Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
પ૬૮] .
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસે.
ઉભી થઈ જાય ! સાધુઓનું વ્યાખ્યાન સાંભળી કોઈ સ્ત્રી એમ કહેવા લાગે કે, “હું તે હવે ચૂલો સળગાવીશ નહિ, ઘંટી ફેરવીશ નહિ, બાળકને દૂધ પીવડાવીશ નહિ અને ઘરનાં કામ પણ કરીશ નહિ કારણ કે એ બધામાં પાપ છે.” સ્ત્રીનું આ કથન સાંભળી તમે લેકે શું કહેશે ? એ જ કહેશે કે, મહારાજ! આપનું વ્યાખ્યાન સાંભળી અમારી સ્ત્રી બગડી ગઈ. એ સ્ત્રીને જે એમ કહેવામાં આવે કે, તારે જે કામ જ કરવું નથી તે તું દીક્ષા લઈ લે. તે એને માટે તો તે એમ કહે છે કે, મારે દીક્ષા તે લેવી નથી પણ હું ઘરનું કામ કરીશ નહિ. ત્યારે તેને એમ જ કહી શકાય કે, તું સર્વપ્રથમ સ્થૂલ હિંસાનો ત્યાગ કર તથા ક્રોધ કલેશને ત્યાગ કર. જે સ્થૂલ હિંસાનો ત્યાગ કરીશ તે પણ તને ધર્મ જ થશે. જો તું ઘરમાં શાતિથી રહીશ અને ઘરમાં કલેશકંકાસ નહિ કરે તે તારા ઘરના લેકે એમ કહેશે કે, મહારાજ! આપનું વ્યાખ્યાન સાંભળી તે સુધરી ગઈ. આ પ્રમાણે ઘરના વ્યવહારથી જ સાધુઓને પ્રશંસા પણ મળી શકે છે અને બદનામી પણ મળી શકે છે.
કહેવાનો આશય એ છે કે, અજાણિયા શ્રોતાઓની આગળ એવી શિક્ષા આપવી ન જોઈએ કે જેને તેઓ સમજી શકે નહિ અને ઊલટા ગડબડમાં પડી જાય. બાળક અને સ્ત્રીઓના મગજમાં એવી વાત ઘુસેડવી ન જોઈએ કે જેથી તેમનામાં વધારે ખરાબી આવી જાય અથવા ભયમુક્ત થવાને બદલે વધારે ભયગ્રસ્ત થઈ જાય. બાળક અને સ્ત્રીઓની સામે ભૂત-ચૂડેલની વાતો કરવામાં આવે છે તેઓ એમ વિશ્વાસ કરવા લાગશે કે, ભૂત-ચૂડેલ હોય છે. કારણ કે તે દિવસે શાસ્ત્રમાં પણ ભૂત-ચૂડેલની વાત નીકળી હતી. આ પ્રમાણે ભૂત-ચૂડેલની વાતો કરવાથી બાળક અને સ્ત્રીઓમાં વધારે ભય પેદા થવા પામે છે. તેમની સામે તે એવી વાત મૂકવી જોઈએ કે, નવકાર મંત્રમાં એવી શક્તિ હોય છે કે, તે ચૌદ પૂર્વના જ્ઞાનથી પણ ચડિયાતી છે અને તેનો જાપ કરવાથી કોઈ પ્રકારને ભય પણ રહે નથી. ગાંધીજીએ લખ્યું છે કે, “મારી ધાયમાતાએ મને એવી શિક્ષા આપી હતી કે, રામનું નામ જપવાથી ભૂત આદિને ભય લાગતું નથી. મારી ધાયમાતાની આ શિક્ષાને કારણે મને કોઈ દિવસ ભૂત-પ્રેતને ભય લાગ્યો નથી. હવે તમે એ વિચારી લે કે, નવકારમંત્ર મેટે છે કે રામનામ મેટું છે. તમે એમ કહેશો કે, નવકારમંત્ર મટે છે. પણ એ વિશ્વાસ છે કે નહિ ? આજે કોઈ સાઠ વર્ષના વૃદ્ધને એમ કહેવામાં આવે કે, તમે રાતના સ્મશાનમાં ચાલ્યા જાઓ. તે શું તે વૃદ્ધ જઈ શકશે? આથી વિરુદ્ધ જાપાનના બાળકે વિષે એવું સાંભળવામાં આવે છે કે, પાંચ વર્ષના બાળકના હાથમાં પણ તલવાર કે બંદુક આપી સ્મશાનમાં જવાનું કહેવામાં આવે છે તે તે પણ સ્મશાનમાં ચાલ્યો જાય છે. આ પ્રમાણે આપણે ત્યાં આ વિશ્વાસ નથી પણ હૃદયમાં ભય ઘૂસેલે છે. એટલા માટે તેમને એવી શિક્ષા આપવી ન જોઈએ કે જેથી તેમને વધારે ભય થાય; પણ તેમને એવી શિક્ષા આપવી જોઈએ કે જેથી તેમને ભય દૂર થાય ! - આ જમાનામાં જાણિયા પરિષદ્ ઓછી છે અને અજાણિયા પરિષદ્ વધારે છે. એટલા માટે અમારે ઉપદેશ આપવામાં સાવધાની રાખવી જોઈએ.
કદાચ કઈ કહે કે, અમુક બાઈનું અમુક કામ તે દેવીની પાસે જવાથી પૂરું થઈ ગયું. પણ જ્યારે દેવીમાં શક્તિ છે તે શું નવકારમંત્રમાં શક્તિ નથી ? નવકારમંત્રમાં કેવી શક્તિ છે એને માટે કહ્યું છે કે –