Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદી ૭]
રાજકેટ-ચાતુર્માસ - વ્યંતરીનું રાક્ષસી રૂપ જોઈને અને તેનું કોર કથન સાંભળીને અણુ સુદર્શન મુનિ ધ્યાનમાંથી જરાપણ વિચલિત થયા પણ પહેલાંની માફક જ ધ્યાનમગ્ન થઈ બેસી સ્યા. તે મનમાં વિચારતા હતા કે, માતા પહેલાં તે રૂપમાં પરીક્ષા કરતી હતી પણ હવે તે આ રૂપમાં મારી પરીક્ષા કરી રહી છે. પહેલાં તેણીએ રાગની પરીક્ષા કરી હતી હવે તે દ્વેષની પરીક્ષા કરી રહી છે. પણ જ્યારે હું માગની પરીક્ષામાંથી પસાર થઈ ગયો છું તે પછી દ્વેષની પરીક્ષામાંથી પસાર થઈ જવું શું મુશ્કેલ છે! જ્યારે સ્ત્રીઓના મેગરૂપ સાગરમાંથી નીકળી ગયે તે આ ઠેષરૂપ ખાડામાંથી નીકળવું શું મુશ્કેલ છે? તેના નેત્રોની તીક્ષણ ધારમાંથી બચવું પહેલાં જેટલું મુશ્કેલ હતું તેટલું તલવારની ધારમાંથી બચવું મુશ્કેલ નથી. એટલા માટે માતાના પ્રયત્નોથી હું પતિત થઈ શકું એમ નથી. આ માતાની મારા ઉપર કેવી કૃપા છે! આ માતા મારા કલ્યાણને માટે જ કેટલે બધે પ્રયત્ન કરી સ્વી છે અને તે માટે તેને કેવું કેવું રૂપ ધારણ કરવું પડે છે. જે હું આ પરીક્ષામાં નાપાસ થઈ જાઉં તે એમાં મારું પણ અપમાન છે અને આ માતાનું પણ અપમાન છે.
સુદર્શન મુનિ આ પ્રમાણે ઉજજવલ વિચાર કરી આત્માને ઉજ્જવલ બનાવી રહ્યા હતા. વ્યંતરી આખરે પ્રયત્ન કરતી થાકી ગઈ. હવે આગળ શું થાય છે તે વિષે યથાવસરે. વિચાર કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસો સુદી ૭ ગુરુવાર
પ્રાર્થના પ્રતિકસેન” નરેશ્વર સુત, “પૃથવી” તુમ મહતારી; સુગણ સ્નેહી સાહબ સાચે, સેવકને સુખકારી. શી જિનરાજ સુપાસ, પૂરે આસ હમારી.
–વિનયચંદ્રજી કુંભ, ચોવીશ્વ શ્રીસુપાર્શ્વનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનાની કડીઓ સરલ છે એટલા માટે કેવલ તેના ભાવને હૃદયમાં ઉતારવાની જ જરૂર છે. આ પ્રાર્થનામાં કહેવામાં આવેલા ભાવે અનેક પ્રકારે હૃદયમાં ઉતારી શકાય છે. જેમની જેવી ભાવના હશે. તે તે રીતે આ પ્રાર્થનાના ભાવને પિતાના હૃદયમાં ઉતારી શકે છે. છતાં હું મારી પોતાની ભાવના પ્રમાણે આ પ્રાર્થનાના ભાવોને તમારી સમક્ષ પ્રગટ કરું છું. જે મારી ભાવના પ્રમાણે કહેવામાં આવેલા ભારે તમારી ભાવના સાથે મળી જાય તે તે એ ભાવેને તમે તમારા હૃદયમાં સ્થાન આપે. આ વિષે કોઈના ઉપર બળજબરી કરી શકાય નહિ. જે વાતને જે રૂપમાં જાણી છે તે વાતને તે જ રૂપમાં બીજાની સામે પણ મૂકવી એ ધર્મ છે. પછી આ વાતને સ્વીકારે કે ન સ્વીકારે એ પિતાની મરજી ઉપર