Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૫૪૨] . શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આ વેશ્યાને પણ ચૈત્યરૂપ માનતા હશે. એવા લેકની વાત જ જુદી છે પણ તમે મુનિઓને કે પરમાત્માને સંસારની ભાવનામાં ઘસેડે નહિ. જે પ્રમાણે ભમરે ફુલની તરફ જ દેડે છે, બીજી બાજુ દોડતું નથી. તે જ પ્રમાણે તમે પણ પરમાત્માની તરફ જ દેડ, આડી અવળી બાજુ દેડે નહિ.
જે “અહુપદ” કે “તત્વમસિ” દ્વારા આત્માને જાગ્રત કરે છે અને એમ વિચારે છે કે, હું જ પરમાત્મા છું- જે હું ઉપાધિઓને મટાડી દઉં તે પરમાત્મા અને મારામાં કોઈ અંતર ન રહે; આ પ્રમાણે વિચાર કરી જે આગળ વધતા જાય છે તે આત્મા અવશ્ય પરમાત્મામય બની જાય છે. અનાથી મુનિને અધિકાર–૬૦
અનાથી મુનિ પણ આ જ વાત કહે કે, આત્મા જે પિતાના સ્વરૂપમાં લીન થઈ અન્નમુખી બની જાય તો તે સનાથ બની જાય. કેટલાક લેકે આત્માના નાથ બનવા માટે તૈયાર થઈ જાય છે પણ પાછા સંસારની ભાવનાને કારણે પતિત થઈ જાય છે. જે ભમરે પુષ્પની સુગંધ જ લે પણ જે તેના ઉપર અધિક મુધ બની ન જાય તે તે તે સુગંધને લાભ લઈ શકે છે પણ જે તે પુલ ઉપર અધિક મુગ્ધ બની જાય તે કોઈ વખતે તે કમલનું બીડાવાના સાથે તે પણ અંદર બીડાઈ જાય છે અને કોઈ વખતે તે હાથીના મુખમાં પણ કમલની સાથે ચાલ્યો જાય છે. આ જ પ્રમાણે જે સાધુ જે ભાવનાથી સાધુ થયો છે તે જ ભાવના ઉપર સ્થિર રહે છે તે તે આત્માનું કલ્યાણ કરી શકે છે પણ કોઈ કઈ સાધુ પોતાની મૂળ ઉચ્ચ ભાવનાને ભૂલી જાય છે અને ઉદેશિક, ક્રતકત આદિ અકલ્પનીય આહાર પણ ખાવા લાગે છે અને પિતાની આ ખરાબીને છુપાવવા માટે આધ્યાત્મિકતાનું પણ નામ લે છે. આ પ્રમાણે તેઓ પાછા સંસારભાવનામાં ફસાઈ જઈ અનાથ બની જાય છે.
न तं अरी कंठछेत्ता करेइ, जं से करे अप्पणिया दुरप्पया।
से नाहिइ मचुमुहं तु पत्ते, पच्छाणुतावेण दयाविहूणो ॥ ४८ ॥ જે પ્રમાણે કમલ ઉપર મુગ્ધ થઈ જવાથી ભમરે હાથીના મુખને પ્રાસ બની જાય છે. આ તેની પોતાની જ ભૂલ છે. આ જ પ્રમાણે આત્મા પિતાની ભૂલથી જ પોતાનું એવું અહિત કરે છે. જેવું અહિત શિરચ્છેદ કરનાર વૈરી પણ કરતું નથી.
દુનિયામાં શિરચ્છેદ કરનાર મેટ વરી માનવામાં આવે છે પણ અનાથી મુનિ કહે છે કે, પોતાને જ આત્મા જેવું અહિત પિતાનું કરી બેસે છે તેવું અહિત શિરચ્છેદ કરનાર દુશ્મન પણ કરી શકતું નથી. કંઠને છેદ કરનાર દુશ્મન તે તે જ શરીરને નષ્ટ કરે છે કે જે શરીર કોઈ દિવસે નષ્ટ થવાનું જ હતું. પરંતુ તે વૈરી નરક કે નિગોદમાં આ આત્માને મોકલવાને સમર્થ નથી. બહિક એ દુશ્મન જ્યારે કંઠને છેદત હોય ત્યારે તેના ઉપર કેધ કરવામાં ન આવે તે તે વૈરી સુગતિ અપાવવામાં સહાયક પણ બની શકે છે. આ પ્રમાણે ગળુ કાપનાર વૈરી એવી હાનિ કરતું નથી, જેવી હાનિ પિતાને દુરાત્મા કરે છે.