Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
પ૭૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ ભગવાન શાન્તિનાથના નામસ્મરણ વિષે પણ આ જ ઉદાહરણ લાગુ પડે છે. શાન્તિ પ્રાપ્ત કરવા માટે ભગવાન શાન્તિનાથનું નામ એક સાધન છે; પણ આ સાધનને ઉપયોગ યોગ્ય રીતિએ કરવો જોઈએ. જ્યારે સાયકલ ચલાવવામાં પણ બરાબર ખ્યાલ રાખવાની જરૂર રહે છે તો પછી ભગવાનના નામમાં ખ્યાલ રાખવાની જરૂર ન હોય ? ભગવાન શાન્તિનાથનું નામ મંગલમય અને શાંતિ આપનારું છે; પણ જે નામસ્મરણ બરાબર રીતિએ કરવામાં આવે તો, જે કઈ પરમાત્માનું નામસ્મરણ 5 રીતિએ કરે છે તેને શાન્તિ અને મંગલતાની પ્રાપ્તિ થાય જ છે.
એક કબુતરની રક્ષા માટે પિતાના શરીરનું બલિદાન આપવાને સમય મેઘરથ રાજા માટે માંગલિક હતો કે અમાંગલિક? કઈ સાધારણ રાજા હેય તે જુદી વાત હતી. પણ મેઘરથ રાજા તે પ્રજાને સુખ આપનાર અને ન્યાયનિપુણ રાજા હતા. ધર્મને તે સેવક હતે. છતાં એક કબુતરને માટે રાજાના શરીરનું બલિદાન આપવું પડે ! તે વખતે રાણી, પ્રધાન અને પ્રજા વગેરે લેકે દુઃખી થઈ રહ્યા હતા. પ્રધાને રાજાને અનેક રીતે સમજાવ્યા અને વિનવ્યા કે, અલ્પને માટે મહાનતી હાનિ કરવી એમાં શું બુદ્ધિમતા છે? એમ કરવું એ તે મૂર્ખતા છે. આ એક કબુતરને માટે આપ શરીરનો ભોગ ન આપો. આપના જે શરીરથી પ્રજાનું પાલન થાય છે તે આ પ્રમાણે નષ્ટ થઈ જાય એમ અમે ચાહતા નથી. આ પ્રમાણે પ્રધાને એ રાજાને ઘણું સમજાવ્યા પણ રાજા વાણિયો ન હતો કે એમ માની જાય. તેણે પ્રધાને કહ્યું કે, “હે! પ્રધાન ! અલ્પ માટે મહાન ત્યાગ કરતા નથી પણુ મહાનને માટે થોડો ત્યાગ કરું છું. તમે સમજે છે કે, હું કબુતરની રક્ષા માટે શરીર આપું છું પણ વાસ્તવમાં હું ધર્મને માટે શરીરનું બલિદાન આપી રહ્યો છું. તમે એ તે સારી રીતે જાણે જ છે કે, આ શરીર નાશવાન છે તે પછી એ નાશવાને શરીરનું પિતાના હાથે જ દાન કરી દેવું શું ખોટું છે?”
આ પ્રમાણે અપૂર્વ ત્યાગ કરનાર જ તીર્થંકર કે મહાપુરુષ થાય છે. આ ઉદાહરણ ઉપરથી તમે એ જુઓ કે તમે શાન્તિનાથ ભગવાનને જપો છો કે તેમના નામની ખરીદી કરો છો ! “જે મારું માથું દુઃખવું બંધ થઈ જાય તે હું શાન્તિનાથ ભગવાનની શક્તિ જાણું – આ પ્રમાણે કહેવું એ ભગવાનનું નામ મરણ નથી પરંતુ તેમના નામની ખરીદી છે. શાન્તિનાથ ભગવાનનું નામસ્મરણ સાચું છે તે છે કે, જ્યારે ભગવાનને માટે તન, ધન અને પ્રાણ સમર્પિત કરી દેવામાં આવે. અર્થાત તન, ધન અને પ્રાણને મેહ છોડી દેવામાં આવે. જો કે તમારાથી મેહ એકદમ છૂટવો મુશ્કેલ છે, પરંતુ ધીરે ધીરે મેહને છોડતા જાઓ અને આગળ વધતા જાઓ તે શાન્તિનાથ ભગવાનને જાણી શકશે. સાચું નામસ્મરણ કરતાં જે માથે કષ્ટ પડે તે પણ એમ માને છે, એ કષ્ટો નથી પડતાં પણ મહાન કર્મોની નિર્જરા થઈ રહી છે. એમ થવું ન જોઈએ કે, ઉપવાસ કરો અને ભૂખ લાગે ત્યારે ખાઈ લે. આ જ પ્રમાણે નામ તે જ અને ધર્મ પણ કરે, પરંતુ માથે કષ્ટ પડે ત્યારે નામ જપવાનું અને ધર્મ કરવાનું છોડી દે. પરમાત્માનું નામ જપતાં કષ્ટ પડે તે એમ વિચારો કે, એ કષ્ટો મને ઉન્નતિના માર્ગે લઈ જાય છે. જે આત્મા કષ્ટોને પણ મંગળ બનાવી લે અને એમ વિચારે કે, આત્મા મંગલમય છે તે કષ્ટ તેને કષ્ટરૂપ જણાય જ નહિ. આ પ્રમાણે જે યોગ્ય રીતિએ પરમાત્માનું નામસ્મરણ કરે છે તેને અમંગલ કે અશાનિત થતી જ