Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વી પ ]
રાજકાટ–ચાતુર્માસ
[ ૫૮૯
છે? સંસારના વ્યવહાર સાચા ગણિતથી જ ચાલે છે. ખાટા. ગણિતથી ચાલતા નથી. જ્યોતિષના ગણિતમાં થોડી પણ ભૂલ થઈ જાય તેા હિસાબ જ ખાટા થઈ જાય. સંસારમાં ભલે અસત્યના વ્યવહાર પણ થતા હાય છતાં સંસારનું કામ અસત્ય ગણિત કે અસત્ય કામથી જ ચાલે છે એમ કહી શકાય નહિ. આ જ પ્રમાણે સંસારનું કામ પણ કુશીલાના માગે ચાલવાથી જ ચાલી શકે છે એમ માનવું એ પણ ભૂલ છે. ભગવાન કહે છે કે, સંસાર વ્યવહાર સત્ય અને સરલતાથી જ ચાલી શકે છે. આજે તમે સત્ય અને સરલતાના વ્યવહારમાં ભલે કષ્ટો . માનતાં હા પણ સત્ય અને સરલતાના વ્યવહારથી તમારા આત્મા કઈ દિવસ હાનિમાં પડી શકતા નથી. આથી ઊલટું સત્ય અને સરલતાના વ્યવહારથી જ આત્મા પોતાનું કલ્યાણ સાધી શકે છે.
સુદશન ચરિત્ર—૬૫
સુદર્શનના ચરિત્રમાં પણ આજ વાત બતાવવામાં આવી છે. અભયાએ અસત્ય અને અસરલતાને વ્યવહાર કર્યાં તે આખરે તેને પશ્ચાતાપ કરવા જ પડયેા. બીજી બાજુ સુતે સત્ય અને સરલતાના જ વ્યવહાર કર્યાં તે તેમણે પોતાના આત્માનું તે। કલ્યાણ કર્યું પણ સાથે સાથે અભયાને પણ આત્મસુધાર કર્યાં. આ પ્રમાણે સત્ય અને સરલતામાં ઘણી શક્તિ રહેલી છે. સત્ય અને સરલતાથી આત્મસ્ખલ વધે છે અને આત્મબલની સમાન ખીજાં કાઈ ખલ નથી. સુદઈનના આત્મખલના પ્રતાપથી શૂળીનું સિંહાસન બની ગયું હતું. અને એ જ ભવમાં મેાક્ષની પ્રાપ્તિ થઈ શકી હતી. એટલા માટે સત્ય અને સરલતાની નિંદા અને ફૂડકપટની પ્રશંસા ન કરે. દુનિયામાં ભલે કૂટકપટના ફેલાવા થઈ રહ્યો હાય છતાં કાઈ પણ ધર્મના ગ્રન્થમાં એમ કહેલું નથી કે કૂડકપટ કરવું એ ધર્મ છે અથવા ફૂડકપટ કરવું જોઈએ. બધાં ધર્મશાસ્ત્રાએ અને નીતિકારાએ ફૂડકપટની નિંદા જ કરેલ છે છતાં જે જેવું કરે છે તે તેવું ફળ પામે છે.
અભયાએ રાણીના ભવમાં તથા વ્યન્તરીના ભવમાં મહાત્મા સુદર્શનને ધણું કષ્ટ આપ્યું હતું છતાં એ મહાત્માને ધન્ય છે કે તેમણે બધાં કષ્ટોને સમતાપૂર્ણાંક સહન કર્યા અને કષ્ટ આપનાર અભયાને પણ પવિત્ર કરી દીધી. એટલા જ માટે કહેવામાં આવ્યું છે કે, વીતરાગમાં ચિત્ત એકાગ્ર કરવાથી ન જાણે કયા વખતે શું થઈ જાય છે ? એ વાત જ નિચનીય છે.
વ્યન્તરી કહે છે કે, મેં અનેક પાપા કર્યા છે પણ હવે હું આપના શરણે આવી છું. દીન કે। દયાલુ દાની સરા ન કોઈ,
તૂ દયાલુ હીન હેા તૂ દાની હા ભિખારી;
હા પ્રસિદ્ધ પાતકી તૂ પાપપૂજહારી. દીન નાથ તૂ અનાથ કે અનાથ કૌન મેસેાં, મા સમાન આરત નાહિં આરતહાર તાસે.
દીન॰
આ વાત જે તમને સંભળાવું છું તે તમારા માટે પણ છે અને મારા આત્મા માટે પણ છે. અભયા પણ આ પ્રકારની પ્રાર્થનાથી સુધરી ગઈ તે આપણે કેમ સુધરી નહિ શકીએ ? અભયા મહાપાતિકની હતી પણ તેણીએ પાપ છુપાવ્યું નહિ તે। તે પવિત્ર બની