Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૫૭૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસે
આ પ્રશ્નના ઉત્તરમાં જ્ઞાનીજના કહે છે કે, ભગવાન શાન્ત અને મગલમય છે પણ તું તારા વિષે એ જો કે, તું તે શાન્ત અને મગલમય બન્યા છે કે નહિ ? તું પોતે કામવાસનાથી અશાન્ત અને અમગલ તેા બન્યા નથી ને? જો તું કામવાસનાથી ઘેરાઈ ગયા તે તે તું એ કામવાસનાની માફક અશાન્ત અને અમંગલ બની જઈશ. જો કે તું વાસ્તવિકરીતે શાન્ત અને મંગલમય છે પરંતુ કામવાસનાથી ઘેરાઈ જવાને કારણે અશાન્ત અને અમ ગલમય બની રહ્યો છે! માટે શાન્ત અને મંગલમય બનવા માટે તું કામવાસનાને ત્યાગ કર. તું પરમાત્માના વિષે તે એમ જુએ છે કે પરમાત્મા અને તેમને ધર્માં મંગલમય હાવા છતાં પણ અમંગલમય કેમ છે પણ એમ શા માટે જોતા નથી કે, જે અશાન્તિ અને અમ ગલતા છે તે કામવાસનામાંથી આવી છે કે પરમાત્મામાંથી ?
આ વિષે ઘણું કહી શકાય એમ છે પરંતુ તમે લૉકા સમજદાર હાવાથી સંક્ષેપમાં એટલું જ કહું છું કે, તમે બીજી કોઈ વાત ન જોતાં એટલું જ જુએ કે તમે પ્રભુમય છે। કે પ્રભુથી જુદા છે ? ‘પ્રભુ સત્ય', શિવ' અને સુન્દરં છે.’ તે પ્રભુ સત્ય છે, શિવ છે અને સુંદર છે. સત્ કલ્યાણકારી–મંગળકારી હાવા છતાં સુંદર છે. હવે તમે એ જુએ કે, તું કેવા છે ? કદાચ કાઈ કહે કે, હું અસત્ છું; કારણ કે- સત્ તા ત્રિકાલમાં એક સરખું જ રહે છે પરંતુ હું તેા ક્ષણભંગુર છું. આ જ પ્રમાણે મારી પાછળ અનેક અમંગળ વાતા વળગેલી છે એટલા માટે હું અમંગળ છું. આ પ્રમાણે હું સુંદર પણ નથી; કારણ કે મારી પાછળ અનેક પ્રકારની ઉપાધિએ વળગેલી છે કે જે ઉપષિએને કારણે હું અસુંદર બની રહ્યો છું. આ પ્રમાણે કાઈ ભલે કહે પણ જ્ઞાનીજતા કહે છે કે, આ તારું મૂલ સ્વરૂપ નથી. તું તારા મૂળ સ્વરૂપને જો કે તું કેવા છે ? સાનાના ઘાટ ગમે તેવા હેાય પર ંતુ સાનું તે સાનું જ રહે છે. આ જ પ્રમાણે તારી પાછળ ઉપાધિએ વળગેલી છે એ કારણે જ તું આવા થઈ રહ્યો છે પરંતુ તારું મૂળ સ્વરૂપ વાસ્તવમાં આવ્યું નથી. તારું મૂલ સ્વરૂપ તે ‘સત્ય‘ શિવ... સુંદર‘ ’ જ છે. તારું મૂલ સ્વરૂપ સમજવા માટે તું પુદ્દગલ અને આત્માના ભેદ કરી જો. આ પ્રકારના ભેદવિજ્ઞાન વિના મૂલ સ્વરૂપ જાણી શકાતું નથી. તું પોતાને ક્ષણભંગુર અને એ કારણે અસત્ માને છે પરંતુ વાસ્તવમાં ક્ષભંગુર તું નથી પણ પુદ્દગલ છે. આત્મા ક્ષગભંગુર નથી પણ પુદ્ગલ ક્ષણભંગુર છે. પુદ્દગલને કારણે આત્મા ક્ષણભંગુર બની શકે નહિ. પુદ્દગલ અને આત્મા ભિન્ન ભિન્ન છે. પુદ્ગલ અને આત્માની ભિન્નતાને માટે એ જુએ કે, શરીરમાંથી આત્મા નીકળી જાય છે ત્યારે શું શરીર હાલી—ચાલી શકે છે ? આંખ, કાન, નાક વગેરે ઇન્દ્રિયા જોઈ, સાંભળી કે સૂંઘી શકે છે? આત્મા વિના શરીર હાલી—ચાલી શકતું નથી તેમ ઇન્દ્રિયા કાંઈ કામ કરી શકતી નથી. આ શરીરને આ રૂપ અને આ સસ્થાનમાં લાવનાર આત્મા જ છે. આત્માના ચાલ્યા ગયા બાદ શરીર નિશ્ચેતન—મડદું બની જાય છે.
જ્યારે
જે શરીરમાંથી આત્મા નીકળી જવાથી નિશ્ચેતન બની ગયું એવાં અનેક મડદાં શરીરને તમે ખાળ્યાં હશે છતાં શું તમને એવું જ્ઞાન પ્રગટયું કે, આત્મા જીદ્દો છે અને શરીર કે પુદ્દગલ જુદું છે? ગાંડલ સમ્પ્રદાયની બાલબ્રહ્મચારિણી સતી પાર્વતીજી પોરબંદરમાં આજે કાલધર્મ ને પામ્યા એ તે! તમે સાંભળ્યું જ છે. તેમણે તે અનેક જીવાને ધર્મોપદેશ આપ્યા હશે અને પેાતાના આત્માનું પણ કલ્યાણ કર્યું હશે એટલા માટે તેમનું મૃત્યુ તે મહેાત્સવરૂપ છે, ચિન્તનીય