Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદી ૨]
રાજકેટ-ચાતુર્માસ
[૫૮૧
કરી હું મુનિ થયો. મુનિ થયા બાદ પણ આ અભયા માતાની સહાયિકા પંડિતાએ પણ મારી ધર્મપરીક્ષા કરી મને સહાયતા આપી છે. આ માતા જે પહેલાં અભયા રાણી હતી પણ શૂળી ઉપરથી બચી જવાને કારણે જે ગળે ફાંસો ખાઈ વ્યન્તરી થઈ છે, તેણીએ પણ મારા ઉપર આ જંગલમાં ઉપકાર કર્યો છે. મને આ ઉન્નત અવસ્થાને પ્રાપ્ત કરવામાં જેટલી સહાયતાની આવશ્યક્તા હતી તે બધી સહાયતા આ માતા તુલ્ય મને આપી છે. આ પ્રમાણે આ બધો મહિમા અને દિવ્યજ્ઞાન પ્રાપ્ત કરવામાં આ માતા તુલ્ય જ મારી સહાયિકા છે. એટલા માટે તમારા કરતાં આ માતા તુલ્ય જ મારી પ્રાર્થના કરવાની સર્વપ્રથમ અધિકારીણી છે.
ભગવાનનું આ કથન સાંભળી અભયા કહેવા લાગી કે, “હે ! પ્રભે! તે આપને પહેલાં પણ અનેક કષ્ટ આપ્યાં હતાં, અને આ જંગલમાં પણ મુનિ થવા છતાં તમને ઘણું કષ્ટો આપ્યાં છે છતાં તમે મને ઉપકારિણું કહી મારી પ્રશંસા કેમ કરી રહ્યા છે ?” આ પ્રમાણે કહી અભયા દીનતા પ્રગટ કરવા લાગી.
દેવ ભગવાન સુદર્શનને કહેવા લાગ્યા કે, આપ જે કહે છે તે પણ ઠીક છે અને આ વ્યન્તરી જે કહે છે તે પણ ઠીક છે. અમને તે તમારી વાતમાંથી એક તત્ત્વ જાણવા મળ્યું છે કે, પારસને છેદવા માટે જે છરી ગઈ હતી તે છરી પારસના સ્પર્શથી પિતે જ સેનાની બની ગઈ. આ જ પ્રમાણે આ વન્તરીના હાલ બન્યા છે. એટલા માટે આપને પણ ધન્ય છે અને તેને પણ ધન્ય છે. અમે તે તમારા બન્નેના ગુણ ગાઈએ છીએ.
નીચેમેં અતિ નીચ કમ મેં, કીના પાતિક પૂરજ
દિયા દુઃખ મને મહામુનિકે, અરે ! અરે ! કમ સૂર. ધન ૧૩૭ છે આ પ્રમાણે અભયા વ્યન્તરી, ભગવાન સુદર્શનની સમક્ષ ક્ષમાપ્રાર્થના કરી રહી છે. ઘણું વર્ષોથી પડેલા ઘાસના ઢગલાને બાળવામાં અગ્નિને કેટલી વાર લાગે ? અગ્નિને એ વાતને વિચાર હેતે નથી કે આ ઘાસને ઢગલે આટલાં વર્ષોથી અત્રે પડે છે એટલા માટે એને બાળવામાં પણ એટલે જ સમય લગાડવો જોઈએ. પણ તે તે થોડી જ વારમાં ઢગલાને બાળીને ભસ્મ કરી નાંખે છે. આ જ પ્રમાણે અનંતકાળના સંસ્કારો અને અનંત ભવનાં પાપોના સંસ્કાર પણ આવા મહાત્માના શરણે જવાથી ડીવારમાં જ ભસ્મીભૂત થઈ જાય છે. મહાપુરુષે ઉપર ખોટું આળ ચડાવવું એ કાંઈ ઓછું પાપ નથી. ગૌહત્યા, બ્રાહ્મણહત્યા, સ્ત્રીહત્યા અને બાલહત્યાથી પણ આ પાપ ભયંકર છે. વિશ્વાસઘાતનું પાપ એથી પણ વધારે છે. અભયાએ પણ વિશ્વાસઘાત કરી એવું ભયંકર પાપ કર્યું હતું પણ કહ્યું છે કે –
ગે બ્રાહ્મણ પ્રમદા બાલક કી, મોટી હત્યાચારે છે.
તેને કરણહાર પ્રભુ ભજ ને, પાવે ભવનિધિ પારે. પદ્મ કપટરહિત થઈ પરમાત્માના શરણે જવામાં આવે તે એવાં મહાપાપ પણ નષ્ટ થઈ જાય છે.
વ્યન્તરી કહે છે કે, “હે! પ્રભો ! મેં સાંભળ્યું છે અને પ્રત્યક્ષથી જોઉં છું કે, આપ અધમ ઉદ્ધારક છે. અને તેથી જ તમે આ દેવોને એમ કરી રહ્યા છો કે, “આ માતાતુલ્ય મને કેવલજ્ઞાન જલદી પ્રાપ્ત કરવાની સહાયતા આપી છે.” આ પ્રમાણે તમે મારા દુષ્કૃત્યને પણ સહાયતારૂપે માની રહ્યા છો. આપ અધમેદ્ધારક છે એ કારણે જ તમે મારા