Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
-
શુદી ૭] રાજકેટ-ચાતુર્માસ
[૫૫૫ તમ લેભ મેહ અહંકારા, મદ કેહ મેહ રિપુ મારા;
અતિ કરહિં ઉપદ્રવ નાથા, મર્દહિં મહિં જાનિ અનાથા. “હે ! પ્રભો ! મારા હૃદયમાં ઘુસી ગએલા ચોરોને તે આપ જાણો જ છો છતાં હું આપને તેમનાં નામ બતાવું છું. એ ચોરોમાં એક તે તમ છે કે જેને અજ્ઞાન પણ કહેવામાં આવે છે. તે અનેક ગુણોનો નાશ કરી નાંખે છે. આ સિવાય મેહ, લેભ, અહંકાર વગેરે પણ ચોરે છે કે જે મારા હૃદયમાં ઘુસી બેસી ગયા છે. મેં એ ચોરને ખૂબ પ્રાર્થના કરી અને ખૂબ ધમકાવ્યા છતાં તેઓ મારું કહ્યું માનતા નથી. એટલું જ નહિ મને અનાથ સમજીને કચડી નાંખે છે એટલા માટે હે ! પ્રભો! તું મારા હૃદય તરફ નજર કર કે જેથી તારી નજર પડતાં જ તે ભાગી જાય.”
ભક્તજનો પરમાત્માને આ પ્રકારની આશા પૂરી કરવા માટે પ્રાર્થના કરે છે. હવે તમે તમારા વિષે વિચાર કરે કે, તમે પરમાત્માની પ્રાર્થના કઈ આશાએ કરો છો ? અને પર માત્મા પાસે કઈ આશા પૂરી કરાવવા ચાહે છે ? આ જ પ્રમાણે સાધુઓની પાસે તમે કઈ ભાવનાએ જાઓ છો ? શાસ્ત્ર કહે છે કે, સાધુની પાસે જતાં પહેલાં ઘરમાંથી નીકળતી વખતે નિરૂહી નિરૂહી” કરીને અર્થાત સંસાર વ્યવહારનો નિષેધ કરી રવાના થવાય છે. ત્યાર બાદ રસ્તામાં જતાં આવતાં જે ક્રિયા થાય છે તેને નિષેધ કરવા માટે સાધુના સ્થાને પહોંચી, ફરી “નિરૂહી નિસ્સહી” કરી, સાંસારિક કામની ભાવનાને નિષેધ કરવામાં આવે છે. અને ત્રીજી વાર સાધુઓની સમીપ જઈ “નિસહ-નિસ્સહી” કરવાને ઉદ્દેશ એ છે કે અત્યાર સુધી હું ગમનાગમનમાં હતું પણ હવે ગમનાગમન આદિ સંસારનાં સમસ્ત કામને નિષેધ કરું છું. આ પ્રમાણે સાધુઓની પાસે સંસારનાં બધાં કામને નિષેધ કરી અવાય છે, આજે આ “નિસહી-નિસ્સહી” કરવાને ઉદ્દેશ સમજનારા ઘણું એાછા લેકે હશે પણ શાસ્ત્ર તે સ્પષ્ટ કહે છે કે, સાધુઓની પાસે સંસારની કઈ પણ ભાવના લઈને જવું ન જોઈએ.
- હવે સાધુઓની પાસે જઈ શું કરવું જોઈએ? એને માટે કહ્યું છે કે, પરમાત્માની પ્રાર્થના કરવી. પરમાત્માની પ્રાર્થના શા માટે કરવી ? એને માટે મેં પહેલાં ભકતનું કથન સંભળાવ્યું છે કે જેમાં તેઓ કહે છે કે, “હે ! પ્રભો ! મારા હૃદયમંદિરમાં ઘણું રે ઘુસી ગયા છે. તારી કૃપાથી એ ચરો ભાગી જાય એ જ મારી આશા છે અને આ આશાને પૂરી કરવા માટે હું તારી પ્રાર્થના કરું છું.'
જે તળાવને કાગડા-બગલા આદિ નીચ પક્ષીઓએ ઘેરી લીધું હોય તે તળાવ ઉપર રાજહંસ શું ઉતરે ખરે ? તમારું ઘર ગંદુ હોય તે શું ત્યાં કઈ રાજાને લા ખરા! આ જ પ્રમાણે આપણું હૃદયને ભગવાનનું મંદિર બનાવવું હોય તે આપણું હૃદય કેવું સ્વચ્છ હેવું જોઈએ એ જુઓ. જ્યારે આપણું હૃદય ગંદુ હોય ત્યારે શું તેમાં પરમાત્માને વસાવી શકાય ખરા! નહિ. એટલા જ માટે ભક્ત કહે છે કે, “હે ! પ્રભે ! મારા હૃદયમાં કામ
ધાદિ ચેર ઘુસી ગયા છે. આ ચાર મારા હૃદયમાંથી નીકળી જાય એ જ તારી પાસેથી હું આશા કરું છું અને આશાની પૂર્તિ કરવા માટે આપની પ્રાર્થના કરું છું.” એ