Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદી ૭] રાજકોટ–ચાતુર્માસ
[ ૫૫૯ કુરરી પક્ષીને માટે એમ કહેવામાં આવે છે કે, જ્યાં તે પાણીના સરવરેની બહુલતા હેય છે ત્યાં આ પક્ષી રહે છે. તે કાળા રંગનું હોય છે, તે માછલીનું માંસ ખાય છે. તે આખો દિવસ માછલીના માંસના લેભમાં જ રહે છે અને માંસાદિ ખાઈને પણ તે પક્ષી શાન્ત રહેતું નથી પણ તે રેયા જ કરે છે.
આ કાણે કુરરી નામના પક્ષીનું ઉદાહરણ આપી તેઓ કહે છે કે, તે અસાધુઓ કરરી પક્ષીની માફક ગોપભેગોમાં વૃદ્ધિ રાખે છે અને એ કારણે તેઓ કોને પામે છે.
ભગવાન અનાથી મુનિએ કુરશી પક્ષીનું ઉદાહરણ શા માટે આપ્યું છે તેને વિશેષ વિચાર તે યથાસમયે કરવામાં આવશે પણ આપણે એ સમજવું જોઈએ કે, મહાત્મા લેકેએ પશુ-પક્ષીનું ઉદાહરણ આપી જે નિયમ સિંધુને માટે હોય છે તે જ નિયમ એક જલબિંદુને માટે હોય છે, એ બતાવ્યું છે. આ જ પ્રમાણે જે ઉપદેશ સાધુઓના માટે હેય છે તે જ ઉપદેશ પિતપોતાની યોગ્યતાનુસાર બધાએ સમજવો જોઈએ. તમારે એ પણ સમજવું જોઈએ કે પશુ-પક્ષીઓ જ નહિ પરંતુ આ આખા સંસારની દરેક વસ્તુઓ કાંઈને કાંઈ શિક્ષા આપે છે અને સંસારનાં સારાં કે ખરાબ દરેક પદાર્થો કઈને કોઈ પ્રકારે આત્માનું ઉત્થાન કરવામાં સહાયક હોય જ છે. આ વાત બતાવવા માટે જ અનાથી મુનિએ કુરરી પક્ષીનું ઉદાહરણ આપી કહ્યું છે કે, જે પ્રમાણે કરી પક્ષી માંસની વૃદ્ધિને કારણે દુઃખ પામે છે તે જ પ્રમાણે જે સાધુ થઈને પણ સંસારભાવનામાં વૃદ્ધિ રાખે છે તે પણ દુઃખને પામે છે.
જે પ્રમાણે સડેલી નારંગી પિતાની હાનિ તે કરે જ છે પણ સાથે સાથે જે તેની સંગતિ કરે છે તેની પણ હાનિ કરે છે; આ જ પ્રમાણે જે જિનાજ્ઞાને લોપ કરે છે તે પિતાની હાનિ તે કરે જ છે પણ જે તેને સંગ કરે છે તેની પણ હાનિ કરે છે.
કદાચ કઈ કહે કે, અનાથી મુનિને કુશીલ ઉપર ષ હતો એ કારણે જ તેમણે આ પ્રમાણે તેમની વિરુદ્ધમાં કહ્યું છે, પણ આમ સમજવું એ ભૂલ છે. અનાથી મુનિને તે તે કુશીલ ઉપર પણ પ્રેમભાવ છે અને એ કારણે જ તેઓ આમ કહી રહ્યા છે. પિતા પિતાના પુત્રને કડક શિક્ષા પણ આપે છે પણ એ કારણે પિતાને પુત્રના શત્રુ કહી શકાય નહિ. પિતા પુત્રને કડક શિક્ષા આપીને એમ જ ચાહે છે કે, મારો પુત્ર ખરાબ રસ્તે ન જાય. જો કેાઈ પિતાને પુત્ર ખરાબ રસ્તે જાય છે તેથી પિતાને પણ દુઃખ થાય છે. એટલા જ માટે પિતા પુત્રને કડક શિક્ષા આપે છે અને એ રીતે તેને સુધારવાનો પ્રયત્ન કરે છે. આ જ પ્રમાણે અનાથી મુનિ પણ સાધુઓને શિક્ષા આપે છે. રાજમતિએ રથનેમિને કહ્યું હતું કે,
હે ! અપયશકામી ! તારા માટે મરણ એ જ શ્રેયસ્કર છે.” રાજીમતિએ આમ કહ્યું હતું તે શું રાજીમતિને રથનેમિ ઉપર કોઈ પ્રકારનો દ્વેષ હતો ? ઑકટર રોગીને ચીરે લગાવે છે તે તે રોગીને પ્રેમ કરે છે કે દ્વેષ કરે છે ? ડૉકટર કહે છે કે, હું દઈને ચીરું છું પણ દર્દી ઉપર તે મારો કરુણાભાવ જ છે. આ જ પ્રમાણે અનાથી મુનિ પણ સાધુઓ ઉપર કરુણા રાખીને જ આ પ્રમાણે શિક્ષા આપે છે. તેમને કોઈને પ્રતિ દ્વેષભાવ નથી. તેઓ તે સાધુઓના આત્માને શાંતિ મળે એ જ શુભાશયથી આમ કહે છે. જે સાધુઓ અનાથી મુનિની શિક્ષા માને તે તેમનું પિતાનું પણ કલ્યાણ થાય અને સાથે સાથે તમારા લેકેનું પણ કલ્યાણ થાય.