Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૧૩]
રાજકેટ–ચાતુર્માસ
[૫૦૫
એક સભાસદ કહતા સુનિયે, શેઠ ગુણે કી ખાન; નમ્રભાવ ઔર દયા ભાવસે, સબકા રખતા માન. ધન ૧૨૧ જે અપને કે લધુ સમઝતા, વહી સબમેં મહાન; ગુરુતા કી અકડાઈ રખતા, વહ સબમેં નાદાન. ધન ૧૨૨ .
સ્વારથ રત હો કરે નમ્રતા, વહી કુટિલ કી બાત;
બિના સ્વાર્થ હી કરે નમ્રતા, સજજન જન ગુણવાન, એ ધન ૧૨૩ ! અમારા ગુણોની કેણ કદર કરશે એમ વિચારવું એ અપૂર્ણતા છે. પિતાનામાં જે ગુણો છે તે ગુણોને બીજાને બતાવવાની શી જરૂર છે ! અથવા અમારા ગુણોને કઈ જાણે એવી ઇચ્છા શા માટે રાખવામાં આવે ? જે બુદ્ધિમાન હોય છે તે આવી ઈચ્છા રાખતું નથી પણ જ્ઞાનીજનોની સાક્ષીથી તે સદ્દગુણોનું પાલન કરતો રહે છે.
- સુદર્શને રાજાની પાસે અભયા માતા માટે અભય વચન માંગ્યું. આ સાંભળીને બધા લેકે દિમૂઢ થઈ ગયા પણ એક પ્રજાજન ઉઠીને કહેવા લાગ્યો કે, મારામાં એવી શક્તિ નથી કે હું શેઠની પ્રશંસામાં કાંઈ કહી શકું; પણ જે પ્રમાણે કેયલ આમ્રમંજરીનાં ગુણોનું ગાન ન કરી શકવા છતાં પણ કૂજે જ છે, અને મેઘના ગુણોનું વર્ણન ન કરી શકવા છતાં પણ મેર ટહૂકે જ છે, તે જ પ્રમાણે શેઠના વિષે થોડું બેલ્યા વિના મારાથી રહી શકાતું નથી, એટલા માટે એમના વિષે હું થોડું કહું છું.
. શેઠેમાં બે વાતની ખાસ વિશેષતા જોઈ છે. એક તે દયાની વિશેષતા અને બીજી નમ્રતાની. આ બંને ગુણે મણિ–કાંચનના સુગની સમાન છે. સાચું સોનું-કુન્દન નમ્ર જ હોય છે અને નમ્ર હેવાને કારણે રત્નને પકડી લે છે. આ જ પ્રમાણે દયારૂપી રત્નને તે જ ધારણ કરી શકે છે કે જે નમ્ર હોય છે. અશક્ત થઈને દયાને આશ્રય લે એ વાત બીજી છે પણ દયા-ક્ષમાની શોભા વીરતામાં જ છે. પણ જે પ્રમાણે દાનને માટે એમ કહેવામાં આવે છે કે હા રથ અર્થાત દરિદ્રતામાં દાન દેવું તે જ ખરું દાન છે. તે જ પ્રમાણે પાર ધંતિ અર્થાત્ ક્ષમાની શોભા ત્યારે જ છે કે જ્યારે શક્તિ હોવા છતાં પણ ક્ષમા કરવામાં આવે. શક્તિ ન હોય એટલે ક્રોધને ક્રિયાત્મક રૂપ ન આપી શકવાને કારણે ક્ષમા આપવી તે ક્ષમાં નહિ પણ કાયરતા છે. અરિહંતને માટે એમ કહેવામાં આવે છે કે તમન્ના ઉતા આમ કહેવાનો મતલબ એ જ છે કે, અરિહંતમાં મેરને ડેલાવવાની શક્તિ હોવા છતાં પણ કાનમાં ખીલા ઠકનારને તથા શરીર ઉપર ધૂળ ઉડાડનારને પણ તેઓ ક્ષમા આપે છે. દંડ આપવાની શક્તિ હોવા છતાં પણ દંડ આપતા નથી. વેરને બદલે લેવાની ઈચ્છા હોવા છતાં જે અશક્તિને કારણે ચૂપચાપ બેસી રહે છે અને મનમાં બળ્યા કરે છે તેની ક્ષમાં સાચી ક્ષમા નથી પણ કાયરતા છે. આવા કાયરેને ક્ષમાવાન કે વીર કહી શકાય નહિ.
તમે મહાવીરના શિષ્ય છો એટલા માટે તમારામાં કેવી અને કેટલી ક્ષમા હોવી જોઈએ એને વિચાર કરે. તમારામાં એમ ન થવું જોઈએ કે, મનમાં તે બળ્યા કરે પણ અશક્તિને કારણે ચૂપચાપ બેસી રહો અને પછી તેને ક્ષમાનું નામ આપે.
તે સભાસદ કહેવા લાગ્યું કે, આ શેઠમાં કેટલી દયા અને નમ્રતા છે ! જો તેઓ ચાહત તે અભયાને ખૂબ દંડ અપાવી શકત પણ એમનામાં કેવી નમ્રતા છે કે તેઓ હજીસુધી તેને માતા જ કહી રહ્યા છે અને તેમનામાં કેવી દયા છે કે અભયા રાણું માટે જ તેઓ રાજા પાસે અલાય વચન માંગી રહ્યા છે. ધન્ય છે ! તેમની દયા અને નમ્રતાને !'