Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૫૩૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
કે, હું રાજાની રાણી હતી અને આમ કરવાથી મારી આવી ગતિ થઈ છે. જો મને મારા આ કૃત્યને વિષે પશ્ચાત્તાપ થયા ન હેાત તે ન જાણે મારી કેવી ગતિ થાત !
"
જે જંગલમાં મુનિએ ધ્યાન લગાવ્યુ હતું તે જ જંગલમાં તે વ્યંતરી પણ રહેતી હતી. તેણીએ મુનિને જોયા. તે વિચારવા લાગી કે, આ તેા તે જ છે કે જેને વિચલિત કરવાના મેં પૂર્વભવમાં પ્રયત્ન કર્યાં હતા, છતાં જે વિચલિત થયા ન હતા. તે વખતે તેા હું માનવી હતી પણ હવે તા હું બન્તરી છું. હવે તેા મારી પાસે એવી શક્તિ પણ છે કે હું નાનું— મારું, સુંદર કે ભયંકર જેવું ચાહું તેવુ રૂપ બનાવી શકું છું. એટલા માટે મારી એ શક્તિથી તે ક્રમ વિચલિત થઈ નહિ શકે?
વ્યન્તરીએ મુનિને વિચલિત કરવાને વિચાર કર્યો. મુનિને આ વાતની કાંઈ ખબર નથી. તેઓ તેા ધ્યાનમાં જ ખેડા છે અને પરમાત્માનું જ સ્મરણ કરે છે. મુનિને આ પ્રકારના ઉપસર્ગા સહેવાં પડે એ સારું છે કે ખરાબ ? મુનિને જંગલમાં વધારે દિવસ રહેવું નથી કારણ કે, જંગલમાં અન્નપાણી વિના વધારે દિવસ શરીર પણ ટકી ન શકે એટલા માટે આ વ્યન્તરી તેમને માટે એવી સાયિકા થઈ પડી જે પ્રમાણે ગજસુકુમાર મુનિને માટે સામલ સહાયક થયેા હતો. સામલે જો કે મુનિના મસ્તક ઉપર ધગધગતા અંગારા મૂકયા હતા—જે ઉપસ` કર્યાં હતા પણ મુનિએ તેને ઉપસ માન્યા ન હતા પણ તે ઉપસર્ગને સહાયતા માની હતી; કારણું કે તેમણે પરમાત્માની સાથે એકાંગી પ્રીતિ બાંધી હતી. તમે પણ પરમાત્માની સાથે એવી એકાંગી પ્રીતિ બાંધા અને પરમાત્માને દુઃખનિકંદન સમજી તેમની પ્રાર્થના કરા તા તેમાં કલ્યાણ રહેલુ છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસેા શુદી પ મગળવાર
——-
પ્રાથના
સુમતિ જિજ્ઞેશ્વર સાહિબાજી, મેઘરથ ” નૃપના ન૬; ‘ સુમંગલા ’માતા તણા, તનય સદા સુખક દ. પ્રભુ ત્રિભુવન તિલેાજી. ।। પ્રભુ॰ u —વિનયચંદ્રજી કુંભટ ચાવીશી
શ્રી સુમતિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થના એ આધ્યાત્મિક વિષય છે, આધિભૌતિક વિષય નથી. આજે ઘણા લેાકેા તેને ભ્રમ, વહેમ કે ઉપયોગમાં ન આવે એવા અવ્યાવહારિક વિષય સમજે છે; પણું આધ્યાત્મિક વિષય જેટલા ઉપયેગી, હિતકારી અને સરલ છે તેટલા ખીજે કાઈ પદા ઉપયેાગી, હિતકારી કે સરલ નથી. આ ઉપરથી પ્રશ્ન એ થાય છે કે જ્યારે આધ્યાત્મિક વિષય એવા ઉપયાગી છે તેા પછી એ વિષે એ મત કેમ છે ? એક તા આધ્યાત્મિક વિષયને ઉપયોગી અને બીજો અનુપયેાગી કેમ કહે છે?