Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૫૭૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
કપડાં પહેરી ખીજાની લજ્જા લૂંટવામાં આવે તે તે કુશીલપણું છે. પૃથ્વી બધાને આધાર આપે છે પણ પૃથ્વીને આધાર લઈ ખીજાને આધાર રહિત કરે છે તે કુશીલ છે. જે ભેાજનપાણી તમારી ભૂખ–તરસ મટાડે છે તે ભેાજન-પાણી ખાઈ-પીને બીજાને ભેાજન–પાણીથી વચિત રાખવામાં આવે, ખીજાનુ ભાજન–પાણી ઝૂંટવી લેવામાં આવે તે એ કુશીલપણું છે. આ પ્રમાણે જે વસ્તુ જે કામને માટે મળી છે તે વસ્તુને ગેરઉપયાગ કરવા એ કુશીલપણુ છે. આ જ પ્રમાણે જે વેશને ઇન્દ્ર પણ નમસ્કાર કરે છે અને જે વેશ સંયમનું પાલન કરવા માટે છે તે વેશને ધારણ કરી વિપરીત કામ કરવું તે પણ કુશીલપણું છે.
અનાથી મુનિ કહે છે કે, “ હે ! રાજન ! કુશીલાનેા તા ત્યાગ કરવા જ પણ સાથે સાથે તેમના માતા પણ ત્યાગ કરવા; અર્થાત્ જે કારણે તે કુશીલ કહેવાય છે તે કારણતા પણ ત્યાગ કરવા, એ અવગુણાને પણ ત્યાગ કરવા. જો કે, સાધુ અને ગૃહસ્થ બન્નેના માર્ગો જુદા જુદા છે પણ ગૃહસ્થામાં જે કુશીલને મા` હોય તે ગૃહસ્થાએ છાડવા જોઈએ અને સાધુએમાં જે કુશીલના માર્ગી હોય તે સાધુઓએ છેડવા જોઈએ. હૈ ! રાજન ! જો તું કુશીલાના માર્ગ છોડીશ નહિ તેા પછી તું કુશીલાની ધૃણા પણ કરી શકીશ નિહ અને તેમને સંગ પણ છેડી શકીશ નહિ.
,,
અનાથી મુનિ કહે છે કે હે ! રાજન ! તું રાજા છે. તું પ્રજાની રક્ષા માટે રાજા થયા છે, જે રાજા થઈ ને ગરીમાના ધન–પ્રાણનું હરણ કરે છે અને ગરીબ પ્રજાને દુઃખા આપે છે તે કુશીલ છે. જે આ પ્રકારને કુશીલ રાજા છે તે ગરીબ પ્રજાની રક્ષાથી વિમુખ થઈ તેમનું ધન હરી લે છે. જે લેાકેા રાજાને રાજા માને છે અને તેમને નમન કરે છે તે રાજા ઉપર પ્રજાની રક્ષાના ભાર રહેલા છે. જે રાજા પેાતાની આ જવાબદારીને સંભાળતા નથી તે કુશીલાના મા` ઉપર છે એમ સમજવું જોઈએ.”
ભવભૂતિ કવિએ રામના મુખે એમ કહેવડાવ્યું છે કે, “ હે ! લક્ષ્મણુ ! હું નામના જ રાજા નથી, પણ સાચા રાજા છું. મારી ઉપર પ્રજાની રક્ષાના ભાર રહેલા છે એટલા માટે પ્રજાના હિતને કારણે જો મારે સીતાના ત્યાગ કરવા પડે તે હું સીતાનેા ત્યાગ પણ કરી શકું છું એટલું જ નહિ પણ પ્રજાના હિત માટે તારા જેવા સાચા ભાઈ ના પણ ત્યાગ કરવા પડે તા તારા પણ ત્યાગ કરી શકું છું.”
આવા રાજાને કાણુ ન ચાહે ? અને આવા રાજા હેાય તે સ્વરાજ્યને પ્રશ્ન પણ કેમ ઉપસ્થિત થાય ? પણુ રાજાએ પેાતાની જવાબદારી ભૂલી રહ્યા છે અને કુશીલાના માગે જઈ રહ્યા છે અને તે જ કારણે સ્વરાજ્ય પણ માંગવામાં આવે છે તથા કાળા વાવટા બતાવી તે રાજાઓને ધિક્કારવામાં પણ આવે છે.
આ તા રાજાની વાત થઈ. હવે તમે તમારા વિષે પણ જુએ કે, તમારા માટે કયા કુશીલાને માગ છે કે જે ત્યાજ્ય છે? તમે વિવાહના સમયે કઈ પ્રતિજ્ઞા કરી હતી અને અત્યારે ક્યાં જઈ રહ્યા છે, તે જુએ. શું તમે પિતાની સાથે ચેાગ્ય પુત્ર જેવા, માતાની સાથે ચેાગ્ય સંતાન જેવા, ભાઈ–હેનની સાથે યાગ્ય ભાઈ જેવા, જેવા અને નાકરની સાથે યાગ્ય સ્વામી જેવા વ્યવહાર રાખા છે? કુશીલાના માર્ગો ઉપર નથી ? તમે ધનવાન બન્યા છે પણ જે
સ્ત્રીની સાથે ચેાગ્ય પતિ
જો નહિં તે શું તમે ગરીખાના ધનથી તમે