Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૫૦૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
સાધુતા તે સાધુતાનું પાલન કરવાથી આવે છે. છતાં કોઈ સાધુ વેશ ધારણ કરી સાધુતાનું પાલન કરતા નથી તે તેને સંગીથી વિસંગી બનાવ્યા સિવાય બીજું શું કહી શકાય ? જેઓ સાધુપણાનું પાલન કરે છે તેઓ સાધુતાનું પાલન ન કરનારને વિસંગી જ બનાવી શકે છે. આ સિવાય તેમની પાસે દંડ આપવાનું બીજું કોઈ સાધન નથી. અને જે વ્યકિત સાધુતાનું પાલન કરતા નથી તેને સંભોગથી પૃથક્ કરો એમાં કાંઈ અપરાધ નથી. શ્રી સ્થાનાંગ સૂત્રના પાંચમા ઠાણામાં કહ્યું છે કે, પાંચ કારણેથી કોઈ સાધુને વિસંગી કરવામાં કઈ દોષ આવતો નથી. આમ હોવા છતાં એમ કહેવામાં આવે છે કે, સાધુ-સાધુઓમાં એકતા કેમ નથી, ફુટ કેમ છે? તે આમ કહેનારાઓને પૂછવું જોઈએ કે તેનું શું કારણ છે! અમને પૂછી જુઓ કે અમે તે વિષે શું કહીએ છીએ અને બીજાઓને પણ પૂછી જુઓ કે તેઓ શું કહે છે! તેઓ અમારા માટે અને અમે તેમને માટે શું કારણ બતાવીએ છીએ !
આમ ન કરતાં કોઈ માણસ એમ કહે કે, દેશકાળને જેવો અને સંપ રાખવો પણ અમારે પહેલાં દેશકાળને જો કે શાસ્ત્રને જોવું? સિદ્ધાન્ત સ્પષ્ટ કહે છે છતાં જે નિયમોનું પાલન ન કરે તેમને જ્ઞાનીઓ સ્થાન કેમ આપી શકે ? જ્યાંસુધી સિદ્ધાન્તના નિયમોનું પાલન ન કરે અને પોતે સુધરે પણ નહિ ત્યાંસુધી તેને સમાનતાનું સ્થાન કેમ મળી શકે ?
- સાધુઓમાં જાતિના ભેદ નથી પણ આચારને ભેદ છે. એક તે સિદ્ધાન્તમાં કહેલા આચારનું પાલન કરે છે અને બીજે ચારનું પાલન કરતા નથી. હવે આ બનેમાં ઐક્ય કેમ થઈ શકે અને ભેદભાવ કેમ મટી શકે ? અને જો આચારના આ ભેદને જ કાઢી નાંખવામાં આવે તે ગજબ જ થઈ જાય ને? શાસ્ત્રના આચારને ન જોતાં કેવલ બીજાને દૂષણ જ આપવું એ ઠીક કેમ કહેવાય ? કદાચ કઈ કહે કે, શાસ્ત્ર તે હજારો વર્ષ પહેલાનાં છે પણુ શાસ્ત્રમાં એવું ખરાબ શું છે કે તેની હજારો વર્ષ પહેલાનાં છે એમ કહી ઉપેક્ષા કરવામાં આવે છે !
તમે લેકે એક રૂપિયો લો છો તે પણ બનાવીને લે છે અને બેટે રૂપિયા હોય તે લેતા નથી. એટલું જ નહિ પણ શાહુકારે લેકે તે ખોટા રૂપિયાને તે જ વખતે કાપી નાંખે છે.
મતલબ કે, બેટા રૂપિયાને કેાઈ લેતું નથી. આ જ પ્રમાણે કાચ પણ ગમે તેટલો ચમકતે હોય પણ તેને જાણકાર લેકે હીરે માનતા નથી. આ જ વાત સાધુઓને વિષે પણ સમજે. એ વાત બીજી છે કે, આજે જે પ્રમાણે રત્ન અને કાચના પારખનારા ઓછી છે તે પ્રમાણે સાધુ અને અસાધુને પારખનારા પણ ઓછા છે પણ જે સાચા પારખનારા છે તેમની આગળ તે તે સાધુતાનું પાલન ન કરનાર પણ સાધુવેશ રાખનાર પ્રતિષ્ઠાને પામી શકતા નથી.
અનાથી મુનિ કહે છે કે, જે પ્રમાણે ખોટો રૂપિયા કે કાચનું મૂલ્ય કાંઈ નથી તે જ પ્રમાણે કુશલલીંગી સાધુની પણ કાંઈ પ્રતિષ્ટા નથી.
શાસ્ત્રમાં પાંચ પ્રકારના કુશીલ કહેવામાં આવ્યાં છે જે અવન્દનીય છે. શાસ્ત્રમાં તેમનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે, જે આ કુશીલોને વંદન-નમસ્કાર કરવામાં આવે તે પ્રાયશ્ચિત આવે છે. કુશીલ અર્થ કરતાં કહ્યું છે કે--કુરિતે રું વઘુ તિ :