠની સાથે જ અન્યાય કર્યો હતો અને તેની કન્યાનું માથું કાપી લઈ જઈ રહ્યો હતે. માર્ગમાં તેને મુનિ મળ્યા. તેણે મુનિને કહ્યું કે, મને સારા અને જલદી, કલ્યાણ થાય એવો માર્ગ બતાવે. નહિ તે મારા હાથમાં આ તલવાર છે તે દ્વારા તમારું માથું ઉડાવી દઈશ. મુનિએ, કહ્યું કે, હું તને બહુ જ સરલ માર્ગ બતાવું છું, કે જે માર્ગે જવાથી તારું કલ્યાણ જલ્દી થઈ શકે. ચિલાયતીએ, કહ્યું કે, મને બહુ જ જિજ્ઞાસા છે એટલા માટે મને જલ્દી કલ્યાણને માર્ગ બતાવે. મુનિએ કહ્યું કે, કલ્યાણ કરવાના સરલ માર્ગ તે એ જ છે કે, મન જેમ કહે તેમ ન કરવું, અર્થાત મનના કહ્યા પ્રમાણે ન ચાલવું. ચિલાયતીએ કહ્યું કે, ઠીક હવે હું એ જ પ્રમાણે કરીશ. મુનિ તે ઉપદેશ આપી ચાલ્યા ગયા પણ ચિલાયતી ત્યાં જ બાનસ્થ થઈ ઉભો રહ્યો. જ્યારે મન બીજે કયાંય ચાલ્યું જતું ત્યારે ચિલાયતી મનને કાબુમાં, રિકી રાખો અને તેને કહે કે, હવે હું તારા બતાવેલ માર્ગે ચાલનાર નથી. તેના શરીર ઉપર લેહીની જે ધાર ચાલી હતી તેના ઉપર કીડીઓ ચેટી ગઈ છતાં તે પિતાના ધ્યાનમાંથી વિચલિત ન થયો; સ્થિર જ રહ્યો અને એ પ્રમાણે તેણે આત્માનું કલ્યાણ સાધી લીધું.
મતલબ કે, મહાત્માઓના સંગથી ઘોર પાપી પણ પવિત્ર થઈ ગયા છે. એનાં અનેક ઉદાહરણે પણ શાસ્ત્રોમાં ઉક્ષિખિત છે. અભયા વ્યન્તરી પણ મહાપાતકિની હતી પણ ભગવાન સુદર્શનના પ્રતાપથી તે પણ સુધરી ગઈ. અભયા તે સુધરી ગઈ પણ તમે તમારું જુએ. તમે પણ કપટને ત્યાગ કરી પવિત્ર બને. શાસ્ત્રમાં કહ્યું છે કે, મારા મિત્રછાદ્રિ અમર સાદિક અર્થાત-કપટ કરનારે જ પાપી છે અને સરળતા રાખનારે જ સમદષ્ટિ છે એટલા માટે છળક્યુટને ત્યાગ કરી સરળ બને.