Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૦)) ]
રાજકોટ–ચાતુર્માસ
[૫૧૫
कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् ।
इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचारः स उच्यते ॥ અર્થાત-જે કેઈ ઇન્દ્રિયને રેકીને ધ્યાની તે બની જાય છે, પણ જે તેના મનમાં વિષયની વાસના દડતી હોય તો તેના માટે સમજવું જોઈએ કે, તે અહંકારથી વિમૂઢ થઈ રહ્યો છે અને મિથ્યાચારી બની રહ્યો છે. તે જે કાંઈ કરે છે તે સંસાર-વ્યવહારના કારણે જ કરે છે. એટલા માટે પરમાત્માની પ્રાર્થના કરવા માટે અંતરાત્માને પવિત્ર બનાવવાની જરૂર રહે છે.
અત્રે એક પ્રશ્ન ઉભો થાય છે કે અંતરાત્માને પવિત્ર કરવા માટે વ્યવહારની જરૂર છે કે નહિ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, ભલે પિતાના માટે વ્યવહારની જરૂર ન પણ હોય છતાં જગતના કલ્યાણને માટે બાહ્ય વ્યવહારની પણ જરૂર રહે છે. કારણ કે, જનતા બાહ્ય વ્યવહારને જ જુએ છે અને બાહ્ય વ્યવહાર જોઈને જ તે અન્તરાત્મા તરફ વળે છે; એટલા માટે બાહ્ય વ્યવહારની પણ જરૂર છે, પરંતુ કેવળ બાહ્ય વ્યવહારમાં જ ન રહી જતાં અન્તરાત્માને પણ પવિત્ર બનાવવો જોઈએ. અનાથી મુનિને અધિકાર–પ૭
આ જ વાત અનાથી મુનિ રાજા શ્રેણિકને કહી રહ્યા છે. તેઓ કહે છે કે, જેઓ ઘરબાર છોડીને સાધુ થયા છે તેઓ પાછા વિષયના ગુલામ બની જાય એ ઘણા દુઃખની વાત. છે. જે ઉપર ચડતે જ નથી તેની વાત તે જુદી છે, પરંતુ જે ઉપર ચડીને પાછો નીચે પડે છે, એના તરફ બધાની નજર પડે છે; એના માટે હાહાકાર મચી જાય છે. આ જ. પ્રમાણે જેઓએ ધર્મને સ્વીકાર કર્યો નથી તેની વાત તે જુદી છે, પણ ધર્મને સ્વીકાર કરી જે પાછો ઇન્દ્રિયોને વશ થઈ પતિત થઈ જાય છે તેને માટે એ ચિંતાનો વિષય છે.
जे लक्षणं सुविणं पउंजमाणे, निमित्तकोऊहलसंपगाढे ।
कुहेडविज्जासवदारजीवी, न गच्छई सरणं तम्मि काले ॥४५॥
જ્યારે કોઈ સંયમ ધારણ કરે છે ત્યારે હું પ્રભુમય જીવન વ્યતીત કરીશ એવો તેને વિચાર હોય છે, પણ શાસ્ત્રો અને ગ્રન્થનું અધ્યયન કરી હોશિયાર થાય ત્યારે મનમાં બીજી ભાવના પેદા થાય તે એ કેના જેવું છે ? તો એને માટે જણાવવાનું કે, માનો કે, કોઈ ખેડુતે પાણીને એક બંધ બાં. બંધ બાંધતી વખતે તો તેની ભાવના એવી હતી કે, હું આ પાણીદ્વારા ખેતરને સીંચી સારી ખેતી પેદા કરી શકીશ, અને જે તે ચાહે છે તે પાણીદ્વારા તે સારી ખેતી પેદા કરી પણ શકે છે. પણ તે મૂખ ખેડુત તે પાણી દ્વારા આકડા કે ધતુરા જેવા ઝેરી વૃક્ષોને સીંચે અને આંબા જેવા મીઠા વૃક્ષને સીંચતા નથી તે તે ઠીક ગણાય ? પાણીને તે એ સ્વભાવ હોય છે કે જે વૃક્ષને પાણી સીંચવામાં આવે તે વૃક્ષને પોષણ મળે. પરંતુ જે પાણી સારી ખેતી પેદા કરી શકે છે, તેનો ઉપયોગ એમાં ન કરે એ પાણીને દુરુપયેગ તે થયો કહેવાય ને?
આ જ પ્રમાણે પિતાનું અને જગતનું કલ્યાણ કરવું એ સંયમ લેવાનો ઉદેશ હતે. વાસ્તવમાં સંયમ લીધા બાદ આ જ ઉદ્દેશની પૂર્તિ કરવાની હોય છે અને વિદ્યાને ઉપયોગ