Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૫૧૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ ખીજા ભાદરવા
ધાય પ્રાણ લે ભગી મહલમે, પટના પહુંચી જાય; વેશ્યા ઘરમેં નીચ ભાવસે, રહ કર ઉદર ભરાય. ા ધન૦ ૧૨૫ ॥
રાણીએ જ્યારે એમ સાંભળ્યું કે, સુદર્શનની રક્ષા થઈ છે અને રાજા-પ્રજા બધા લોકો તેનો મહિમા ગાઈ રહ્યા છે ત્યારે તે બહુ ભયભીત થઈ અને વિચારવા લાગી કે, મારા શત્રુને જયજયકાર થયા છે, એટલા માટે હવે મારી કાણુ જાણે કેવી અવદશા થશે ? જે સુદન મહાપાપીને પણ ક્ષમા આપનાર છે તેને પણ અભયા પોતાના શત્રુ માની રહી છે. આત્મામાં જ્યારે પાપ ભરાઈ જાય છે ત્યારે તે મહાન પુણ્યવાનને પણ લાભ લઈ શકતા નથી પણ ઊલટા પાપના બધ કરે છે. આત્મા પોતાની દ્વારા જ પેાતાનું કલ્યાણ કરી શકે છે. અનાથી મુનિએ કહ્યું જ છે કેઃ—
अपा कत्ता विकत्ता य दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं य दुप्पट्ठियो सुप्पट्ठियो ॥
આ જ પ્રમાણે ગીતામાં પણ કહ્યુ` છે કે, તમારા આત્માદ્વારા જ તમારા આત્માને ઉદ્ધાર કરેા. આત્મા જ શત્રુ કે મિત્ર છે. એટલા માટે તમારા આત્માને જ જુએ.
અભયાની રક્ષા માટે મુદતે પહેલાં જ રાજાની પાસે અભય વચન માંગી લીધું હતું, પરંતુ કદાચિત્ ાજા અભયાને ક્ષમા ન આપત અને અભયાને દંડ ભાગવવા જ પડત તે પણ તે પોતાનું પાપ આ જ જન્મમાં ભોગવી લેત. પણ તેને એવી ક્ષુદ્ધિ જ પેદા ન થઈ. તે તેા સુદર્શન જેવાને પણુ પાતાના શત્રુ માની રહી હતી. પણ તે એટલું વિચારતી ન હતી કે, તેના શત્રુ તેના જ આત્મા છે કે સુદર્શન! જે સમજદાર વ્યક્તિ હશે તે તેા સર્વાં પ્રથમ પોતાના આત્માને જ જોશે અને વિચારશે કે, જો પાડેાશીના ઘરમાં આગ લાગી છે તે તે પણ મારા જ પાપથી આગ લાગી છે; કારણ કે જ્યારે તેના ઘરમાં આગ લાગી છે તે તે આગ મારા ધરમાં પણ લાગશે. આ પ્રમાણે વિચાર કરી તે આગને શાંત કરવાના જ પ્રયત્ન કરશે. તમે લેાકેા દ્રવ્ય આગની વાતને તેા જલ્દી સમજી જાઓ છે પણ ભાવ આગતે સમજતા નથી. જે આગ સમાજ, દેશ અને જાતિને બાળી રહી છે એ આગને ન ઠારવી એ કવી ગંભીર ભૂલ છે ! જેમનામાં અનુકપા હેાય છે તે ખીાનાં દુ:ખને પેાતાનાં જ દુઃખ માને છે. અનુક ંપા એટલે શું ? એને માટે કહ્યું છે કે, જે ખીજાનાં દુ:ખાને જોઈ પોતાનાં દુઃખા માની કાંપી ઉઠે તે અનુકંપાવાળા છે. સમજદાર માણસા આ પ્રમાણે ખીજાનાં દુઃખાને પાતાનાં દુઃખા માને છે અને તે દુઃખાને દૂર કરવાના પ્રયત્ન કરે છે.
અભયાને ડર લાગ્યા કે, હમણાં રાજા અત્રે આવશે ત્યારે ન જાણે મારી કેવી અવદશા થશે અને એ દશામાં હું તેમને મેં કેમ બતાવી શકીશ ? તે ક્ષત્રિયાણી હતી એટલે તેને અપમાનનું દુઃખ મરણના દુ:ખ કરતાં વધારે લાગ્યું. અને તેથી અપમાનિત થવાના ભયથી તે ગળે ફ્રાંસા લગાવી મરી ગઈ. જે ખીજાને શૂળીએ ચડાવી રહી હતી તે અભયા પાતે જ ગળે ફ્રાંસા લગાવી મરી ગઇ. રાણીની સહાયિકા પડિતા ધાય વિચારવા લાગી કે, રાણી તા મરી ગઈ છે અને રાજાને બધા ભેદ જાણમાં આવી ગયા છે એટલા માટે ન જાણે હવે મારી કેવી અવદશા થશે ! આ પ્રમાણે વિચાર કરી તે અવસર જાણી ભાગી અને પટના શહેરમાં ગઈ: