Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૫૦૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
तहारूवाणं समणाणं निग्गन्थाणं । - આ પ્રમાણે સૌથી પહેલાં લિંગને આવશ્યક બતાવવામાં આવ્યું છે. અને કહેવામાં આવ્યું છે કે સાધુ તથારૂપ હોય. પહેલાં રૂપ જ જોવામાં આવે છે પણ સાધુપણું બાદ જેવામાં આવે છે
આ પ્રમાણે જે રૂપ સાધુઓને પરિચય કરાવનાર તથા ઋષીશ્વરના ચિન્હરૂપ છે, તે રૂપને પણ કુશીલલિંગી લેકે આજીવિકાનું સાધન બનાવે છે અને અસંયમી હોવા છતાં પણ પિતાને સાધુ કહેવડાવે છે. અનાથી મુનિ કહે છે કે, આમ કરનાર અનંતકાળ સુધી સંસારમાં ભટકતે રહે છે. જે પાઠશાળામાં ભણવા જાતે જ નથી તે તે મૂર્ખ જ છે એટલા માટે તેને માટે તે કાંઈ કહેવાનું જ નથી. માસ્તર તેને જ સજા આપે છે કે જે પાઠશાળામાં જઈને પણ અભ્યાસ બરાબર યાદ કરતા નથી. જો કે તેને માસ્તરે આપેલી સજા ભોગવવી પડે છે પણ તે કઈ દિવસ હુંશીયાર પણ થઈ જાય છે, પણ જે ચતુર વિદ્યાર્થી હોય છે તે તે સજા પામ્યા પહેલાં જ એમ વિચારી લે છે કે હું નિશાળે જાઉં છું તે અભ્યાસ બરાબર શા માટે ન કરું? દંડ શા માટે સહું? આ પ્રમાણે સજા પામ્યા પહેલાં જ નિર્દોષ સંયમનું પાલન કરનાર જ શ્રેષ્ઠ છે. સુદર્શન ચરિત્ર–પપ - આ વાતનું જવલંત ઉદાહરણ સુદર્શન શેઠનું છે. સુદર્શનનું ચરિત્ર જોઈ સાધુઓએ વિચારવું જોઈએ કે, અમે ઋષીશ્વરનું ચિન્હ ધારણ કર્યું છે એટલા માટે અમારે સામાન્ય વસ્તુ ઉપર લલચાઈ જવું ન જોઈએ. સુદર્શન જાણતું હતું કે, અભયા સુંદરી છે અને રાજા તેના હાથમાં છે એટલા માટે તે જેટલું ચાહશે તેટલું મને આપી શકશે. છતાં સુદર્શન શેઠ અભયાના પ્રલોભનથી જરાપણું લલચાયો નહિ પણ તેણે અંત સમય સુધી તેને માતા તરીકે જ માની.
સુદર્શને મનને વશ કરી કામવિકારને જ એ કારણે રાજા પણ તેની સામે બે હાથ જેડી ઊભો રહ્યો. કામવિકારને જીત એ કાંઈ ઓછી વીરતા નથી પરંતુ મહાવીરતા છે. એ મહાન વીરેને ધર્મ છે. કાયર લેકે એ ધર્મનું પાલન કરી શક્તા નથી. આ જે લેકે સંગ્રામમાં યુદ્ધ કરી વીર તરીકે નામના મેળવે છે તે લેકે પણ સ્ત્રીઓની સામે પરાજિત થઈ જાય છે અને કામના પ્રવાહમાં તણાઈ જાય છે. આથી વિરુદ્ધ જે લેકે કામના પ્રવાહમાં તણાઈ જતા નથી તેઓ ઈન્દ્રને પણ નતમસ્તક બનાવી દે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે –
देवदाणवगन्धव्वा यक्खरक्खस्स किन्नरा।
बम्भयारी नमस्सन्ति दुक्करं जं करन्ति तं ॥ ' દેવો જાણે છે કે અમે જંબુદ્વીપને તે ઉપાડી ફેરવી શકીએ છીએ પણ બ્રહ્મચર્યનું પાલન કરી શકતા નથી. આ જ કારણે તે દેવ બ્રહ્મચર્યનું પાલન કરનારને નમસ્કાર કરે છે. - રાવણ બહુ વીર હતું. એ વીર રાવણને રામે જીત્યા નહિ પણ કામે જીત્યા. જે આ કામને પણ જીતી લે છે તે શું રાવણથી પણ વધારે વાર નથી! | અહિંસા, સત્ય, અસ્તેય આદિ બધાં, વીરોનાં ધર્મો છે. એ કાયોને ધર્મ નથી. તમે લે કે વીર પુરુષના આદર્શને તમારી દષ્ટિ સમક્ષ રાખે.