Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૧૧ ]
રાજકોટ-ચાતુર્માસ
[ ૫૦૧
મતલબ કે, જે ધર્માંની શિક્ષા જ સ્વીકારતા નથી, પણ ધર્મીની ટીકા કરે છે, તે તે અયેાગ્ય અને અભવીની સમાન છે. બીજા પ્રકારનેા માણસ એવા છે કે, જે ધર્મની શાળામાં જાય છે, ધર્મીના સ્વીકાર પણ કરે છે અને લિંગ પણ ધારણ કરે છે પણ ધર્મનું પાલન કરતા નથી. આવા વ્યક્તિ, જો કે ધર્મનું પાલન કરનારથી મધ્યમ છે પણ જે ધ'ની શાળામાં ભણવા આવ્યા જ નથી તેમ જ આવવા ચાહતા નથી તેના કરતાં તે સારા જ છે. આવા માણસને ધ`ને સ્વીકાર ન કરનાર કરતાં ખરાબ કહી શકાય નહિ. જેમણે ધર્મના સ્વીકાર જ કર્યાં નથી તે વ્યક્તિ કરતાં ધર્મના સ્વીકાર કરે છે પણ પાલન કરી શકતા નથી તે માણસ અપેક્ષાએ સારા કહેવાય છે. ભાવ તા એવા રહેવા જોઈએ કે, મારાથી નિરપવાદ સંયમનું પાલન થઈ શકે, પણ કાઈ વ્યક્તિથી સંયમનું પાલન થઈ શકતું ન હેાય તેા એમ વિચારવું જોઈએ કે, અનાથી મુનિ એના વિષે પહેલાં જ કહી ગયા છે કે આવા માણસથી સંયમનું પાલન થઈ ન શકે તે એમાં કાંઈ આશ્ચર્યની વાત નથી.
અનાથી મુનિ ખોટા રૂપિયાનું ઉદાહરણ આપી એમ કહે છે કે, જે પ્રમાણે ખોટા રૂપિયાને કાઈ સંગ્રહ કરતું નથી—ખાટાં નાણાં કાઈ શાહુકારની તીજોરીમાં સ્થાન પામતાં નથી; તે જ પ્રમાણે જ્ઞાનીજનાની દૃષ્ટિમાં તે સાધુએ પણ આદર પામતા નથી કે જે સાધુએ સાધુપણાનું પાલન કરતા નથી પણ કેવળ ઉપરથી જ સાધુતાના દેખાવ કરે છે.
7
આજ કાલ લૉકા કહેવા લાગે છે કે, સાધુ–સાધુએએ એક થઈ જવું જોઈએ ! પર ંતુ સાધુ–સાધુઓ એક ન થવાનું કારણ શું છે એ બતાવવા માટે હું તમને એક ઉદાહરણ આપી સમજાવું છું. તમારા લોકેામાં જે મદ્ય-માંસ ખાય છે તે જાતિમાં સ્થાન પામતા નથી .એવું તમારી જાતિમાં નિયમ છે. તે જ પ્રમાણે માનો કે તમે તમારી જાતિમાં ખીજાં નિયમા પણ બાંધ્યા છે. પરંતુ કાઈ માણસ ઉશૃંખલ થઈ એમ કહે કે, અમારું મન થશે તે ચીજ અમે ખાઈશું અથવા મન ચાહે તેમ કરીશું અથવા સ્વચ્છંદ થઈને જાતિની મર્યાદા તાડે અને જાતિ વિરુદ્ધ કાર્ય કરે તો તે. જાતિથી પૃથક્ થઈને મન ચાહે તેવી સ્વચ્છ ંદતા ચલાવે પણ તે તમારી જાતિમાં સ્થાન પામી ન શકે. પરંતુ જે તે જાતિના નિયમાનું પાલન ન કરે પણ ઊલટા તે નિયમાના ભંગ કરે અને પછી જાતિમાં આવવાની હઠ પકડે તો શું તેની આ હઠ બરાબર છે ?
માના કે, એક માણસ લીલેાતરી ખાય છે અને ખીજો માણસ લીલાતરી ખાતા નથી. હવે લીલાતરી ખાનારા લીલાતરીના ત્યાગીને કહે કે, તમે મારી સાથે ખાએ નહિ તા હું તમને બદનામ કરીશ કે કુસંપ ફેલાવનાર આ જ વ્યક્તિ છે. તે શું આ ભયથી તે ત્યાગી માણસ લીલાતરી ખાનારની સાથે બેસીને ખાશે ખરા ? તે તા એમ જ કહેશે કે, હું તારી સાથે ખાવા માટે તૈયાર છું, પણ તારી થાળીમાંથી લીલેાતરીને બહાર કાઢી નાંખ. આ ત્યાગીનું આ કથન શું ખાટું છે? અને જ્યાંસુધી તે લીલેાતરી બહાર કાઢી ન નાંખે ત્યાંસુધી તેની સાથે ન ખાવું એ પણ શું ખાટું છે ?
આ જ વાત સાધુઓને વિષે પણ સમળે. આજે કેટલાક લાંકા કહે છે કે, સાધુ સાધુઓમાં પણ એકતા નથી પણ સાધુ–સાધુએમાં એકતા ન હેાવાનું કારણ શું છે તે પણ જીએ. શું કેવળ વેશને જ સાધુપણું માનવું જોઈ એ ! કેવળ વેશથી જ સાધુતા આવતી નથી.