Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદી ૧] રાજકેટ-ચાતુર્માસ
[પ૨૧ બચ્યા છો અને હવે આપ દીક્ષા લે છે ? રાજા કહેવા લાગ્યો કે, હવે આપને કેને ભય છે કે આપ સંયમ લે છે? કે તમારી ઉપર કલંક ચડાવનારને માટે તમે તે અભયવચન માંગ્યું, છતાં તે તે પિતાને મેળે જ મરી ગઈ. એટલા માટે હવે આપને શે ભય છે! આપ આનંદથી રહે અને લોકોને તમારી છાયામાં રાખે. એટલા માટે તમે અહીં જ રહે અને સંયમને ધારણ ન કરે અને પહેલાંની માફક ઘરમાં રહીને જ ધર્મધ્યાન કરે.
આ પ્રમાણે રાજા અને પ્રજા સુદર્શનને સંયમ ન ધારણ કરવા માટે વિનવવા લાગ્યા. પણ સુદર્શન વૈરાગ્ય ઉપર દઢ હતું એટલે તે કહેવા લાગ્યો કે, “તમે લેકે આ શરીરને મોટું માને છે કે ધર્મને ?” બધા લેકેએ ઉત્તર આપ્યો કે, “ધર્મને મે માનીએ છીએ ” સુદર્શને કહ્યું કે, “ ત્યારે દીક્ષા લઉં છું એથી શું ધર્મની કાંઈ હાનિ થશે! હું દીક્ષા લઈશ તે એથી કાંઈ તમને નુકશાન થવાનું નથી તે પછી તમે લેકે કાયર કેમ બની રહ્યા છે ? તમારે તે મને વધારે સહાયતા કરવી જોઈએ.’
રાજા કે પ્રજામાંથી કોઈ કાંઈ સુદર્શનના કથનના ઉત્તરમાં બેલ્યું નહિ. બધા સુદર્શનને જયકાર બેલી કહેવા લાગ્યા કે, “આપ જે માર્ગે જઈ રહ્યા છે તે જ માર્ગે જવાથી શૂળીનું સિંહાસન થયું છે. જ્યારે તમને શૂળીએ લઈ જતા હતા ત્યારે લોકો તમારી નિદા કરતા હતા પણ જે ધર્મના પ્રતાપથી આપ બચ્યા છે તે જ ધર્મની સેવા કરવા માટે આપ જઈ રહ્યા છે, એટલા માટે અમે તમને રોકી શકતા નથી.” . રાજાએ ધૂમધામથી દીક્ષા મહોત્સવ ઊજળ્યું અને શેઠે સંયમને સ્વીકાર કર્યો.
હવે સુદર્શન શેઠ મુનિ થઈને વિચરવા લાગ્યા. આ મુનિ અવસ્થામાં તેમની પાછી કેવી કસોટી કરવામાં આવે છે અને તે કસોટીમાંથી તેઓ કેવી રીતે સફળ થાય છે તેને વિચાર હવે પછી આગળ કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ આસે શુદી ૧ શુક્રવાર
પ્રાર્થના શ્રી જિન અજિત નમે જ્યકારી, તું દેવનકે દેવજી, જિતશત્ર” રાજા ને “વિયા' રાણીકે, આતમજાત મેવજી;
- શ્રી જિન અજિત નમે જયકારી. છે ૧છે
વિનયચંદ્રજી કુંભટ વીશી શ્રી અજિતનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પ્રાર્થના કરનારના મનમાં કેવી ઉત્કૃષ્ટ અને અનન્ય ભાવના હોવી જોઈએ એ આ પ્રાર્થનામાં બતાવવામાં આવ્યું છે. અનન્યને અર્થ કેવળ એક જ, બીજે નહિ એ થાય છે. કેવલ પરમાત્માની જ ભક્તિ કરે, બીજાની ભક્તિ ન કરે એ અનન્ય ભક્તિ કહેવાય છે. આ પ્રકારની “અનન્યતા” ત્યારે જ આવે છે કે જ્યારે બધા પદાર્થોને તપાસતાં તપાસતાં છોડવામાં